________________
ધર્મ કથાનુગ–વિમલ તીર્થમાં મહાબલ : સત્ર ૨૮
પાઠકો પૂર્વે ગોઠવેલાં ભદ્રાસનો પર બેઠા. ત્યાર પછી તે બલ રાજાએ પ્રભાવતી દેવીને જવનિકાની અંદર બેસાડી ત્યાર બાદ પુષ્પ અને ફળથી પરિપૂર્ણ હસ્તવાળા તે બલ રાજાએ અતિશય વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિમો ! એ પ્રમાણે ખરેખર આજે પ્રભાવતી દેવી તે તેવા પ્રકારના વાસગૃહમાં–થાવતુ-સ્વપ્નમાં સિંહને જોઈને જાગેલી છે, તે હે દેવાનુપ્રિો ! આ ઉદાર એવા સ્વપ્નનુંવાવ-બીજું કયું કલ્યાણરૂપ ફળ અને વૃત્તવિશેષ થશે ? ત્યાર પછી તે સ્વપ્ન લક્ષણપાઠકો બલ રાજાની પાસેથી એ વાત સાંભળી તથા અવધારી, હૃષ્ટ અને સંતુષ્ટ થઈ તે સ્વપ્નસંબધે સામાન્ય વિચાર કર્યો, સામાન્ય વિચાર કરી તેનો વિશેષ વિચાર કર્યો, અને પછી તે સ્વપ્નના અર્થનો નિશ્ચય કર્યો, અને ત્યાર બાદ તેઓએ પરસ્પર વિચારણા કરી. ત્યાર પછી તે સ્વપ્નના અર્થને સ્વયં જાણી, બીજા પાસેથી ગ્રહણ કરી તે સંબંધી શંકાને પૂછી, અર્થનો નિશ્ચય કરી અને સ્વપ્નના અર્થને અવગત કરી બલ રાજાની આગળ સ્વપનશાસ્ત્રોનો ઉચ્ચાર કરતાં તેઓએ આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે ખરેખર અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સામાન્ય સ્વને, અને ત્રીશ મહાસ્વપ્નો મળીને કુલ બોંતેર જાતનાં સ્વપ્નો કહેલાં છે. તેમાં હે દેવાનુપ્રય! તીર્થકરની માતાઓ કે ચક્રવતીની માતાઓ જ્યારે તીર્થકર કે ચક્રવતી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીશ મહા મહાસ્વપ્નોમાંથી આ ચૌદ સ્વનોને જોઈને જાગે છે, તે ચૌદ સ્વનો આ પ્રમાણે-“૧. હાથી ૨. બળદ ૩. સિંહ ૪. લક્ષ્મીનો અભિષેક પ. પુષ્પમાળા ૬. ચંદ્ર ૭. સૂર્ય ૮. ધ્વજા ૯. કુંભ ૧૦. પાસરોવર ૧૧. સમુદ્ર ૧૨. વિમાન અથવા ભવન ૧૩. રત્નનો ઢગલો અને ૧૪. અગ્નિ” વળી વાસુદેવની માતાઓ જયારે વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નોમાંનાં કોઈ પણ સાત
મહાસ્વપ્નો જોઈને જાગે છે. તથા બલદેવની માતાઓ જ્યારે બલદેવ ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈ પણ ચાર મહાસ્વપ્નો જોઈને લાગે છે. માંડલિક રાજાની માતાઓ જયારે માંડલિક રાજા ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે એ ચૌદ મહાસ્વપ્ન માંના કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાગે છે. તે હે દેવાનુપ્રિય ! આ પ્રભાવની દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે.-વાવ-આરોગ્ય, તુષ્ટિ, યાવતું મંગલ કરનાર વન જોયું છે. તેથી હે દેવાનુપ્રિય ! તમને અર્થલાભ થશે, ભગલાભ થશે, પુત્રલાભ થશે અને રાજ્યલાભ થશે, તથા હે દેવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર પ્રભાવતી દેવી નવ માસ સંપૂર્ણ થયા પછી અને સાડા સાત દિવસ વીત્યા પછી તમારા કુલમાં વ્રજ સમાન
એવા યાવત્ પુત્રને જન્મ આપશે, અને તે પુત્ર પણ બાલ્યાવસ્થા મૂકી મોટો થશે ત્યારે તે યાવતુ રાજ્યને પતિ રાજા થશે, અથવા ભાવિ. તામાં સાધુ થશે.
તેથી હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે-વાવ-આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુષ તથા કલ્યાણ કરનાર સ્વપ્ન જોયું છે. બલ રાજા દ્વારા પુનઃ પ્રભાવતીને સ્વપ્નફળ
કથન– ૨૮, ત્યાર બાદ તે બલરાજા સ્વMલક્ષણપાઠક
પાસેથી એ વાતને સાંભળી અને અવધારી હર્ષિત અને સંતુષ્ટ થયો, અને હાથ જોડી લાવતુ તેણે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! આ એ પ્રમાણે છે કે થાવત્ જે તમે કહો છો'. એમ કહી તે સ્વપ્નોનો સારી રીતે સ્વીકાર કર્યો. ત્યાર બાદ સ્વપ્નલક્ષણપાઠકોનો પુષ્કળ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા અને અલકારો વડે સત્કાર કર્યો, સન્માન કર્યું, તેમ કરીને જીવિકાને ઉચિત ઘણું પ્રીતિદાન આપ્યું; અને પ્રીતિદાન આપીને તે સ્વપ્નલક્ષણપાઠકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org