________________
૨૪
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ તીર્થમાં નિષધ : સૂત્ર ૮૫
૮૨. ત્યારે કૃષ્ણ વાસુદેવે આ ઈષ્ટ સમાચાર સાંભળી,
હૃષ્ટ તુષ્ટ થઈ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયા ! તમે તરત જ જઈ સુધર્મ સભાની સામુદાનિક ભેરી વગાડે.”
ત્યાર બાદ તે કૌટુંબિકંસેવકો-વાવતુ-આજ્ઞા સ્વીકારી જયાં સુધર્મા સભા હતી ત્યાં આવ્યા, આવીને જોર જોરથી સામુદાનિક ભેરી વગાડવા લાગ્યા. ત્યારબાદ તે સામુદાનિક ભેરીને માટે મોટેથી વગાડાતાં વેંત સમુદ્રવિજય આદિ દશાર, રાણીએ યાવત્ અનંગસેના પ્રમુખ અનેક સહસ્ત્ર ગણિકાઓ અને બીજા ઘણા રાજાઓ, સામંતો યાવતુ સાર્થવાહ વગેરેએ સ્નાનયાવનું કૌતુક મંગળ કર્યું, સર્વ અલંકારોથી શરીર શણગાયું અને પોતપોતાના વૈભવઋદ્ધિપૂર્વક ઠાઠમાઠથી, અનુરૂપ વાહન, હાથી, ધોડા વ૦ પર બેસીને જયાં કૃષ્ણ વાસુદેવ હતા
ત્યાં તેઓ આવ્યા, આવીને હાથ જોડી જ– વિજય શબ્દોથી કૃષ્ણનું અભિવાદન કર્યું.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક સેવકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તરત જ અભિષેક-હસ્તી તથા અન્ય હાથી, ઘોડા, રથોને સજાવાયાવતુ-આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી.
ત્યાર બાદ તે કૃષ્ણ વાસુદેવ સ્નાનગૃહમાં પ્રવેશ્યાયાવત્ અભિષેક હસ્તી પર સવાર થયા, આઠ મંગળ આગળ ચાલવા લાગ્યાં–તેવી રીતે કોણિકના વર્ણન મુજબ સધળું-શ્વેત ચામર વીંઝાવા લાગ્યાં આદિ યાવતુ સમુદ્રવિજય પ્રમુખ દશ દશારો યાવત્ સાર્થવાહો વડે ઘેરાઈને, સર્વ ઋદ્ધિપૂર્વક યાવતુ નાદપૂર્વક, દ્વારાવતી નગરીની વચ્ચોવચ્ચે થઈને..બાકીનું કથન કણિકના વર્ણન પ્રમાણે જાણવું યાવત્ પર્યપાસના કરવા લાગ્યા.
નિષધ દ્વારા શ્રાવકધર્મ-ગ્રહણ ૮૩. ત્યાર પછી ઉત્તમ પ્રાસાદના ઉપરી ભાગમાં રહી
ભોગ ભોગવતા તે નિષધકુમારે તે મોટો જન
કોલાહલ સાંભળ્યો અને જમાલીની જેમયાવતુ-ધર્મોપદેશ સાંભળી, સમજી વંદન નમસ્કાર કર્યા, વંદન નમન કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું. જેવી રીતે-પાવતુ-તેણે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને પાછા ફર્યા. વરદત્ત દ્વારા નિષધના પૂર્વભવની પૃચ્છા અને
અરિષ્ટનેમિ દ્વારા કથન– ૮૪. તે કાળે તે સમયે અહંતુ અરિષ્ટનેમિના અંતે
વાસી વરદત્ત નામક અણગાર ઉદાર–યાવત્ વિહાર કરતા હતા.
ત્યારે તે વરદત્ત અણગારે નિષધને જો, જોઇને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ–પાવતુ અરિષ્ટનેમિ અહંને પર્યું પાસનાપૂર્વક આ પ્રમાણે પૂછયું- હે ભગવંત! આ નિષધકુમાર ઈષ્ટ, ઇષ્ટરૂપ, કાંત, ટાંતરૂપ છે. આવા પ્રકારે પ્રિય, મનોજ્ઞ, મનહર, સોમ, સમરૂપ, પિયદર્શન અને સુરૂપ છે.
હે ભદન્ત ! આ નિષધકુમારને આ આવા પ્રકારની મનુષ્યોચિત ઋદ્ધિ કેવી રીતે મળી ? કેવી રીતે પ્રાપ્ત થઈ?” જેવી રીતે ગૌતમે સૂર્યાભદેવની ત્રાદ્ધિ વિશે [શ્રમણ ભગવાન મહાવીરને પૂછ્યું હતું] તેવી રીતે વિરદત્ત અનગારે અહંનું અરિષ્ટનેમિને] નિષધની અદ્ધિ વિશે પૂછયું.
નિષધનો પૂર્વભવ-વીરાંગદ કુમાર૮૫. [અહંનું અરિષ્ટનેમિએ કહ્યું-1.
હે વરદત્ત! એ આ પ્રમાણે છેતે કાળે સમયે આ જ જંબુદ્વીપ નામે દ્વીપના ભરત ક્ષેત્રમાં ૨હીતક નામે નગર હતું, જે ધન-ધાન્ય આદિથી સમૃદ્ધ હતું [વર્ણન] ત્યાં મેઘવર્ણ નામે ઉદ્યાન હતા. તેમાં મણિદત્ત યક્ષનું યક્ષાયતન હતું. તે રોહીતક નગરમાં મહાબલ નામે રાજા હતો અને તેની પદ્માવતી નામે રાણી હતી. કોઈ એક વખત સુખશૈયા પર સૂતેલી તે રાણીએ સ્વપ્નમાં સિંહને જોયા. ઇત્યાદિ બાળકજન્મનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org