________________
ધર્મકથાનગ–વિમલ તીર્થમાં મહાબલ : સૂત્ર ૨૫
છે, ત્યાં આવી, શા ઉપર બેઠી, બેસીને તેણે આ પ્રમાણે કહ્યું–‘આ મારું ઉત્તમ, પ્રધાન અને મંગલરૂપ સ્વપ્ન બીજાં પાપ-સ્વપ્નથી ન હણાઓ, એમ કહીને તે પ્રભાવતી દેવી દેવ અને ગુરુ સંબંધી, પ્રશસ્ત, મંગળરૂપ અને ધાર્મિક કથાઓ વડે સ્વન-જાગરણ કરતી કરતી રહી.
-પાઠકે દ્વારા સ્વપ્નફળ–કથન– ૨૫. ત્યાર બાદ તે બલ રાજાએ કૌટુંબિક પુરુષને
બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આજે તને તરત જ બહારની ઉપસ્થાનશાલાને સવિશેષપણે ગંદક વડે છાંટી, વાળી અને છાણથી લીંપીને સાફ કરો તથા સુગંધી અને ઉત્તમ પાંચ વર્ણનાં પુષ્પોથી શણગારો, વળી ઉત્તમ કાલાગુરુ અને કુદરુના ધૂપથી-પાવતુગંધવર્તિભૂત-સુગંધી ગુટિકા સમાન કરો, કરાવો અને ત્યાર પછી ત્યાં સિંહાસન મુકાવો અને પછી મારી આજ્ઞા પૂરી કર્યાની મને પણ કરો.'
ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષએ-પાવતુ આશાનો સ્વીકાર કરી તુરત જ સવિશેષપણે બહારની ઉપસ્થાન-શાળાને સાફ કરીને યાવત્
આશા પૂરી કર્યાની જાણ કરી. ૨૬. ત્યાર બાદ તે બલ રાજા પ્રાત:કાળ સમયે પોતાની
શયામાંથી ઊઠીને પાદપીઠથી ઊતરી જ્યાં વ્યાયામ-શાળા છે ત્યાં આવ્યો, આવીને વ્યાયામ-શાળામાં પ્રવેશ કર્યો ત્યાર પછી તે સ્નાનગૃહમાં ગયો-વ્યાયામશાળા અને સ્નાનગૃહનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું-યાવત્ ચંદ્રની પેઠે જેનું દર્શન પ્રિય છે એવે તે બલ નરપતિ નાનગૃહથી બહાર નીકળ્યા, બહાર નીકળીને જયાં બહારની ઉપસ્થાનશાળા છે ત્યાં આવ્યા ત્યાં આવીને પૂર્વદિશાભિમુખ થઈને ઉત્તમ સિંહાસન પર બેઠો. ત્યાર બાદ પોતાનાથી ઉત્તર પૂર્વ દિશામાં ઈશાન કોણમાં ધોળા વસ્ત્રથી આચ્છાદિત અને સરસવ વડે જેનો મંગલોપચાર કરેલો છે
એવાં આઠ ભદ્રાસનો મુકાવ્યાં. ત્યાર બાદ પોતાનાથી થોડે દૂર અનેક પ્રકારના મણિ અને
નથી સુશોભિત અધિક દર્શનીય, કીમની, મોટા શહેરમાં બનેલી સૂક્ષ્મ સૂતરના સેંકડો કારીગરીવાળા વિચિત્ર નાણાવાળી તથા ઈહામગ અને બળદ વગેરેની કારીગરીથી વિચિત્ર એવી અંદરની જવનિકાને (પડદાને) ખસેડી, ખસેડીને (જવનિકાની અંદર) અનેક પ્રકારના મણિ અને રત્નોની રચના વડે વિચિત્ર ગાદી અને કોમળ તકિયાઓથી ઢંકાયેલું, શ્વેત વસ્ત્ર વડે આચ્છાદિત, શરીરને સુખકર સ્પર્શવાળું તથા સુકોમળ એવું એક ભદ્રાસન પ્રભાવતીદેવી માટે મૂકાવ્યું. ત્યાર પછી તે બલ રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવી આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર જાઓ અને અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થને ધારણ કરનારા અને વિવિધ શાસ્ત્રમાં કુશળ એવા સ્વપ્નના લક્ષણ-પાઠકોને બોલાવો. ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષે-પાવતુ આજ્ઞાને સ્વીકાર કરીને બલ રાજાની પાસેથી નીકળ્યા, નીકળીને સત્વર, ચપળપણે, ઝપાટાબંધ અને વેગ સહિત હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ જયાં રવપ્નલક્ષણપાઠકોનાં ઘરો છે, ત્યાં જઈને સગ્નલક્ષણપાઠકોને બોલાવ્યા, જયારે તે બલ રાજાના કૌટુંબિક પુરુષોએ તે સ્વપ્નપાઠકોને બોલાવ્યા ત્યારે તેઓ પ્રસન્ન થયા, તુષ્ટ થયા અને સ્નાન કરી બલિક કરી યાવત્ શરીરને અલંકૃત કરી, મસ્તકે સર્ષપ અને લીલી ધરોનું મંગલ કરી પોતપોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને હસ્તીનાગપુર નગરની વચ્ચે થઈ જયાં બલ રાજાનું ઉત્તમ મહાલય હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રેષ્ઠ મહાલયના દ્વાર પાસે તે સ્વપ્ન પાઠકો એકઠા થયા, એકઠા થઈને જ્યાં બહારની ઉપસ્થાનશાલા છે ત્યાં આવ્યા, ત્યાં આવી હાથ જોડી બલરાજાને જય અને વિજયથી વધાવ્યો. ૨૭. ત્યાર બાદ તે બલ રાજા દ્વારા વંદિત, પૂજિત,
કારિત અને સન્માનિત તે સ્વલક્ષણ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org