________________
ધર્મકથાનુગ-અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૨૩
૧૨૩. તે સુલભા ગૃહિણી જ્યારે બાલ્ય અવસ્થામાં
હતી તે સમયે ભવિષ્યવેત્તા નૈમિત્તિકે તેના પિતાને એમ કહ્યું હતું કે
આ બાલિકા મૃતવધ્યા (મૃત બાળકોને જન્મ આપનારી) થશે.”
ત્યાર પછી તે સુલસા પોતાના બાલ્યકાળથી જ હરિëગમેલી દેવની ભક્ત બની ગઈ. તેણે હરિëગમેષીદેવની પ્રતિમા બનાવી, પછી રોજ પ્રાત:કાલમાં સ્નાન કરી, બલિકર્મ કરી તથા કૌતુક-મંગલ કૃત્ય કરી પછી ભીની સાડી પહેરીને તે પ્રતિમાને દેવેચિત પુષ્પાચન કરી વંદન કરતી અને ત્યાર પછી આહારાદિ ક્રિયા કરતી હતી.
ત્યાર પછી તે સુલસા ગાથાપનીની ભક્તિ બહુમાન, અને શુશ્રુષાથી તે હરિર્ણગમેલી દેવા પ્રસન્ન થયા, સિદ્ધ થયો.
ત્યાર બાદ તે હરિëગમેષી તે સુલભા ગૃહિણીની અનુકંપાને લીધે સુલસા ગૃહિણીને તેમજ તને એક જ વખતે ઋતુમની કરતો હતે. આથી તમે બન્ને સાથે જ ગર્ભ ધારણ કરતી તથા સાથે જ તેનું પાલન કરતી અને તમે બન્ને સાથે જ બાળકોને જન્મ આપતી હતી.
પરંતુ તે સુલભા ગૃહિણીને બાળકો મરેલાં
જન્મતાં હતાં. ૧૨૪, પછી તે હરિગેંગમેષીદેવ સુલસાની અનુકંપાને
લીધે મરેલાં બાળકોને પોતાના હાથમાં ઉપાડી તારી પાસે લાવી મૂકતે હતો. તે સમયે તું પણ નવ મહિના વીત્યા પછી સુકુમાર પુત્રોને જન્મ આપતી હતી. હે દેવાનુપ્રિયે ! જે જે તારા પુત્રો હતા તેને હરિબૈગમેલી દેવ પોતાની હથેળીઓમાં લઈ લેતો, લઈને સુલસા ગાથાપત્નીની પાસે મૂકી દે.
માટે હે દેવકી ! એ બધા તારા જ પુત્રો છે, નહિ કે સુલસી ગાથાપત્નીના. છે એ સાદર અણગરે પોતાના પુત્રો છે
એ જાણી દેવકીને હર્ષ૧૨૫. ત્યાર પછી તે દેવકી દેવીએ અહંનૂ અરિષ્ટ
નેમિના મુખેથી આ વૃત્તાન્ત સાંભળીને અને પોતાના હૃદયમાં અવધારિત કરી પછી હૃષ્ટ– તુષ્ટ હૃદયથી અહંતુ અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી જ્યાં તે છ અનગારો હતા ત્યાં ગઈ, જઈને એ અણગારોને વંદન નમસ્કાર કર્યો, ત્યારે તે અનગારોને જોઈ પુત્રપ્રેમને કારણે] તેના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું, હર્ષના કારણે તેની આંખોમાં હર્ષાશ્રુ ભરાઈ આવ્યા, હર્ષથી ફૂલવાના કારણે કંચુકીની કસે તૂટી ગઈ અને ભુજાઓ ઉપરનાં વલયે તૂટીને પડી ગયાં. વરસાદની ધારાઓ પડવાથી જેમ કદંબપુષ્પ વિકસિત થઈ જાય છે તે પ્રકારે તેના શરીરનાં બધાં રુંવાડાં પુલકિત થઈ ગયાં. તે છએ અનગારોને અનિમેષદષ્ટિથી તે બહુકાળ સુધી નીરખવા લાગી. પછી તેમને વંદન-નમસ્કાર કરી ભગવાન અહંતુ અરિષ્ટનેમિની પાસે આવી અને ભગવાનને વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા પછી પોતાના ધાર્મિક રથ ઉપર ચઢીને દ્વારકાની વચ્ચોવચ્ચ થઇને ચાલી અને ક્રમથી પોતાની બહારની ઉપસ્થાનશાલામાં પહોંચી. ત્યાં પોતાના શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપરથી ઊતરીને પોતાના ભવનમાં જઈને પોતાની સુકોમલ શય્યા પર બેઠી. દેવકીના મનમાં પુત્રના લાલન-પાલનને
અભિલાષ અને ચિંતા૧૨૬. ત્યાર પછી તે દેવકી પોતાના મનમાં આ
પ્રમાણે વિચાર વિકલ્પ કરવા લાગી કે-“મેં આકાર, વય તથા કાન્તિમાં સરખા નલકુબર જેવા સાત પુત્રોને જન્મ આપ્યો, પરંતુ તે પુત્રોમાંથી એક પણ પુત્રના બાળપણના આનંદને અનુભવ હું કરી શકી નહિ. આ કૃષ્ણ પણ મારી પાસે ચરણવંદન માટે છ-છ મહિના પછી આવે છે. આથી હું માનું છું કે તે માતાઓ ભાગ્યશાલિની છે, પુણ્યશાલિની છે, કૃતકૃત્ય છે કે જેઓની કૂખથી ઉત્પન્ન થતાં બાળકો દૂધને માટે પોતાની મનોહર કાલીઘેલી બોલીથી તેમને આકર્ષિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org