________________
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૧૫
જ પ્રકારે અનન્તસેન, અજિતસેન, અનિહતરિપુ, દેવસેન, શત્રુસેન સુધીનું વર્ણન સમાન છે. બત્રીસ બત્રીસ પ્રીતિદાન. વીસ વર્ષને શ્રમણ પર્યાય. ચૌદ પૂર્વનું અદયયન.
શકુંજય પર સિદ્ધિ. સારણ કુમાર શ્રમણ૧૧૨, તે કાળે સમયે દ્વારકાનગરીમાં વાસુદેવ નામે
રાજા, ધારિણી નામે રાણી. સ્વપ્નમાં સિંહને જોયે- સારણ કુમાર પુત્ર ઉત્પન્ન થયો. પચાસ પચાસ પ્રકારના પ્રીતિદાન (દાયજો). ચૌદ પૂર્વનું અધ્યયન. વીસ વરસ દીક્ષા પર્યાય. શેષ ગૌતમની પેઠે યાવત્ શત્રુંજય પર્વત ઉપર સિદ્ધિ.
૮. અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ
શ્રમણો. ૧૧૩. તે કાળે તે સમયે દ્વારાવતી નામે એક
નગરી હતી. ત્યાં અહંત અરિષ્ટનેમિ ધર્મોપ
દેશ માટે પધાર્યા. છે અણગારના તપ – સંક૯૫ને અરિષ્ટનેમિની
અનુમતિ૧૧૪. તે કાળે તે સમયે છ સહોદર ભાઈઓ અહંત
અરિષ્ટનેમિના અન્તવાસી બન્યા. તેઓ બધા જ્ઞાન, ઔદાર્ય, તથા વયમાં સમાન હતા. તેમની શરીરકાન્તિ, નીલકમલ તથા ભેંસનાં શીંગડાંનાં આન્તરિક ભાગ અથવા અળસીના કુલના જેવી હતી, તથા તેમનું વક્ષ:સ્થલ શ્રીવત્સ નામના ચિહન–વિશેષથી અંકિત હતું. તેના શિરે ફૂલોનાં જેવા કોમળ અને કુંડળના જેવા ગોળ ગૂંચળા વળેલા વાળ બહુ સુંદર દેખાતા હતા, સૌંદર્યાદિ ગુણોથી તે નળકુબરના જેવા હતા.
ત્યારે તે છ એ અનગારોએ જે દિવસે દીક્ષા લીધી અને ગૃહત્યાગ કરી અનગાર બન્યા, અહંત અરિષ્ટનેમિને તે જ દિવસે વંદન નમસ્કાર કરીને આ પ્રકારે કહ્યું
હે ભદન્ત ! અમે લોકો આપની આશા મળતાં જીવન પર્યંત નિરતર –ષષ્ઠરૂપ (છઠ છઠ) તપસ્યા દ્વારા અમારા આત્માને ભાવિત કરતાં કરતાં વિચરવાની ઇચ્છા કરીએ છીએ. [એવું સાંભળીને ભગવાને તે અનગારોને કહ્યું] “હે દેવાનુપ્રિયા ! તમારા બળ પરાક્રમ અનુસાર જેમ સુખ થાય તેમ કરો, તેમાં પ્રમાદ ન કરો.”
ત્યાર પછી તે છએ અનગારો અહંતુ અરિષ્ટનેમિની આશા લઈ નિરંતર ષષ્ઠ–ષષ્ઠ તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા
વિચરવા લાગ્યા. છએને ક્રમસર દેવકીના ગૃહમાં પ્રવેશ૧૧૫. ત્યાર પછી એક વાર છના પારણા સમયે તે
છએ અનગારોએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો, બીજા પહેરમાં ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરમાં શીધ્રતારહિતપણે, ધીરે ધીરે મુહપત્તિની પડિલેહણા કરી, પડિલેહણા કરી પછી વસ્ત્રોની અને ઉપકરણોની પડિલેહણા કરી, પછી પાત્રો લૂછયાં, પાત્રો લૂછી પછી પાત્રો લઈને જ્યાં ભગવાન અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા, આવીને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા
“હે ભગવંત ! આપની આજ્ઞા લઈ અમે ષષ્ઠ તપના પારણા નિમિત્તે ત્રણ સંઘાટમાં વિભક્ત થઈ મુનિઓના કલ્પાનુસાર સામુદાનિક ભિક્ષા માટે દ્વારકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોના ગ્રહોમાં જવાની ઇચ્છા કરીએ છીએ.”
[તે છએ અનગારની એવી પ્રાર્થના સાંભળી ભગવાને કહ્યું-] “હે દેવાનુપ્રિયે ! જેમ સુખ થાય તેમ કરો.'
ત્યાર પછી ભગવાન અરિષ્ટનેમિ પાસેથી આવી રીતે આજ્ઞા મેળવીને તે અનગારોએ વન્દન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી સહમામ્રવનથી બહાર નીકળ્યા, અને ત્રણ સંધાટ (સંધાડા) બનાવીને અત્વરિતગતિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org