________________
ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ તીર્થમાં ચિત્ર-સંભૂતીય કથાનકઃ સત્ર ૬ ૮
મહાસભાને ધર્મકથા કહી; યાત્-સભા પાછી ગઈ.
ત્યારબાદ તે ગંગદત્ત નામે ગૃહપતિ શ્રી મુનિસુવ્રત અરહંત પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હર્ષ તથા સંતાયુકત થઈ ઊભા થયો, ઊભો થઈને મુનિસુવ્રત અહં તને વંદન નમન કરી આ પ્રમાણે બોલ્યા
હે ભગવન્! હું નિગ્રથના પ્રવચનમાં શ્રદ્ધા કરું છું. યાવનુ-આપ જે પ્રમાણે કહો છો તે તેમ જ માનું છું વિશેષ એ કે “હે દેવાનુપ્રિય! મારા મોટા પુત્રને કુટુંબનો મુખ્યભૂત સ્થાપીને આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈ ગૃહવાસને ત્યાગ કરી પ્રવ્રયા લેવા ઇચ્છું છું.'
હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર.”
ગંગદત્તની પ્રવજ્યા અને દેવ૬૫ ત્યારબાદ મુનિસુવ્રત અહંન્તનું કથન
સાંભળી તે ગંગદત્ત નામે ગૃહપતિ હર્ષિત અને સંતુષ્ટ થઈને મુનિસુવ્રત અહંતને વંદન-નમસ્કાર કરે છે. વંદન નમન કરી મુનિસુવ્રત સ્વામી પાસેથી સહસ્સામ્રવન નામના ઉદ્યાનથી નીકળી જે તરફ હસ્તિનાપુર નગર છે અને જયાં પોતાનું ઘર છે ત્યાં આવ્યો. આવીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભજન સામગ્રી તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો સબંધીઓ, પરિજનોને આમંત્રિત કરે છે આમંત્રિત કરીને, સ્નાન કરીને પૂરણ શેઠની જેમ યાવતુ–મોટા પુત્રને કુટુંબના વડા તરીકે સ્થાપી પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન વગેરેને તથા મોટા પુત્રને પૂછી, હજાર પુરુષ વડે ઉપાડી શકાય તેવી શિબિકામાં બેસી, પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન યાવત્ પરિવાર વડે તથા મોટા પુત્ર વડે અનુસરાતો સર્વ ત્રાદ્ધિસહિત યાવતુ
દુભિવાદ્યોના ઘોષપૂર્વક હસ્તિનાપુરની વચ્ચોવચ્ચ નીકળી જે તરફ સહસ્સામ્રવન નામે ઉદ્યાન છે, તે તરફ આવી તીર્થકરના છત્રાદિ
અતિશય જોઈ યાવત્ ઉદાયન રાજાની પેઠેયાવનૂ–પોતાની મેળે જ પોતાનાં ઘરેણાં ઉતાર્યા અને પોતાની જાતે જ પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને જ્યાં મુનિસુવ્રત સ્વામિ છે આદિ ઉદાયન રાજાની પેઠે દીક્ષા લીધી. યાવતુ-તે જ પ્રમાણે તે ગંગદત્ત અણગાર અગિયાર અંગોનું અધ્યયન કરે છે–પાવ-માસિક સંલેખના દ્વારા આત્મામાં રમણ કરે છે આત્માની સેવા કરે છે, કરીને સાઠ ભક્ત-ત્રીસ દિવસ અનશનપણે વિતાવી આલોચનપ્રતિક્રમણ કરી મરણ સમયે સમાધિપૂર્વક મૃત્યુ પ્રાપ્ત કરી તે મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય નામના વિમાનમાં ઉપપાત સભાના દેવશયનીયમાં યાવતુ-ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો.
પછી તે તુરત જ ઉત્પન્ન થયેલા ગંગદત્તદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિ વડે પર્યાપ્તપણાને પામ્યો, યથા-આહારપર્યાપ્તિયાવત્ ભાષા
મન:પર્યાપ્તિ . ૬૬ હે ભગવન્! તે ગંગદત્ત દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે?
હે ગૌતમ! તેની સ્થિતિ સત્તર સાગરોપમની કહી છે.
ગંગદત્તની સિદ્ધિ– ૬૭ હે ભગવન્! તે ગંગદત્ત દેવ આયુક્ષય, ભવક્ષય
અને સ્થિતિક્ષય થયા પછી તે દેવલોકમાંથી આવીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, યાવત્ સર્વ દુ:ખોનો નાશ કરશે. ' હે ભગવન! તે એમ જ છે, હે ભગવન્! તે એમ જ છે.
૪. અરિષ્ટનેમિ-તીર્થમાં ચિત્રસંભૂતીય-કથાનક
બ્રહ્મદત્ત-ચિત્ર-ભૂતનું જન્મસ્થળ૬૮ પોતાની જાતિને કારણે અપમાન પામેલા
સંભૂતે હસ્તિનાપુરમાં નિયાણું કર્યું, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org