________________
ધર્મકથાનગ–અરિષ્ટનેમિ તીર્થમાં ચિત્રસંભૂતીય કથાનક : સૂત્ર ૬૯
તેથી પરાગુલ્મ વિમાનમાંથી ચ્યવીને તે કાંપિલ્યપુરમાં ચલણી રાણીની કૂખે બ્રહ્મદત્ત રૂપે અવતર્યો. (૧)
ચિત્ર પણ પુરિમાલપુરમાં મોટા શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયો, અને ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી (૨)
કાંપિલ્યનગરમાં ચિત્ર-સંભૂતનું આગમન અને પૂર્વભવ કથન– ૬૯ ચિત્ર અને સંભૂત બન્ને કાંપિલ્યનગરમાં
મળ્યા, અને તેઓ સારાં અને નરસાં કર્મોનો ફળવિપાક પરસ્પરને કહેવા લાગ્યા.(૩)
મહર્થિક અને મહાયશ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પોતાના ભાઈને બહુ માનપૂર્વક આ વચન કહ્યું
આપણે બન્ને પરસ્પરને વશ વર્તનારા, પરસ્પરમાં અનુરક્ત અને પરસ્પરના હિતૈષી ભાઈઓ હતા.(૪–૫).
આપણે બન્ને દશાણ દેશમાં દાસ હતા, કાલિંજર પર્વતમાં મૃગ હતા, મૃતગંગાના કિનારે હંસ હતા, કાશીભૂમિમાં ચાંડાલ હતા. (૬)
આપણે બન્ને દેવલોકમાં મહર્થિક દેવે હતા. જેમાં આપણે પરસ્પરથી છૂટા પડયા એવે આ છઠ્ઠો જન્મ છે. (૭)
કર્મફળ ચિન્તા૭૦ હે રાજન્ ! તમે કર્મોનું નિદાન રૂપમાં ચિત્તન
કર્યું હતું. તેના ફળવિપાકથી આપણે વિયોગ પામ્યા હતા. (૮)
સત્ય અને શૌચથી પ્રકટ થતાં કર્મો મેં પૂર્વે કર્યા હતાં તે હું અત્યારે ભોગવું છું. ચિત્રની બાબતમાં પણ શું એમ જ છે? (૯)
મનુષ્યનું સર્વ શુભ કર્મ સફળ થાય છે, કરેલાં કર્મોમાંથી ભોગવ્યા વિના મુક્તિ થતી નથી. આ અર્થ અને કામ દ્વારા મારા આત્માને પુણ્યનું ફળ પ્રાપ્ત થયું છે. (૧૦)
હે સંભૂત! તારી જાતને જેમ તું મહાભાગ્યવાન, મહર્થિક અને પુણ્યફળથી યુક્ત માને છે તે જ પ્રમાણે હે રાજન ! ચિત્રને પણ જાણ. તેની પાસે પણ પુષ્કળ છદ્ધિ અને ઘુતિ રહેલાં છે. (૧૧)
મહાન અર્થવાળી અને અલ્પ શબ્દોવાળી એક ગાથા જનસમૂહોમાં ગવાય છે, ને શીલ અને ગુણયુક્ત ભિક્ષુઓ આમાં પ્રયત્નશીલ
બને છે. તે સાંભળીને હું શ્રમણ થયા. (૧૨) બ્રહ્મદત્તનું ચિત્રને ભેગે ભેગવવા આમંત્રણ– ૭૧ ઉચ્ચ, ઉદય, મધુ, કર્ક અને બા એ મારા
પાંચ રમે મહેલો સુપ્રસિદ્ધ છે. તે ચિત્ર! પાંચાલ દેશની ઉત્તમ વસ્તુઓથી યુક્ત અને ધનથી ભરેલું આ ઘર તું ભોગવ (૧૩)
હે ભિ! નૃત્ય કરતી, ગીત ગાતી અને વાજિંત્રો વગાડતી સ્ત્રીઓથી વીંટાઈને આ ભોગો ભોગવ. એ જ મને ગમે છે. દીક્ષા તે દુ:ખરૂપ જ છે. (૧૪)
ચિત્ર મુનિ દ્વારા કામ-ભોગની નિન્દા૭૨ પૂર્વસ્નેહથી જેના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન
થયો હતો એવા તથા કામના ગુણમાં લુબ્ધ થયેલા તે રાજાને તેના હિતચિંતક તથા ધર્માશ્રિત એવા ચિત્ર મુનિએ નીચે પ્રમાણે વચન કહ્યું. (૧૫)
સર્વ ગીત એ વિલપિત છે, સર્વ નૃત્ય એ વિડંબના છે, સર્વ આભરણો એ ભાર છે, અને સર્વ કામનાઓ દુ:ખદાયક છે (૧૬)
હે રાજન્ ! કામભોગોથી વિરક્ત થયેલા, તપોધન અને શીલગુણોમાં રત એવા ભિક્ષુ
ઓને જે સુખ છે તે સુખ અશાનીઓને જ મનહર લાગે એવા દુ:ખદાયક કામભોગમાં નથી. (૧૭)
હે નરેન્દ્ર! મનુષ્યમાં ચાંડાલ જાતિ અધમ છે, તેમાં આપણે બને જન્મ્યા હતા. બધા જેમને પ્રેમ કરતા હતા એવા આપણે ચાંડાલેના નિવાસમાં રહેતા હતા. (૧૮)
એ પાપજાતિમાં આપણે જન્મ લીધો હતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org