________________
ધર્મકથાનુયોગ–વિમલ તીર્થમાં મહાબલ : સૂત્ર ૨૪
તેણે બલ રાજાને જગાડયો. ત્યાર બાદ તે બલ રાજાની અનુમતિથી વિચિત્ર મણિ અને રત્નોની રચના વડે શોભતા ભદ્રાસનમાં બેઠી. સુખાસનમાં બેઠેલી સ્વસ્થ અને શાન થયેલી તે પ્રભાવતી દેવીએ ઇષ્ટ, પ્રિય, મધુર વાણીથી બોલતાં બોલતાં આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર મેં આજે તેવા પ્રકારની અને તકિયાવાળી શયામાં સૂતાં જાગતાં] ઇત્યાદિ પૂર્વોક્ત જાણવું યાવ––મારા પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઈને જાગી. તો હે દેવાનુ પ્રિય! એ ઉદાર–યાવર્તુ–મહાસ્વપ્નનું બીજું શું કલ્યાણકારક ફળ અથવા વૃત્તિવિશેષ થશે?
બલ રાજા દ્વારા સ્વપ્નફળ–કથન– ૨૨, ત્યાર પછી તે બલ રાજા પ્રભાવતી દેવી પાસેથી
આ વાત સાંભળી, અવધારી, હર્ષિત, તુષ્ટ થાવત્ આહલાદયુક્ત હૃદયવાળો થયો, મેધની ધારાથી વિકસિત થયેલા સુગંધિત કદંબ પુપની પેઠે જેનું શરીર રોમાંચિત થયેલું છે અને જેની રોમરાજી ઊભી થયેલી છે, એવા બલરાજએ તે સ્વપ્નનો અવગ્રહ (સામાન્ય વિચાર) કર્યો, પછી તે સ્વપ્ન સંબંધી ઈહા (વિશેષ વિચાર) કર્યો. તેમ કરીને પોતાના સ્વાભાવિક, મતિપૂર્વક બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નના ફળનો નિશ્ચય કર્યો. પછી ઇષ્ટ, કાંત-પાવનું મંગલયુક્ત, તથા મિત, મધુર અને શોભાયુક્ત વાણીથી સંલાપ કરતા કરતા તે બલ રાજાએ આ પ્રમાણે કહ્યું –
દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, હે દેવી! તમે કલ્યાણકારક સ્વપ્ન જોયું છે–પાવતુ-હે દેવી! તમે શોભાયુક્ત સ્વપ્ન જોયું છે, તથા હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુષ, કલ્યાણ અને મંગલકારક સ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિયે! તેથી અર્થને લાભ થશે. હે દેવાનુપ્રિયે! ભોગનો લાભ થશે. હે દેવાનુપ્રિયે ! પુત્રને લાભ થશે. હે દેવાનુપ્રિયે! રાજ્યનો લાભ થશે. હે દેવાનુપ્રિયે! ખરેખર તમે નવ માસ
સંપૂર્ણ થયા બાદ સાડા સાત દિવસ વીત્યા પછી આપણા કુળમાં ધ્વજ સમાન, કુળમાં દીવા સમાન, કળમાં પર્વત સમાન, કુળમાં શેખર સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ કરનાર, કુળને આનંદ આપનાર, કુળનો જશ કરનાર, કુળના આધારભૂત, કુળમાં વૃક્ષ સમાન, કુળની વૃદ્ધિ કરનાર, સુકુમાલ હાથપગવાળા, ખોડરહિત અને સંપૂર્ણ પંચેન્દ્રિયયુક્ત શરીરવાળા યાવત્ ચંદ્રસમાન સૌમ્ય આકારવાળા, પ્રિય, જેનું દર્શન પ્રિય છે એવા, સુંદર રૂપવાળા, અને દેવકુમાર જેવી કાંતિવાળા
પુત્રને જન્મ આપશો. ૨૩. અને તે બાળક પોતાનો બાલ્યકાળ વટાવી,
વિજ્ઞ અને પરિણત-મોટો થઈને યુવાવસ્થાને પામી શૂર, વીર, પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બળ તથા વાહનવાળો, રાજ્યનો સ્વામી રાજા થશે. હે દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયું છે, હે દેવી! તમે આરોગ્ય, તુષ્ટિ અને ભાવતુ. મંગલકારક સ્વપ્ન જોયું છે એમ કહી તે બલ રાજાએ ઇષ્ટ–પાવત્ મધુર વાણીથી પ્રભાવતી દેવીની બીજી વાર અને ત્રીજી વાર
એ પ્રમાણે પ્રશંસા કરી, ૨૪. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી બલ રાજાની
પાસેથી એ પૂર્વોક્ત વાત સાંભળીને, અવધારીને, હર્ષાવાળી અને સંતુષ્ટ થઈ હાથ જોડી આ પ્રમાણે બોલી–હે દેવાનુપ્રિય! તમે જે કહો છો તે એ જ પ્રમાણે છે. હે દેવાનુપ્રિય! તે જ પ્રમાણે છે. હે દેવાનુપ્રિય! એ સત્ય છે. હે દેવાનુપ્રિય! એ સંદેહરહિત છે. હે દેવાનુપ્રિય મને ઈચ્છિત છે. હે દેવાનુપ્રિય ! એ મેં સ્વીકારેલું છે, હે દેવાનુપ્રિય! એ મને ઈચ્છિત અને સ્વીકૃત છે એમ કહી સ્વપ્નનો સારી રીતે સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને બલ રાજાની
અનુમતિથી અનેક જાતના મણિ અને રત્નની રચના વડે વિચિત્ર એવા ભદ્રાસનથી ઊઠી, ઊઠીને વરા વિના ચપલતારહિત-યાવનું ગતિ વડે [તે પ્રભાવતી દેવી] જયાં પોતાની શય્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org