________________
ધર્મકથાનગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે ઃ સૂત્ર ૧૧૬
૩૧
(પારણું જલદી થાય એવી ઉતાવળ ન કરતાં), ચપલતારહિત, અને લાભાલાભની ચિંતા રહિત થઈને યુગ પ્રમાણે ભૂમિને જોતાં જોતાં
જ્યાં દ્વારવતી નગરી હતી અને જ્યાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળનાં ગ્રહોને સમૂહ
હતો ત્યાં સામુદાનિક ભિક્ષા માટે બૂમવા લાગ્યા. ૧૧૬. તેમાંના બે મુનિઓનો એક સંધાડ દ્વારકા
નગરીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે ફરતો ફરતો રાજા વસુદેવ તથા રાણી દેવકીને ઘેર પહોંચ્યો.
તે બે મુનિઓને પોતાને ત્યાં આવતા જોઈ દેવકી દેવી હૃષ્ટ-તુષ્ટ આનંદિત બની, પ્રીતિપૂર્વક હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળી તે આસન ઉપરથી ઊઠી, ઊઠીને સાત-આઠ ડગલાં તેમની સામે ગઈ. જઈને ત્રણ વાર તે મુનિએની પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદનનમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી જ્યાં ભોજનશાળા હતી ત્યાં ગઈ. ત્યાં જઈ સિંહકેશર લાડુએનો થાળ ભર્યો, તે અણગારોને લાડુ વહોરાવ્યા, પછી વંદન નમસ્કાર કરી બને મુનિઓને વિસર્જિત કર્યા અર્થાતુ.
વિદાય આપી. ૧૧૭. ત્યાર પછી બીજો સંઘાડો પણ ઉચ્ચ-નીચ
મધ્યમ કુળમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે ફરતો ફરતો વસુદેવ રાજાની રાણી દેવકીને ઘેર આવ્યા.
ત્યારે દેવકી રાણીએ અનગારોને આવતા જોઇ હૃષ્ટ તુષ્ટ આનંદિત બની, સાત-આઠ ડગલાં સામે જઈ પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા, પછી જયાં ભોજનશાળા હતી ત્યાં જઈ સિંહકેશર લાડુઓના થાળ ભર્યા અને તે અનગારોને પ્રતિલાભિત કર્યા, પછી વંદન નમસ્કાર કરી વિનયપૂર્વક વિસર્જિત
કર્યા. ૧૧૮. ત્યાર બાદ ત્રીજો સંઘાડો પણ દ્વારાવતી
નગરીના ઉચ્ચ-નીચ-મધ્યમ ફળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યા માટે ધૂમતો ઘૂમત
વસુદેવ રાજાની રાણી દેવકીના આવાસે આવ્યા. એક જ સ્થળે પુનરાગમન થતાં દેવકીને શકા૧૧૯. ત્યારબાદ તે દેવકી રાણીએ તે અણગારોને
આવતાં જોયાં, જોઈને હુષ્ટ તુષ્ટ થઈ આસન પરથી ઊઠી, ઊઠીને સાત-આઠ ડગલાં સામે ગઈ, ત્રણ વાર મુનિઓની પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી જ્યાં ભોજનશાળા હતી ત્યાં ગઈ. ત્યાં જઈ સિંહકેશર લાડુઓના થાળ ભર્યા અને પછી તે અણગારોને પ્રતિલાભિત કર્યા, પ્રતિલાભિત કરી આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિયો ! કૃષ્ણ વાસુદેવની આ નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી થાવત્ સ્વર્ગલોક જેવી આ દ્વારકાનગરીના ઉચ્ચ, નીચ ને મધ્યમ કુળોમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતા શ્રમણ નિગ્રંથોને શું આહારપાણી મળતાં નથી કે જેથી એક જ કુળમાં
વારંવાર આહાર પાણી માટે આવવું પડે છે?” દેવકીની શકાનું સમાધાન– ૧૨૦. ત્યારે દેવકીનો આવો પ્રશ્ન સાંભળીને તે
અનગારો આમ કહેવા લાગ્યા
હે દેવાનુપ્રિયે ! કૃષ્ણ વાસુદેવની સ્વર્ગ જેવી આ દ્વારકાનગરીમાં ઉચ્ચ-નીચ-મધ્યમ કુળામાં ગૃહસામુદાનિક ભિક્ષાટ્ય માટે ફરતા શ્રમણ નિગ્રંથને આહાર-પાણી મળતાં નથી તથા તે એક જ ઘરમાં વારંવાર ભિક્ષા માટે આવે છે એવી વાત નથી.
પરંતુ હે દેવાનુપ્રિયે ! ( તો પણ તમારી શંકાનું કારણ એ છે કે, અમે ભદ્દિલપુરનિવાસી નાગ ગૃહપતિના પુત્રો છીએ અને તેની ભાર્યા સુલતાના પેટે જન્મેલા એક સરખી આકૃતિવાળા, રૂ૫ લાવણ્ય આદિથી સરખા તથા સમાન વયના છીએ. વળી નીલકમલ, ભેંસનાં શીગડાંના અંદરના ભાગ અથવા અળસીના પુષ્પ જેવા રંગવાળા તથા શ્રીવત્સ ચિહનથી અંકિત વક્ષ:સ્થળવાળા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org