________________
૧૪૪
ધર્મકથાનુગ–ચકવતી સામાન્ય : સૂત્ર ૬૧૩
સાર્વભૌમ ચક્રવતી રાજા સગર થયો-વાવ–– પ્રવૃજિત થયો.
હરીષણ ચકવતી– ૬૦૩. સાર્વભૌમ ચક્રવતી રાજા હરિપેણ નેવ્યાશી સો
વર્ષ મહારાજાપદે રહ્યા. - સાર્વભૌમ ચક્રવતી રાજા હરિશેસ સત્તાણું સેથી કંઈ ઓછાં એટલાં વર્ષ ગૃહવાસમાં રહી, પછી મુંડિત થઈ-યાવ-પ્રવૃજિત થયા.
ભરતાદિના શરીરની ઊંચાઈ– ૬૯૪. ચાતુરંત (સાર્વભૌમ) ચક્રવતી રાજા ભરત
પાંચ સો ધનુષ ઊંચા હતા, બાહુબલી અનગાર પણ એટલા જ ઊંચા હતા, એ જ પ્રમાણે આ બ્રાહ્મી અને સુંદરી પણ એટલાં જ ઊંચાં હતાં.
ચાતુરંત ચક્રવતી રાજા સગર સાડા ચાર સે ધનુષ ઊંચા હતા.
ચક્રવતીઓને હાર૬૦૫. બધા ચક્રવતીઓને મહામૂલ્યવાન ચોસઠ
સેરનો મણિ-મુક્તાનો હાર હોય છે,
ચક્રવતીનાં ગામ-પુર–પાટણની સંસ્થા– ૬૦૬. દરેક ચક્રવતીનાં છનું છત્ન કરોડ ગામ હોય છે.
દરેક ચક્રવર્તીનાં બોંતેર હજાર નગર હોય છે. દરેક ચક્રવતીનાં અડતાલીશ હજાર પાટણ હોય છે.
નિધિરત્ન૬૦૭. જંબૂદ્વીપમાં કુલ કેટલાં નિધિરત્નો છે?
ગૌતમ! કુલ ત્રણ સો છ નિધિરત્નો છે.
જંબૂઢીપમાં કેટલા સ નિધિરત્નો પરિભાગમાં આવે છે?
ગૌતમ! જઘન્યપણે છત્રીશ અને ઉત્કૃષ્ટપણે બસે સિત્તેર નિધિરત્નો પરિભોગમાં આવે છે. ૯૮. પ્રત્યેક નિધિરત્ન આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત છે.
અને ઊંચાઈમાં આઠ યોજન પ્રમાણ છે.
પ્રત્યેક મહાનિધિ નવ નવ પોજન પહોળાઈ. વાળા કહ્યા છે.
પ્રત્યેક સાર્વભૌમ ચક્રવતીને નવ મહાનિધિ હોય છે.
ચકવતીનાં ચૌદ રત્ન– ૬૦૯. પ્રત્યેક સાર્વભૌમ ચક્રવતીનાં સાત એકેન્દ્રિય રનો હોય છે, જેમ કે–
૧. ચક્રરત્ન, ૨. છત્રરત્ન, ૩. ચામરરત્ન, ૪. દડરન, ૫. અસિરત્ન, ૬. મણિરત્ન, ૭.
કાણિીરત્ન. ૬૧૦. પ્રત્યેક સાર્વભૌમ ચક્રવતી રાજાનાં સાત પંચેન્દ્રિય રત્નો હોય છે, જેમ કે
૧. સેનાપતિરત્ન, ૨. ગાથાપતિ રત્ન, ૩. વર્ધકિરત્ન, ૪. પુરોહિતરત્ન, ૫. સ્ત્રીરત્ન ૬.
અશ્વરત્ન, ૭. હસતીરત્ન.
પાકિણી રત્નાકૃતિ૬૧૧. પ્રત્યેક ચાતુરંગ ચક્રવતી રાજાનું કાકિણીરત્ન
આઠ સુવર્ણ પ્રમાણ, છ તળ, બાર ખૂણા અને આઠ કણિકાવાળું હોય છે. કાકિણીરત્નનું સંસ્થાન એરણ સમાન હોય છે. જબૂદ્વીપમાં એકેન્દ્રિય રનોની સંખ્યા અને
પરિભાગ– ૬૧૨. હે ભગવંત! જંબુદ્વીપમાં બધાં મળી કેટલા
સો એકેન્દ્રિય રત્નો છે?
ગતમ! બધાં મળી બસો દશ એકેન્દ્રિય રત્નો છે.
હે ભગવંત! જંબુદ્વીપમાં કેટલા સે એકેન્દ્રિય રત્ન પરિભેગમાં આવે છે?
ગૌતમ! જઘન્યપણે અઠયાવીશ અને ઉત્કૃષ્ટપણે બસ દશ એકેન્દ્રિય રત્નો ઉપભોગમાં આવે છે. જબૂદ્વીપમાં પંચેન્દ્રિય રત્નોની સંખ્યા
પરિભેગ૬૧૩. જંબૂઢીપમાં કેટલા સે પંચેન્દ્રિય રત્નો છે?
ગૌતમ! બધા મળી બસો દસ પંચેન્દ્રિય રત્નો છે.
જંબૂઢીપમાં જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે કેટલા સો પંચેન્દ્રિય રત્નોનો ઉપભોગ થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org