________________
ધર્મ કથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણે : સુત્ર ૧૩૨
૩૫
પૂર્ણ કરી તમારા નાનાભાઈ રૂપે જન્મ લેશે. અને તે બાલ્યાવસ્થા વીતી જતાં અર્થાત્ યુવાવસ્થા પ્રાપ્ત થતાં જ અહંતુ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ ગૃહવાસ ત્યાગી આનગારિક દીક્ષા લેશે.'
તે હરિર્નેગમેષી દેવે કૃષ્ણ વાસુદેવને બીજી વાર અને ત્રીજી વાર ઉપર પ્રમાણે કહ્યું અને પછી જે દિશામાંથી તે આવ્યા હતા તે જ
દિશામાં પાછા ચાલ્યા ગયા. કૃષ્ણ દ્વારા દેવકીને આશ્વાસન૧૩૨. ત્યાર પછી તે કૃષ્ણવાસુદેવ પૌષધશાળામાંથી
બહાર નીકળ્યા, નીકળીને દેવકી દેવીની પાસે આવ્યા અને આવીને તેઓનાં ચરણમાં વંદન કર્યું. ચરણમાં વંદન કરીને દેવકી દેવીને તેમણે આ પ્રકારે કહ્યું
હે માતા ! મારે એક નાનો ભાઈ થશે. તમે ચિંતા ન કરો. [તમારો મનોરથ પૂર્ણ થશે.'
આ પ્રકારનાં ઈષ્ટ, મનહર વચનથી કૃષ્ણવાસુદેવે દેવકી દેવીને સંતુષ્ટ કર્યા, એ પ્રમાણે તેમને સંતોષ આપીને તેમની પાસેથી પાછા
ફર્યા. ગજસુકુમાલને જન્મ૧૩૩. ત્યાર પછી પુણ્યશાળીઓ જ માત્ર જેનો
ઉપભોગ કરી શકે છે તેવી સુકોમલ શયામાં સૂતેલી તે દેવકીએ-યાવનું સ્વપ્નમાં સિંહને જોયા-પાવતુ ગર્ભ ધારણ કર્યો.
ત્યાર પછી નવ મહિના વીત્યા પછી દેવકી દેવીએ, જાસૂદ, બબૂકપુષ્પ, લાક્ષારસ, સરસ પારિજાતક અને ઊગતા સૂર્યના જેવી પ્રભાવાળા અને સર્વ જનોનાં નયનને સુખ આપવાવાળા, અત્યંત સુકોમળ હાથપગવાળા થાવત્ સુરૂપ અને હાથીના તાળવા જેવા સુકોમળ બાળકને જન્મ આપ્યો. જે પ્રકારે મેધકુમારનો જન્મ થતાં તેનાં માતાપિતાએ મહેન્સવ કર્યો હતો તેવી જ રીતે દેવકી અને વસુદેવે જન્મમહોત્સવ કર્યો. તેમણે વિચાર્યું કે આ અમારો બાળક હાથીના તાળવા
(ગજતાલુ) જેવો સુકોમળ છે, માટે એનું નામ ગજસુકુમાલ રહે. એમ વિચારી તેનાં માતાપિતાએ તે બાળકનું નામ ગજસુકુમાલ પાડયું.
ગજસુકુમાલકુમારના બાલ્યકાળથી માંડીને યૌવનકાળ સુધીને વૃત્તાન્ત મેઘકુમારના જેવો જાણો. વાવ-તે ભોગ ભોગવવા સમર્થ
બન્યો. ગજસુકુમાલની ભાર્યા થાય એ માટે સોમિલ બ્રાહ્મણની પુત્રીને કન્યાઅંત:પુરમાં પ્રવેશ – ૧૩૪. તે દ્વારાવતી નગરીમાં ત્રાટ્વેદ આદિ ચારેય
વેદોમાં અને વેદાંગોમાં પરિનિષ્ઠિત તથા ધનધાન્યથી સમૃદ્ધ સમિલ નામને બ્રાહ્મણ રહેતો હતો.
તે સામિલ બ્રાહ્મણની અત્યંત સુકુમાર અંગોવાળીયાવ–સુંદર સોમશ્રી નામની પની હતી. તે સોમિલ બ્રાહ્મણની પુત્રી અને સોમશ્રીની આત્મજા સોમા નામની એક કન્યા હતી. જે સુકુમાર–પાવતુ–સુરૂપ હતી. રૂપ, યૌવન અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ હતી. તથા તે ઉત્કૃષ્ટ શરીરશોભાવાળી હતી.
ત્યાર પછી કોઈ એક વાર તે સામા બાલિકા સ્નાન કરી યાવત્ અનેક જાતના અલંકારોથી - વિભૂષિત થઈ ઘણી કુબજા દાસીઓ યાવત્ નકરવુંદથી ઘેરાઈને પોતાના ઘેરથી નીકળી, નીકળીને રાજમાર્ગ ઉપર આવી, આવીને
સેનાના દડાથી રમવા લાગી. ૧૩૫. તે કાળે તે સમયે અહંતુ અરિષ્ટનેમિ ભગ
વાન તે દ્વારકાનગરીમાં પધાર્યા. તેથી ધર્મકથા સાંભળવા માટે પરિષદ નીકળી.
ત્યાર પછી કૃષ્ણવાસુદેવ ભગવાનના આવવાને વૃત્તાન સાંભળી સ્નાન કરી યાવતુ આભૂષણોથી વિભૂષિત થઈ પોતાના નાના ભાઈ ગજસુકુમાલ કુમારની સાથે શ્રેષ્ઠ હાથી ઉપર બેઠા, કરંટ ફૂલેની માલોથી યુક્ત છાથી તથા વીંઝાતા શ્વેત ચામરથી સુશોભિત તે કૃષ્ણવાસુદેવ દ્વારાવતી નગરીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org