________________
૧. વિમલ તીર્થમાં મહાબલ વાણિજ્યગ્રામમાં ભગવાન મહાવીરનું આગમન૧. તે કાળે તે સમયે વાણિજયગ્રામ નામે નગર હતું વર્ણન. દૂતિપલાશક ચૈત્ય હતું. વર્ણન. યાવત્ પૃથિવીશિલાપટ્ટ હતો.
તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામે શેઠ રહેતો હતો, તે આઢય-ધનિક, યાવત્ અપરિભૂત-કોઈથી પરાભવ ન પામે તેવો, જીવાજીવ તત્વનો જાણનાર શ્રમણોપાસક હતો. યાવ-વિધિપૂર્વક ગ્રહણ કરેલ તપકર્મથી
આત્માને ભાવિત કરતાં રહેતો હતો. ૨. ત્યાં મહાવીર સ્વામી સમવસર્યા. યાવત્ પર્ષદુ
જન-સમુદાય પયું પાસના કરે છે.
સુદર્શન શેઠ દ્વારા ધર્મશ્રવણ૩. ત્યાર બાદ મહાવીર સ્વામી આવવાની આ વાત સાંભળી સુદર્શન શેઠ હર્ષિત અને સંતુષ્ટ થશે, અને સ્નાન કરી, બલિકર્મ યાવતુ મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી, સર્વ અલંકારથી વિભૂષિત થઈ, પોતાના ઘેરથી બહાર નીકળ્યો, બહાર નીકળીને માથે ધારણ કરાતા કોરેટકપુષ્પની માળાવાળા છત્ર સહિત, પગે ચાલીને, ઘણા મનુષ્યોના સમુદાયરૂપ બન્ધનથી ઘેરાયેલો તે સુદર્શન શેઠ વાણિજયગ્રામ નગરની વચ્ચોવચ થઈને નીકળ્યા, નીકળીને જયાં દૂતિપલાશ રૌય છે, અને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમ વડે ગયો, તે અભિગમો આ પ્રમાણે છે-“૧ સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કર-ઇત્યાદિ જેમ ઋષભદત્તના પ્રકરણમાં કહ્યું છે તેમ અહીં જાણવું–થાવત્ તે સુદર્શન શેઠ ત્રણ પ્રકારની પર્યું પાસના વડે
પર્યું પાસના કરવા લાગ્યો. ૪. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે સુદર્શન
શેઠને અને વિશાળ મહાસભાને ધર્મકથા કહીથાવત્ તે શેઠ આરાધક બન્યો.
સુદર્શન શેઠ દ્વારા કાળવિષયક પુછાપ. ત્યાર પછી સુદર્શન શેઠે શ્રમણ ભગવંત
મહાવીર પાસેથી ધર્મ સાંભળી અને અવધારી હર્ષિત અને સંતુષ્ટ થઈ ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી,
થાવત્ નમસ્કાર કરી તેણે આ પ્રમાણે પૂછયું૬. હે ભગવાન! કાળ કેટલા પ્રકારનો કહ્યો છે? હે સુદર્શન ! કાળ ચાર પ્રકારને કહ્યો છે, તે આ પ્રમાણે–૧ પ્રમાણકાળ, ૨ યથાયુનિવૃત્તિકાળ, ૩ મરણકાળ અને ૪ અદ્ધાકાળ. ૭. હે ભગવન્! પ્રમાણકાળ કેટલા પ્રકારે છે?
પ્રમાણકાળ બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે ૧. દિવસ પ્રમાણકાળ અને ૨. રાત્રીપ્રમાણમાલ, અર્થાત્ ચાર પૌરુષીનો-પ્રહરનો દિવસ થાય છે, અને ચાર પૌરૂષીની રાત્રી થાય છે.
અને ઉત્કૃષ્ટ-મોટામાં મોટી સાડા ચાર મુહૂર્તની પૌરુષી દિવસની, અને રાત્રીની થાય છે. તથા
જઘન્ય નાનામાં નાની પૌરૂષી દિવસ અને રાત્રીની ત્રણ મુહૂર્તની થાય છે. ૮. હે ભગવન્! જ્યારે દિવસે કે રાત્રીએ સાડા
ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે ત્યારે તે મુહુર્તના કેટલા ભાગ ઘટતી ઘટતી દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી થાય?
અને જ્યારે દિવસે કે રાત્રીએ ત્રણ મુહૂર્તની નાનામાં નાની પૌરૂષી હોય છે ત્યારે તે મુહૂર્તના કેટલા ભાગ વધતી વધતી દિવસ અને રાત્રીની સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી થાય?
હે સુદર્શન! જ્યારે દિવસે અને રાત્રીએ સાડાચાર મુહુર્તની ઉત્કૃષ્ટ પૌરુશી હોય છે ત્યારે તે મુહૂર્તના એકસો બાવીશમા ભાગ જેટલી ઘટતી ઘટતી દિવસ અને રાત્રીની જઘન્ય ત્રણ મુહૂર્તની પૌરુષી થાય છે.
અને જ્યારે દિવસે અને રાત્રીએ ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુબી હોય છે ત્યારે મુહૂર્તના એકસે બાવીશમાં ભાગ જેટલી વધતી વધતી દિવસે અને રાત્રીએ સાડાચર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરૂષી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org