________________
૧૨
ધર્મકથાનગ–વિમલ તીર્થ માં મહાબલઃ સૂત્ર ૩૬
જન્મ-મહેસવ– ૩૩. ત્યાર બાદ તે બલ રાજાએ કૌટુંબિક પુરુષને
બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિ ! તમે શીધ્ર હસ્તિનાપુર નગરમાં કેદીઓને મુક્ત કરે, મુક્ત કરીને માન (માપ) અને ઉમાનને (તોલને) વધારે; ત્યાર બાદ હસ્તિનાગપુર નગરની બહાર અને અંદરના બાગમાં છંટકાવ કરે, સાફ કરો, સંમાર્જિત કરો અને લીપો; તેમ કરી અને કરાવીને સહસ્ત્ર ભૂપોની અને સહસ્ત્ર ચક્રોની પૂજા, મહામહિમા અને સત્કાર કરો, એ પ્રમાણે કરી, મારી આ આશા પૂરી કર્યાની જાણ કરો.'
ત્યાર બાદ તે બલ રાજાના કહેવા પ્રમાણે કરી તે કૌટુંબિક પુરુષોએ આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી.
ત્યાર પછી તે બલ રાજા જયાં વ્યાયામશાળા છે ત્યાં આવ્યા, ત્યાં આવીને-ઇત્યાદિ પૂર્વવતુ કહેવું–જાવત્ સ્નાનગૃહથી બહાર નીકળી જકાત રહિત, કર રહિત, પ્રધાન (વિક્રયનો નિષેધ કરેલ હોવાથી) આપવા યોગ્ય વસ્તુ રહિત, માપવા યોગ્ય વસ્તુ રહિત, મય રહિત, સુભટના પ્રવેશ રહિત, દંડ તથા કુદંડ રહિત, (ણમુક્ત કરેલું હોવાથી) અધરિમયુક્ત–દેવા. રહિત, ઉત્તમ ગણિકાઓ અને નાટકકારોથી યુક્ત, અનેક તાલાનુચરો વડે યુક્ત, નિરંતર વાગતાં મૃદગો સહિત, તાજાં પુષ્પોની માલા યુક્ત, પ્રમોદ સહિત અને ક્રીડા યુક્ત એવી સ્થિતિપતિતા-પુત્રજન્મ-મહોત્સવ પુર અને દેશના લોકો સાથે મળીને દસ દિવસ સુધી કરે છે.
મહાબલ નામકરણ અને અન્ય સંસ્કાર૩૫. ત્યાર બાદ તે છોકરાનાં માતાપિતાએ સ્થિતિ
પતિતા-કુલની મર્યાદા પ્રમાણે વિધિ કરી, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનું દર્શન કરાવ્યું, છે દિવસે ધર્મ જાગરણ કર્યું અને અગયારમે દિવસ વીત્યા બાદ અશુચિ જાતકર્મ કરવાનું પુરું થયા પછી બારમા દિવસે પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો તૈયાર કરાવ્યા, અને જેમ શિવ રાજા સંબધે કહ્યું તેમ ક્ષત્રિયોને આમંત્રથા, ત્યાર પછી સ્નાન તથા બલિકર્મ કરી ઇત્યાદિ પૂર્વોક્ત યાવત્ સરકાર અને સન્માન કરી તે જ મિત્ર, જ્ઞાતિ રાજન્ય અને ક્ષત્રિયા સમક્ષ પિતા, પિતામહ અને પિતાના પણ પિતામહથી ઘણા પુરુષની પરંપરાથી વધેલું, કુલને યોગ્ય, કુલને ઉચિત કુલરૂપ સંતાનતંતુને વધારનાર આ આવા પ્રકારનું, ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામ પાડે છે જેથી અમારો આ છોકરો બલ રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છે, માટે તે અમારા આ પુત્રનું નામ મહાબલ’ હો.” ત્યાર બાદ તે છોકરાનાં માતાપિતાએ તેનું “મહાબલ’ એવું નામ પાડ્યું. ૩૬ત્યાર પછી તે મહાબલ નામે પુત્રનું પાંચ
ધાવો વડે પાલન કરાયું. તે પાંચ ધાવો આ પ્રમાણે છે-ક્ષીરધાત્રી, એ પ્રમાણે બધું દઢપ્રતિજ્ઞની પેઠે જાણવું-જાવત્ તે કુમાર વાયુ રહિત અને નિર્ભાધા-અડચણરહિત સ્થાનમાં અત્યંત સુખપૂર્વક વૃદ્ધિ પામે છે.
પછી તે મહાબલનાં માતાપિતાએ જન્મના દિવસથી માંડી અનુક્રમે રિતિપતિત, સૂર્યચંદ્રનું દર્શન, ધર્મ જાગરણ, નામકરણ, ભાંખોડિયાભર ચાલવું, પગે ચાલવું, જમાડવું, કોળિયા વધારવા, બોલાવવું, કાન વીંધાવવા, વર્ષગાંઠ કરવી, ચૂડા-શિખા રખાવવી. ઉપનયન (યજ્ઞોપવીત)-એ બધાં અને એ સિવાય બીજાં ઘણાં ગર્ભાધાન, જમ વગેરે કૌતુકો કર્યા.
૩૪. ત્યાર બાદ દસ દિવસ સુધી સ્થિતિપતિ
ઉત્સવ ચાલતો હતો ત્યારે તે બલ રાજા સો રૂપિયાના, હજાર રૂપિયાના અને લાખ રૂપિયાના ખર્ચવાળા ભાગો, દાનો અને દ્રવના અમુક ભાગોને દેવો અને દેવરાવતો તથા સો રૂપિ. યાના, હજાર રૂપિયાના તથા લાખ રૂપિયાના લાભને મેળવો, મેળવાવત એ પ્રમાણે રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org