________________
૩૪
ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ-તીર્થ માં ગજસુકુમાલ આદિ શ્રમણાઃ સૂત્ર ૧૩૧
wwww wˇˇˇˇˇˇˇˇˇˇˇ
wwwˇˇˇˇˇˇˇˇˇˇˇmm
અને મધુર અવ્યક્ત ધ્વનિથી ગણગણતા સ્તન મૂળથી કાંખ સુધીના ભાગમાં અભિસરણ કરતાં રહે છે. પછી તે મુગ્ધ બાળકોને પાતાની માતાએ જ્યારે કમળ જેવા કોમળ હાથ વડે ઉપાડી પાતાના ખાળામાં બેસાડે ત્યારે તે ધાવતાં ધાવતાં પાતપાતાની મા સાથે કાલીઘેલી વાણીથી મધુર વાતા કરે છે તથા મીઠી મીઠી બાલી બાલે છે. હું અધન્ય છું, અપુણ્ય છું. મેં પુણ્ય કર્યું નથી, તેથી હું એક વાર પણ આવા આનંદ અનુભવી શકી નથી.’ આ પ્રકારે મનારથ ભંગથી ખિન્ન તે દેવકી બે હથેળીમાં માથું ટેકવી આ ધ્યાન કરવા લાગી.
કૃષ્ણ દ્વારા ચિતાકારણ-પૃચ્છા—
૧૨૭. એ જ વખતે તે કૃષ્ણ વાસુદેવ સ્નાન બલિક કૌતુક મ`ગળ કરીને તથા તમામ અલકારોથી વિભૂષિત થઇ દેવકીદેવીના ચરણવદન માટે આવ્યા.
ત્યારે દેવકી દેવીને તેમણે જોયા, જોઈને આવીને તેનાં ચરણે વંદન કર્યા તથા આ પ્રકારે કહ્યું—
‘હે માતા ! જ્યારે હું પહેલાં તમને ચરણવંદન કરવા માટે આવતા હતા ત્યારે મને જોઈને તમારું હૃદય આનંદિત થઇ જતુ હતુ, પરંતુ આજ તમે કેમ ખિન્ન હૃદયવાળા દેખાવ છે ?
દેવકી દ્વારા ચિ'તાકારણ–નિવેદન ૧૨૮. ત્યાર પછી તે દેવકીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું—
‘હે પુત્ર ! આકાર, વય અને કાન્તિમાં એક સરખા યાવત્ નલકૂબર જેવા સુંદર સાતપુત્રોને મેં જન્મ આપ્યા. પરંતુ મેં એકેયની બાલક્રીડાના અનુભવ કર્યો નથી. હે પુત્ર, તું પણ મારી પાસે ચરણવદન માટે છ–છ મહિને આવે છે. આથી હું સમજું છું કે તે માતાએ ધન્ય છે. યાત્ આ વાતના વિચાર કરતી ખિન્ન થઈ આ ધ્યાન કરું છું.’
Jain Education International
કૃષ્ણનું દેવારાધન અને દેવ દ્વારા લઘુખ જન્મનુ
થન —
૧૨૯. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવે દેવકી દેવીને આ પ્રમાણે કહ્યું
‘હે માતા ! તમે તમારા મનેરથા ફળીભૂત ન થવાને કારણે આ પ્રકારે આત ધ્યાન ન કરો, હું એવા પ્રયત્ન કરીશ કે જેથી મારે એક નાના ભાઈ થશે.' એમ કહી અભિષિત પ્રિય મનેાનુકૂળ વચનાથી દેવકી દેવીને કૃષ્ણવાસુદેવે આશ્વાસન આપ્યું', પછી તેની પાસેથી નીકળી જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા, ત્યાં જઈને પૌષધશાળાની સફાઈ કરી, ઉચ્ચાર-પ્રસવણ ભૂમિની પડિલેહણા કરી, દર્ભાસન પાયું, દુર્ભાસન પાથરી તેના પર બેઠા, બેસીને અષ્ટમ–ભક્તના રવીકાર કર્યાં, સ્વીકાર કરી પૌષધશાળામાં પૌષધવૃતીની જેમ બ્રહ્મચય - પૂર્વક હરિêગમેષી દેવની આરાધના કરવા
લાગ્યા.
૧૩૦, ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવનું અષ્ટમ ભક્ત તપ પૂર્ણ થયું ત્યારે હરિêગમેષી દેવનુ આસન ચલાયમાન થયું-યાવત્ (દિવ્યરૂપધારી ને દેવે તેની સમીપ આવી આકાશમાં ઊભા રહી કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યુ)
‘હે દેવાનુપ્રિય ! (તમે મારું સ્મરણ કર્યું. છે તેથી) હું તરત જ અહીં ઉપસ્થિત થયે છું. બોલા, હું શું કરું ? શું આપું ? તમારો શામનારથ છે ?”
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે આકાશમાં ઊભેલા તે હરિણૈગમેષી દેવને જોઈને બહુ જ હિત થઈ પૌષધ પા” અને હાથ જોડીને મસ્તકે અંજલિ રચીને આ પ્રકારે કહ્યું –
‘હે દેવાનુપ્રિય ! (આપની કૃપાથી) માટે એક સહોદર લઘુભ્રાતાના જન્મ થાય એવી મારી ઈચ્છા છે.’
૧૩૧. ત્યાર પછી તે હરિણૈગમેષી દેવે કૃષ્ણવાસુદેવને આ પ્રકારે કહ્યું-
‘હે દેવાનુદેવ ! દેવલાકથી એક દેવ આયુષ્ય
For Private Personal Use Only
www.jainelibrary.org