________________
ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ તીર્થ માં ચિત્રસંભૂતીય કથાનક : સૂત્ર ૭૬
અને તેની વસ્તીમાં આપણે નિવાસ કરતા હતા ત્યારે સર્વ લોકો આપણી જુગુપ્સા કરતા હતા, આ લોકમાં પૂર્વકૃત કર્મો [કારણભૂત છે. (૧૯) હે રાજન! અત્યારે તું મહાભાગ્યવાન અને મહધ્ધિક છે તે પુણ્યનું ફળ છે. માટે આ અશાશ્વત ભોગોનો ત્યાગ કરીને ચારિત્ર્યપ્રાપ્તિને અથે અભિનિષ્ક્રમણ કર. (૨૦)
હે રાજન ! આ અશાશ્વત જીવનમાં જેણે પુષ્કળ પુણ્યકર્મો અને ધર્માચરણ કર્યા નથી તે મનુષ્ય મૃત્યુના મુખમાં ગયા પછી પરલોકમાં શોક કરે છે. (૨૧)
જેમ સિંહ મૃગને લઈ જાય તેમ મૃત્યુ મનુષ્યને અંતકાળે લઈ જાય છે. માતા અથવા પિતા અથવા ભાઈ તેના એક અંશનું પણ રક્ષણ કરી શકતાં નથી. (૨૨)
સગાંસંબંધી, મિત્રવર્ગ, પુત્રો અને બાંધવો એના દુ:ખમાં ભાગ પડાવતાં નથી; તે પોતે એકલો જ દુ:ખનો અનુભવ કરે છે. કર્તાની પાછળ જ કર્મ જાય છે. (૨૩).
દ્વિપદ અને ચતુષ્પદ, ક્ષેત્ર અને ગૃહ તથા સર્વ ધનધાન્યનો ત્યાગ કરીને માત્ર પોતાના કર્મ સહિત તે સુન્દર-અસુન્દર પરભવમાં જાય છે. (૨૪)
મૃત્યુ થયા બાદ એ તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળીને ભાર્યા, પુત્રો અને સંબંધીઓ બીજા પાલકની પાસે જાય છે. (૨૫)
જીવિત અવિરામપણે ક્ષય પામતું જાય છે. હે રાજનૂ! જરા મનુષ્યની કાન્તિને હરી લે છે. હે પાંચાલરાજ ! મારું વચન સાંભળ; મહા આરંભવાળાં કાર્યો તું કરીશ નહિ. (૨૬)
બ્રહ્મદરે કરેલું પિતાના નિદાનનું વર્ણન૭૩ હે સાધુ! આ જે વાક્ય બોલો છો તે હું પણ
જાણું છું. આ ભોગો આસક્તિ કરાવનાર હોય છે. પરંતુ હે આર્ય! તે અમારા જેવા મનુષ્પો માટે દુર્જય છે. (૨૭)
હે ચિત્ર ! હસ્તિનાપુરમાં મહર્થિક રાજાને જોઈને કામભોગમાં આસક્ત એવા મેં અશુભ નિયાણું કર્યું હતું. (૨૮)
એ નિયાણાનો મેં ત્યાગ કર્યો નહિ તેનું આ ફળ છે કે ધર્મને જાણવા છતાં હું કામભોગોમાં આસક્ત થયેલો છું. (૨૯)
કળણમાં ખેંચી ગયેલો હાથી કિનારો જોવા છતાં ત્યાં પહોંચતો નથી તેમ કામગમાં આસક્ત થયેલા અમે ભિક્ષુના માર્ગને અનુસરતા નથી. (૩૦)
ચિત્રમુનિએ કરેલ આર્યકર્મને ઉપદેશ ૭૪ હે રાજન્ ! કાળ વીતે છે અને રાત્રિઓ ત્વરા
પૂર્વક ચાલી જાય છે. મનુષ્યોના કામભાગો પણ નિત્ય નથી. ક્ષીણ થયેલા ફળવાળા વૃક્ષને પક્ષીઓ ત્યજીને જાય તેમ ભોગો પણ આવીને પછી પુરુષનો ત્યાગ કરે છે. (૩૧).
હે રાજનૂ! જો તું ભેગનો ત્યાગ કરવા અશક્ત હોય તો આર્યકર્મો કર. ધર્મમાં રહીને સર્વ પ્રાણીઓ પ્રત્યે અનુકંપાવાળા થઈશ, તે અહીંથી ચ્યવીને વૈક્રિય શરીરવાળે દેવ થઈશ. (૩૨)
ભોગોનો ત્યાગ કરવાની તારી ઇચ્છા નથી. આરંભ અને પરિગ્રહોમાં તું આસક્ત થયેલો છે. આટલો પ્રલાપ મેં વૃથા મોહવશ કર્યો. હે રાજન્ ! તારી વિદાય લઈને હું જાઉં છું. (૩૩)
બ્રહ્મદત્તને નરકવાસ– ૭૫ પાંચાલરાજ બ્રહ્મદત્તે પણ તે સાધુનું વચન
માન્યું નહિ અને અનુત્તર કામભોગો ભોગવીને તે અનુત્તર (સપ્તમ) નરકમાં ગયો. (૩૪)
ચિત્રની સિદ્ધિ– ૭૬ અને કામભોગોથી વિરક્ત થયેલા, ઉગ્ર તપ
અને ચારિત્ર્યવાળા મહર્ષિ ચિત્ર પણ અનુત્તર સંયમ પાળીને સિદ્ધગતિમાં ગયા. (૩૫)
એ પ્રમાણે હું કહું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org