________________
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ ગૌતમ આદિ અણગારે ઃ સૂત્ર ૮૮
વર્ષોનું શ્રામાણ્ય પાળશે, શ્રમણ્ય પાળીને માસિક સંલેખના દ્વારા આત્માની આરાધના કરશે, આત્મારાધના કરીને અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કરશે, જે અર્થ–મોક્ષપ્રાપ્તિ માટે નગ્નભાવ, મુંડભાવ, સ્નાનત્યાગ, દંતશુદ્ધિત્યાગ, છત્રત્યાગ, ઉપાનહ(જોડા) ત્યાગ, ફલકશૈયા(પાટ પર સૂવું'), કાષ્ઠશૈયા, કેશલેચ, બ્રહ્મચર્યવાસ, ભિક્ષાચર્યા માટે ઘર ઘર ફરવું, ઊંચ નીચ અને ગ્રામકંટકો આદિનું સેવન કરવું પડે તે સઘળું તે અર્થે અર્થાત્ મોક્ષપ્રાપ્તિ અર્થે કરશે. આ રીતે આરાધના કરીને ચરમ(અંતિમ) શ્વાસ લઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવતુ સર્વ દુ:ખોનો ક્ષય કરશે.
૬. અરિષ્ટનેમિ-તીર્થમાં ગૌતમાદિ અણુગાર
સંગ્રહણી-ગાથાર્થ૯૮. ૧. ગૌતમ ૨. સમુદ્ર ૩. સાગર ૪. ગંભીર
૫. તિમિત ૬. અચલ ૭. કાંપિલ્ય ૮. અક્ષોભ ૮, પ્રસેનજિત અને ૧૦. વિષ્ણુ.
દ્વારાવતીમાં કૃષ્ણ વાસુદેવ૯૯. તે કાળે તે સમયે દ્વારાવતી(દ્વારકા) નામે
પ્રસિદ્ધ નગરી હતી. તે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી, જેનું નિર્માણ કુબેરે પોતે અત્યંત બુદ્ધિ કૌશલ્યથી કર્યું હતું, જે સુવર્ણના પરકોટાથી તથા ઈન્દ્રનીલ-વૈદૂર્ય પદ્મરાગાદિ-મણિજડિત કાંગરાથી સુસજ્જિત શોભનીય, દર્શનીય હતી, જે કુબેરની નગરી અલકા જેવી જણાતી હતી, જે ક્રીડા પ્રમોદ આદિ સમસ્ત સામગ્રીઓથી પરિપૂર્ણ હોવાથી સાક્ષાત્ દેવલોક જેવી હતી, તે દ્વારાવતી નગરીનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે જોનારનાં મન સહજ જ આનંદિત અને આકર્ષિત થઈ જાય.
તે દ્વારકા નગરીની બહાર ઈશાન કોણમાં રૈવતક નામે પર્વત હતો. તે પર્વત ઉપર નન્દનવન નામે ઉદ્યાન હતું–વન.
તે ઉદ્યાનની બરાબર વચ્ચે સુરપ્રિય નામે જીર્ણ અને પૌરાણિક પુરુષે દ્વારા પ્રસિદ્ધ કરાયેલું યક્ષાયતન હતું, તે એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલું હતું. તે નંદનવનની બરાબર
વચમાં એક કોષ્ઠ અશોકવૃક્ષ હતું. ૧૦૦. આ દ્વારકાનગરીમાં મહાન રાજા કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા-રાજ્ય વન
દ્વારકાનગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશાર તથા બલદેવ આદિ પાંચ મહાવીર, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમાર, શત્રુઓથી કદી પરાજિત ન થાય એવા શબ આદિ સાઠ હજાર દુર્દાત્ત શૂર, મહાસેન આદિ છપ્પન હજાર બળવાન દ્ધાઓ, વીરસેન આદિ એકવીશ હજાર વીર, ઉગ્રસેન આદિ આધીનતામાં રહેવાવાળા સોળહજાર રાજાઓ, રુકિમણી આદિ સોળહજાર રાણીઓ, અનંગસેના આદિ અનેક સહસ્ર ગણિકાઓ તથા સર્વદા આશામાં રહેનારાં બીજાં ઘણાં ઐશ્વર્યશાલી નાગરિકો, નગરરક્ષક, સીમાન્ત રાજાઓ, સેવકો, ધનવાનો, શ્રેષ્ઠિઓ અને સાર્થવાહ હતા. આવી દ્વારાવતી નગરી અને અધ ભરતખંડનું સ્વામિત્વ, આધિપત્ય, માલિકીપણું, પ્રધાનપણું આજ્ઞાધારીપણું અને સેનાપતિપણું કરતા કરતા તે દશ
દશારો રહેતા હતા. ૧૦૧. તે દ્વારકા નગરમાં મહા હિમવાન, મંદર આદિ
પર્વતોના જેવો અચળ અને બળવાન અંધકવૃષ્ણિ નામે રાજા હત–વર્ણન. અંધકવૃષ્ણિ રાજાનો ગૌતમ નામે કુમાર–
તે અંધકવૃણિ રાજાને સ્ત્રીઓનાં સર્વ લક્ષણેથી યુક્ત ધારિણી નામે રાણી હતી. તે ધારિણી રાણી એક વખત જ્યારે પુણ્યશાળીઓને યોગ્ય શસ્યામાં શયન કરી રહી હતી ત્યારે તેણે પોતાના મુખમાં સિંહે પ્રવેશ કર્યો એવું સ્વપ્ન જોયું, અને જાગી ગઈ. જેમ મહાબળના વર્ણનમાં તેમ અહીં પણ સ્વપ્નદર્શન, ફળકથન, જન્મ, બાલ્યકાળ, કળાશિક્ષણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org