________________
ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી-ચરિત્ર: સૂત્ર પ૪૦
૧૨૭
પ૪૦. ત્યારબાદ તે મેઘમુખ નાગકુમાર દવેએ આવાડ કિરાતોને આ પ્રમાણે કહ્યું
દેવાનુપ્રિયા ! આ તે ભરત નામે રાજા છે જે ચારે દિશાનો ચક્રવતી સમ્રાટ અને મહાદ્ધિવાન, મહાદ્યુતિવાન-યાવતુ-મહાસુખસંપન્ન છે. કોઈ દેવ વડે, દાનવ વડે, કિં પુરુષ વડે, મહારગ વડે કે ગંધર્વ વડે, શસ્ત્રપ્રયોગથી, અગ્નિપ્રોગથી, કે મંત્રપ્રયોગથી હેરાન કરી શકાય કે પાછો હટાવી શકાય તેવો નથી. તો પણ તમને રાજી કરવા અને તે ભરત રાજાને ઉપસર્ગ કરીશું.'
એમ કરી તેઓ આવાડ કિરાતો પાસેથી નીકળ્યા, નીકળીને દૂર જઈ વૈક્રિયસમુદ્ધાત કર્યો, વૈક્રિય સમુદ્ધાત કરી મેઘસેનાની વિકુવણા કરી, મેઘસેના વિકુવીને જ્યાં ભરત રાજાની વિજયછાવણી હતી ત્યાં આવ્યા, આવીને વિજયછાવણી પર તત્કાળ તડતડ અવાજ કરતા વીજળી ચમકાવવા લાગ્યા, વીજળી ચમકાવીને તરત જ ગાડાની ધૂંસરી અને મુશળ જેવી ધારાઓથી વરસાદ વરસાવવા લાગ્યા, સાત રાત સુધી આવી મેઘધારા વરસાવવા લાગ્યા.
ભરત દ્વારા છત્રરત્નનું વિસ્તરણ– ૫૪૧, ત્યાર બાદ તે ભરત રાજાએ વિજયછાવણી
પર સાત રાત સુધી મુશળધાર વરસાદ વરસાવતા મેઘમંડળને જોયું, જોઈને તેણે ચર્મરત્નને સ્પર્શ કર્યો. ત્યારે તે ચર્મરને શ્રીવત્સ ચિહ્ન જેવો આકાર ધારણ કર્યો–અહીં વેઢ છંદ મુજબનું વર્ણન યાવન્તે બીર યોજનથી અધિક વિસ્તાર સુધી તિરછું ફેલાઈ ગયું.
ત્યાર પછી ભારત રાજા સસૈન્ય, છાવણી સાથે ચર્મરત્ન પર ચડી ગયો, ચડીને દિવ્ય છત્રરત્નને સ્પર્શ કર્યો.
તે છત્રરત્ન નવાણું હજાર સેનાના સળિયાથી સુશોભિત હતું, મહામૂલ્યવાન હતું, અયોધ્ય અર્થાત્ તેનું રક્ષણ જેને હોય તેની સાથે યુદ્ધ ન કરી શકાય તેવું હતું, સાંધા કે
ગાંઠ વિનાના સુપ્રશસ્ત વિશિષ્ટ મજબૂત સુવર્ણ દડવાળું હતું, તે છત્ર મૃદુ સુંવાળા કમળપત્ર જેવા રૂપવાળું, મધ્યભાગે સળિયાઓના પીંજરાથી શોભતું, દીવાલો પર વિવિધ ચિત્રોવાળું, મણિ, મુક્તા, પ્રવાળ, તપ્ત સુવર્ણ અને પાંચ વર્ણના શુદ્ધ સુવર્ણની કારીગરીથી શોભતું હતું, રત્નોનાં કિરણોના પ્રકાશથી વિવિધરંગી દીસતું હતું, તે છત્ર રાજ્યલક્ષ્મીના ચિહનરૂપ હતું, તેના પાછળનો ભાગ અર્જુન નામક સુવર્ણના પતિ પતરાંથી મઢેલ અને તેની પરીઘની ચોપાસ ફરતાં તપ્તસુવર્ણનો પટ્ટો જડેલ હતું, અધિક શોભાસંપન્ન એવું તે શરદઋતુના ચંદ્ર જેવા વિમળ પરિપૂર્ણ બિંબ સમાન રૂપવાનું હતું, રાજાને ઇષ્ટ એવા વિસ્તારવાળું તે કુમુદવન જેવું ધવલ હતું, રાજાને ઇચ્છિત સ્થાન પર લઈ જનાર વિમાન જેવું તથા સૂર્યતાપ અને વરસાદથી રક્ષા કરે તેવું તે તોગુણથી પ્રાપ્ત થયેલું હતું.
(ગાથા – ) અખંડ (ક્યાંયથી તૂટ્યું ન હોય તેવું), બહુ ગુણવાળું, ઋતુઓના સ્વભાવથી વિપરીત છાપવાળું અર્થાત્ શીતકાળમાં ઉષ્ણતા આપનાર, ઉષ્ણકાળમાં ઠંડી આપનાર અને વર્ષાઋતુમાં વર્ષોથી રક્ષણ આપનાર તે છત્રોમાં પ્રધાન એવું પુણ્યહીનોને અતિ દુર્લભ એવું છત્રરત્ન હતું.
પ્રમાણભૂત રાજાઓના તપગુણના ફળના ભાગરૂપ અર્થાત્ છ ખંડના સ્વામી તરીકે માન્ય થનાર ચક્રવતીના તપના ફળરૂપે તે પ્રાપ્ત થનાર હતું, તેના પર પુષ્પમાળાનો સમૂહ શોભી રહ્યો હતો તથા શરદઋતુના વાદળ જેવું, રૂપાના ઢગલા જેવું તે દિવ્ય છત્રરત્ન ધારણ કરનાર રાજા ધરણીતળ પર ઇન્દ્ર સમાન જણાતો હતો.
ત્યાર બાદ ભારત રાજાએ સ્પર્શ કરતાં વેંત તે દિવ્ય છત્રરત્ન તરત જ બાર યોજનથી ય અધિક ત્રાંસું ફેલાઈ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org