________________
ધ થાનુયોગ~વિમલ તીમાં મહાબલઃ સૂત્ર ૧૮
૧૮. હે ભગવાન ! એમ શા હેતુથી કહો છો કે પલ્ભાપમ અને સાગરોપમના યાવત્ અપચય થાય છે?
ભગવાન ! મહાવીર દ્વારા સુદર્શન શેઠના પૂર્વભવના વર્ણનમાં મહાખલકથા-થન૧૯. હે સુદર્શન ! એ પ્રમાણે ખરેખર તે કાળે, તે સમયે હસ્તિનાગપુર નામે નગર હતું. વન.
તે હસ્તિનાગપુર નગરમાં બલ નામે રાજા હતા. વન. તે અલ રાજાને પ્રભાવતી નામે રાણી હતી. તેના હાથપગ સુકુમાલ હતાઇત્યાદિ વર્ણન જાણવું યાવત્ તે વિહરતી હતી. પ્રભાવતીદેવીને સ્વપ્નમાં સિંહુશેન--- ૨૦. ત્યાર બાદ અન્ય કોઈ પણ દિવસે તેવા પ્રકારના, અ`દર ચિત્રવાળા, બહારથી ધાળેલા, ધસેલા અને સુંવાળા કરેલા, જેના ઉપરના ભાગ વિવિધ ચિત્રયુક્ત અને નીચેના ભાગ સુશાભિત છે એવા, મણિ અને રત્નના પ્રકાશથી અંધકાર રહિત, બહુ સમાન અને સુવિભક્ત ભાગવાળા, પાંચ વર્ષોંના સરસ અને સુગંધી પુષ્પપુંજના ઉપચાર વડે યુક્ત, ઉત્તમ કાલાગુરુ, કુન્નુરુક અને તુરુષ્ક(શિલા રસ)ના ધૂપથી ચાતરફ ફેલાયેલા સુગંધના ઉદ્ભવથી સુંદર, સુગંધિત પદાર્થોથી સુવાસિત થયેલા, સુગધિત દ્રવ્યની ગુટિકા જેવા તે વાસઘરમાં તકિયાસહિત માથે અને પગે આશીકાવાળી, બંને બાજુએ ઊંચીં, વચમાં નમેલી અને વિશાલ, ગંગાના કિનારાની રેતીના અવદાલ સરખી (અત્યંત કોમળ), ભરેલા ૌમિક–રેશમી દુકૂલના પટ્ટથી આચ્છાદિત, રજસ્ત્રાણથી(ઊડતી ધૂળને અટકાવનાર વસ્ત્રથી) ઢંકાયેલી, રક્તાંશુક (મચ્છરદાની) સહિત, સુરમ્ય, આજિનક (એક જાતનું ચામડાનુ કોમળ વસ્ત્ર), રૂ, બરુ, માખણ અને આકડાના રૂના સમાન સ્પવાળી, સુગધિત ઉત્તમ પુષ્પા, ચૂર્ણ, અને બીજા શયનાપચારથી યુક્ત એવી શય્યામાં કંઈક સૂતી અને જાગતી નિદ્રા લેતી લેતી પ્રભાવતી દેવી અધરાત્રીના
Jain Education International
સમયે આ એવા પ્રકારનું ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મૉંગલકારક અને શાભાયુક્ત મહાસ્વપ્ન જોઈને જાગી.
માતીના હાર, રજત, ક્ષીરસમુદ્ર, ચંદ્રના કિરણ, પાણીના બિંદુ અને રૂપાના માટા પર્વત જેવા ધેાળા, વિશાલ, રમણીય અને દર્શનીય, સ્થિર અને સુંદર પ્રકોષ્ટવાળા, ગાળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, અને તીક્ષ્ણ દાઢા વડે ફાડેલા મુખવાળા, સૌંસ્કારિત ઉત્તમ કમળના જેવા કોમળ, પ્રમાણયુક્ત અને અન્યન્ત સુશાભિત ઓષ્ઠવાળા, રાતા કમળના પત્રની જેમ અત્ય ́ત કોમળ તાળુ અને જીભવાળા, મુષામાં રહેલા અગ્નિથી તપાવેલ અને આવત કરતા ઉત્તમ સુવર્ણના સમાન વણવાળી ગાળ અને વીજળીના જેવી નિર્મળ આંખવાળા, વિશાળ અને પુષ્ટ જ ધાવાળા, સંપૂર્ણ અને વિપુલ સ્કંધવાળા, કમળ, વિશદ(સ્પ), સૂક્ષ્મ અને પ્રશસ્ત લક્ષણવાળી વિસ્તીર્ણ કેશવાળીની છટાથી સુશોભિત, ઊંચા કરેલા, સારી રીતે નીચે નમાવેલા, સુંદર અને પૃથ્વી ઉપર પછાડેલ પૂછડાથી યુક્ત, સૌમ્ય આકારવાળા, લીલા કરતા, બગાસાં ખાતા અને આકાશ થકી ઊતરી પાતાના મુખમાં પ્રવેશ કરતા સિંહને સ્વપ્નમાં જોઈ તે પ્રભાવતી દેવી જાગી.
૨૧. ત્યાર બાદ તે પ્રભાવતી દેવી . આ આવા
પ્રકારના ઉદાર–યાવત્–શાભાવાળા મહાસ્વપ્નને જોઈને જાગી અને હિત તથા સંતુષ્ટ હૃદયવાળી થઈ—યાવર્તુ-મેઘની ધારથી વિકસિત થયેલા કદંબના પુષ્પની પેઠે રોમાંચિત થયેલી [પ્રભાવતી દેવી] તે સ્વપ્નનું સ્મરણ કરે છે, અને સ્મરણ કરીને પાતાના શયનથી ઊઠી સ્વરાવિનાની, ચપલતા રહિત, સંભ્રમવિના, વિલ`બરહિતપણે, રાજહંસમાન ગતિવડે જ્યાં બલરાજાનુ' શયનગૃહ છે ત્યાં આવી, આવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનગમતી, ઉદાર, કલ્યાણકારી, શિવ, ધન્ય, મગલ, સૌન્દર્યયુક્ત, મિત, મધુર અને મ ંજુલ–કામળ વાણીવડે બાલતી
For Private Personal Use Only
www.jainelibrary.org