________________
ધર્મકથાનુગ–મુનિસુવ્રત તીર્થમાં કાર્તિક શ્રેષ્ટિ આદિનાં કથાનકો : સૂત્ર ૫૧
૧૭
આવ્યો. વિશેષ એ કે, આ સ્થળે આભિયોગિક દેવો પણ હોય છે. યાવતુ–તેણે આવી બત્રીશ પ્રકારનો નાવિધિ દેખાડ્યો; અને તે જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યા ગયા.
શકના પૂર્વભવની પૃચ્છા– ૫૧. હે ભગવન્! એમ કહી ભગવાન ગૌતમે
શ્રમણ ભગવંત મહાવીરને વંદન-ન્નમસ્કાર કરી યાવ-આ પ્રમાણે કહ્યું કે–જેમ તૃતીયશતકમાં ઈશાનેંદ્ર સંબંધે કૂટાગારશાલાનું દષ્ટાંત અને પૂર્વભવનો પ્રશ્ન કર્યો છે તેમ આ સ્થળે યાવતુ-તેને “ઋદ્ધિ અભિમુખ થઈ ત્યાં સુધી બધું સમજવું જોઈએ.
શકને પૂર્વભવ પ્રતિક શ્રેણિ— પર. હે ગૌતમ! એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું કે
હે ગૌતમ!તે કાળે તે સમયે આ જંબૂઢીપના ભારતવર્ષમાં હસ્તિનાપુર નામે નગર હતુંવર્ણન. સહસ્સામ્રવન નામે ઉદ્યાન હતું-વર્ણન.
તે હસ્તિનાપુર નગરમાં ધનિક યાવતુકોઈથી પરાભવ ન પામે એવે, વણિકોમાં પહેલું આસન પ્રાપ્ત કરનાર, એક હજાર અને આઠ વણિકોનાં ઘણાં કાર્યોમાં, કારણમાં અને કુટુંબોમાં યાવતુ-ચક્ષુરૂપ એવા કાર્તિક નામે શેઠ રહેતો હતો. જેમ રાજપનીયસુત્રમાં ચિત્ર સારથિનું વર્ણન કર્યું છે તેમ અહીં બધું વર્ણન કરવું-વળી તે કાર્તિક શેઠ એક હજાર આઠ વણિકોનું અને પોતાના કુટુંબનું
અધિપતિપણું કરતો વાવ-પાલન કરતો રહેતો હતો. તે શ્રમણોપાસક તથા જીવાજીવ તત્ત્વોનો જાણકાર હત-યાવતુ-વિધિપૂર્વક તપકર્મથી આત્માને ભાવિત કરતે રહેતો હતે.
હસ્તિનાપુરમાં મુનિસુવ્રત–આગમન ૫૩. તે કાળે તે સમયે ધર્મના આદિકર-ઇત્યાદિ વન જેમ સોળમાં શતકમાં આવ્યું છે તેવા મુનિસુવ્રત તીર્થકર સમોસર્યા અને વાવ૫ર્ષદાએ પયું પાસના કરી.
ત્યારબાદ કાર્તિક શેઠ ભગવંત આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતુષ્ટ થયોઇત્યાદિ જેમ અગિયારમા શતકમાં કહેવામાં આવ્યું છે એવા સુદર્શન શેઠની પેઠે વાંદવા નીકળ્યા અને વાવતુ-તેણે ભગવંતની પર્યું પાસના કરી–વગેરે બધુ કહેવું.
તે પછી મુનિસુવ્રત અને કાર્તિક શેઠને અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ દીધો પાવતુ પરિષદ પાછી ગઈ.
કાર્તિક પ્રવજ્યા સંક૯૫– ૫૪. ત્યારબાદ કાર્તિકશેઠ, મુનિસુવ્રત અહંત
પાસેથી યાવતુ-ધર્મને સાંભળી, અવધારી, પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ઊભો થયો, ઊઠીને મુનિસુવ્રત અહં તને વંદન નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! તે આ પ્રમાણે છે યાવતુઆપ જે પ્રમાણે કહો છો. પરંતુ હે દેવાનુપ્રિય ! એક હજાર આઠ વણિકોને પૂછી, મોટા પુત્રને કુટુંબને ભાર સોંપી દેવાનુપ્રિય એવા આપની પાસે પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું.'
“હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરે. થાવત્ પ્રતિબંધ-વિલંબ ન કરો.”
ત્યારબાદ કાર્તિક શેઠ યાવતુ-ત્યાંથી નીકળી જ્યાં હસ્તિનાપુર નગર છે અને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવ્યો, પછી તેણે એક હજાર આઠ વણિકોને બોલાવી આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયા ! મેં મુનિસુવ્રત અહંત પાસેથી ધર્મ સાંભળ્યો છે, અને તે ધર્મ મને ઈષ્ટ, વિશેષ ઈષ્ટ અને પ્રિય છે. તથા હે દેવાનુપ્રિયો! તે ધર્મ સાંભળી હું સંસારભયથી ઉદ્વિગ્ન થયો છું યાવ-પ્રવજયા લેવા ઇચ્છું છે. માટે હે દેવાનુપ્રિયા ! તમે શું કરવા ઇચ્છો છો? શી પ્રવૃત્તિ કરવા ધારો છો? તમારા
હદયને શું ઇષ્ટ છે અને તમારું સામર્થ્ય શું છે?” ૫૫. ત્યારબાદ તે એક હજાર આઠ વણિકોએ તે
કાર્તિક શેઠને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org