________________
ધર્મકથાનુગ–વિમલ તીર્થમાં મહાબલઃ સૂત્ર ૪૧
એક હિરણ્યકોટિ, એક એક સુવર્ણકટિ અને મુકુટોમાં ઉત્તમ એક એક મુકુટ આપે છે એ પ્રમાણે પૂર્વોકત સર્વ વસ્તુઓ એક એક આપે છે, યાવતુ એક એક પ્રેષણ કરનારી દાસી તથા બીજું પણ ઘણું હિરણ્ય યાવત્ વહેંચી આપે છે.
ત્યાર પછી તે મહાબલ કુમાર ઉત્તમ પ્રાસાદમાં ઉપર બેસી જમાલિની પેઠે મનુષ્યસંબંધી પાંચ પ્રકારના ભોગો ભોગવતો રહેવા લાગ્યો.
ધર્મઘોષ અનગારનું આગમન૪૧. તે કાળે–તે સમયે વિમલનાથ તીર્થકરના
પ્રપૌત્ર-પ્રશિષ્ય ધર્મઘોષ નામે અનગાર હતા, તે જાતિસંપન્ન હતા-ઇત્યાદિ વર્ણન કેશી સ્વામીની પેઠે જાણવું, યાવત્ તેઓ પાંચસો સાધુના પરિવારની સાથે અનુક્રમે એક ગામથી બીજે ગામ વિહાર કરતા, જ્યાં હસ્તિનાગપુર નામે નગર હતું અને જ્યાં સહસ્સામ્રવન નામે ઉદ્યાન હતું ત્યાં આવે છે, આવીને યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા યાવનું વિહરતા હતા. તે સમયે હસ્તિનાગપુર નગરમાં શૃંગાટક, ત્રિક-(વગેરે માર્ગોમાં ઘણા માણસો પરસ્પર એમ કહે છે ઈત્યાદિ) યાવત્ પરિષદ્ ઉપાસના કરે છે.
મહાબલકુમાર દ્વારા ધર્મશ્રવણ૪૨. ત્યાર બાદ તે મહાબલ કુમાર ઘણા માણસના
શબ્દને, જન-કોલાહલને સાંભળી એ પ્રમાણે થાવત્ જમાલિની પેઠે જાણવું, યાવતુ તે મહાબલ કુમાર કંચુકિ–પુરુષને બોલાવે છે, અને બોલાવીને આ પ્રમાણે કહે છે–
હે દેવાનુપ્રિય! આજ શું હસ્તિનાગપુરમાં ઇન્દ્ર મહોત્સવ છે કે અન્ય કોઈ ઉત્સવ છે?”
ત્યારે તે કંચુકિએ મહાબલ કુમારની આ વાત સાંભળી હૃષ્ટ-તુષ્ટ થઈ બે હાથ જોડીને મહાબલકુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યો અને વધાવીને પછી આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિય! આજ હસ્તિનાગપુરમાં ઇન્દ્રમહ અથવા બીજો કોઈ ઉત્સવ નથી યાવત્ વિમલનાથ અરહિંતના પ્રશિષ્ય ધર્મઘોષ નામે અનગાર હસ્તિનાપુરની બહારના સહસ્રમ્રવન ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા આવી ઊતર્યા છે. એટલે આ અનેક ઉગ્ર, ભોગ-વગેરે—પાવટૂ-નીકળ્યા છે.'
મહાબલ દ્વારા પ્રવજ્યાભિલાષ કથન– ૪૩. ત્યાર બાદ તે મહાબલકુમાર કેશીસ્વામીની
જેમ જ ઉત્તમ રથમાં બેસી વંદનાથે નીકળ્યોતેનું વર્ણન રાજપ્રશીયસૂત્રમાંના કેશીસ્વામીના વર્ણન મુજબ.
મહાબલ કુમાર પણ તે પ્રમાણે માતાપિતાની રજા માગે છે, પરંતુ વિશેષમાં “ધર્મઘોષ અનગારની પાસે દીક્ષા લઈ અગારથી–ગૃહ વાસથકી અનગરિકપણું લેવાને ઇચ્છું છું” એમ કહે છે-ઇત્યાદિ ઉક્તિ અને પ્રયુક્તિ તે પ્રમાણે જમાલિના ચરિતમાં વર્ણવ્યા પ્રમાણે જાણવી. પરન્તુ હે પુત્ર! આ તારી સ્ત્રીઓ, વિપુલ એવા રાજકુલમાં ઉત્પન્ન થયેલી બાલાઓ છે, વળી તે કલાઓમાં કુશળ છે ઇત્યાદિ બધું પૂર્વ પ્રમાણે જાણવું. યાવતું માતાપિતાએ ઇચ્છા વિના તે મહાબલ કુમારને આ પ્રમાણે કહ્યું
હે પુત્ર! અમે એક દિવસ પણ તારી રાજયલમીને જવા ઈચ્છીએ છીએ.'
ત્યારે તે મહાબલકુમાર માતાપિતાના વચનને અનુસરીને ચૂપ રહ્યો. ૪૪. પછી તે બલ રાજાએ કૌટુંબિક પુરુષને
બોલાવ્યા-ઇત્યાદિ શિવભદ્રની પેઠે રાજ્યાભિષેક જાણો–પાવતુ રાજ્યાભિષેક કર્યો અને હાથ જોડીને મહાબલકુમારને જય અને વિજય વડે વધાવી યાવત્ આ પ્રમાણે કહ્યું
હે પુત્ર ! કહે કે તને શું દઈએ? તને શું આપીએ ?' ઇત્યાદિ બાકીનું બધું જમાલિની પેઠે જાણવું, યાવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org