________________
ધર્મ કથાનગ–અરિષ્ટનેમિ-તીર્થમાં ગજસુકુમાલ આદિ શ્રમણ : ૧૪૦
મધ્યમાંથી અહંતુ અરિષ્ટનેમિની પાસે ચરણ- વંદન કરવા માટે નીકળ્યા. તે સમયે દ્રિારિકા- નગરીના રાજમાર્ગમાં રમતી] બાલિકા સમાને કૃષ્ણવાસુદેવે જોઈ. તે બાલિકાનું રૂપ, લાવણ્ય અને યૌવન જોઈને કૃષ્ણવાસુદેવને ઘણું જ આશ્ચર્ય થયું. તેને જોઇને કૃષ્ણવાસુદેવે પોતાનાં કૌટુમ્બિક પુરુષને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! તમે લોકો સોમિલ બ્રાહ્મણની પાસે જાઓ અને તેની પાસેથી તેની આ કન્યાની માગણી કરો. તે પછી તે કન્યાને અંત:પુરમાં પહોંચાડો. આ સમા બાલિકા ગજસુકુમાલ કુમારની ભાયી થશે.”
પછી આજ્ઞા પ્રમાણે તે સેવકો સિમિલબ્રાહ્મણની પાસે ગયા અને તેની પાસે કન્યાની યાચના કરી. અને તેમણે તે કન્યાને કૃષ્ણવાસુદેવના કન્યાઓના અંત:પુરમાં ]
રાખી. ૧૩૬. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ દ્વારાવતી નગરીની
વચ્ચોવચ્ચે થઈને જ્યાં સહસ્સામ્રવન ઉદ્યાન હતું, જયાં ભગવાન અહંતુ અરિષ્ટનેમિ બિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને અહંતુ
અરિષ્ટનેમિની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરી અહંતુ અરિષ્ટનેમિથી ન અતિ દૂર કે ન તદ્દન નજીક એવી રીતે રહી પર્યું
પાસના કરવા લાગ્યા. અરિષ્ટનેમિ દ્વારા ધમ દેશના૧૩૭. ત્યાર પછી અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ
વાસુદેવ, ગજસુકુમાલ તથા તે વિશાળ પરિપદને ઉદ્દેશીને ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપે, જેમ કે
સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી વિરમવું, સર્વ પ્રકારના મૃષાવાદથી વિરમવું;
સર્વ પ્રકારના અદત્તાદાનથી વિરમવું, સર્વ પ્રકારના પરિગ્રહથી વિરમવું. ઉપદેશ સાંભળી કષ્ણ વાસુદેવ પાછા ફર્યા.
ગજસુકમાલને પ્રવજ્યા-સંક૯૫૧૩૮. ત્યારે તે ગજસુકમાલે અહંતુ અરિષ્ટનેમિ
પાસે ધર્મશ્રવણ કરી અને અવધારણ કરી અહંનું અરિષ્ટનેમિની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
“હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું...તે તેમ જ છે જેમ આપ નિરૂપણ કરે છે.
વિશેષમાં કહ્યું- હે દેવાનુપ્રિય! હું મારા માતા-પિતાની આજ્ઞા લઇશ, ત્યાર પછી મંડિત થઈને ગૃહવાસ છોડી આનગારિક પ્રવજ્યા સ્વીકારીશ.”
[ ભગવંતે કહ્યું- “હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તે પ્રમાણે કર. કોઈ પણ પ્રકારે
પ્રમાદ કરીશ નહીં.' ગજસુકમાલનું માતા-પિતા પાસે નિવેદન - ૧૩૯. ત્યાર બાદ ગજસુકુમાલે અહંતુ અરિષ્ટનેમિને
વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને
જ્યાં હરિત્ન હતો ત્યાં આવ્યા, આવીને શ્રેષ્ઠ હસ્તિના અંધ પર બેસી સુભટોના સમૂહની સાથે દ્વારાવતી નગરીની વચ્ચે થઈને જ્યાં પોતાનું ભવન હતું ત્યાં આવ્યો, આવીને હાથી પરથી નીચે ઊતર્યો, ઊતરીને જ્યાં માતાપિતા હતા ત્યાં આવ્યો, આવીને માતાપિતાનાં ચરણોમાં વંદન કર્યા, ચરણવંદના કરી આ પ્રમાણે કહ્યુંહે માતા-પિતા ! મેં અહંતુ અરિષ્ટનેમિ પાસે ધર્મ શ્રવણ કર્યો છે, અને તે ધર્મને હું ચાહક બન્યો છું, વિશેષ ચાહક બન્યો છું, મને તે જ
ધર્મમાં રુચિ થઈ છે.' ૧૪૦. ત્યારે ગજસુકુમાલનાં માતા-પિતાએ તેને
હે પુત્ર! તું ધન્ય છે, પુણ્યશાળી છે, તું કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, કે તે અરિષ્ટનેમિ અહંન્દુ પાસેથી ધર્મનુ શ્રવણ કર્યું અને તે ધર્મ તને ઈષ્ટ, વિશેષ ઈષ્ટ તથા રૂચિકર લાગ્યો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org