________________
ધમકથાનુયોગ-ભરત ચક્રવતી-ચરિત્ર: સૂત્ર ૫૪૫
૧૨૯
તમારું પ્રિય કરવા અમે ભરત રાજાને ઉપસર્ગ કર્યો. તો હે દેવાનુપ્રિયો ! તમે હવે જાવ, સ્નાન, બલિકમ, કૌતુક મંગળવિધિ કરી, ભીનાં કપડાં સાથે અધોવસ્ત્ર સાથે ઉત્તમ રત્ન લઈને, હાથ - વડે અંજલિ રચીને ભરત રાજાને પગે પડીને શરણ માગે, ઉત્તમ પુરૂ શરણાગત-વત્સલ હોય છે અને ભરત રાજા તરફથી કોઈ ભય નથી એમ સમજીને તેને શરણે જાઓ.’ આમ બોલી તેઓ જે દિશામાંથી આવ્યા હતા તે
તરફ પાછા ફર્યા. પ૪પ. ત્યાર પછી મેઘમુખ નાગકુમારોની આ વાત
સાંભળતાં જ આવાડ કિરાતે પોતાના સ્થાનેથી ઊભા થયા, ઊભા થઈને સ્નાન, બલિકર્મ, કૌતુક મંગળવિધિ કરી ભીનાં વસ્ત્રો પહેરીને, હાથમાં ઉત્તમ રત્નો લઈને જવાં ભરત રાજા હતો ત્યાં ગયા, જઈને હાથ જોડી–પાવતુ–મસ્તક સમીપે અંજલિ રચીને ભરતને જયવિજય શબ્દોથી વધા, વધાવીને તેની સમક્ષ ઉત્તમ પ્રધાન રત્નો તેને ભેટ ધર્યા, ધરીને આ પ્રમાણે બોલ્યા
(ગાથાઓ-) હે વસુધર ! હે ગુણધર ! હે જયેધર (કે જગધર) ! હે કી-શ્રી-કીર્તિધર અને સહસ્ત્ર ઉત્તમ લક્ષણધારક નરેન્દ્ર! આ રાજ્ય ચિરકાળ સુધી ધારણ કરો. (૧)
હે અશ્વપતિ! ગજપતિ! નરપતિ! નવનિધિપતિ! ભરતવર્ષના પ્રથમ અધિપતિ! બત્રીસ હજાર જનપદોના રાજાઓના સ્વામિ! તમે ચિરંજીવી છે. (૨)
હે પ્રથમ નરેશ્વર, ઈશ્વર, હજારો સ્ત્રીઓના હૃદયેશ્વર, લાખો દેના ઈશ્વર, ચૌદ રત્નોના સ્વામિ, યશસ્વી ! (૩)
સાગરથી ગિરિ પયતના ઉત્તર અને પશ્ચિમના પ્રદેશો તમે જીતી લીધા છે. તેથી અમે તે આપ દેવાનુપ્રિયના દેશમાં હવે વસીએ છીએ. (૪)
અહો આપ દેવાનુપ્રિયને વૈભવ, સમૃદ્ધિ, ઘુતિ, બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમ ! દિવ્ય ૧૭
દેવપ્રકાશ, દિવ્ય દેવભાવ આપને પ્રાપ્ત થયો છે, મળ્યો છે, આવી મળ્યો છે. તે આપ દેવાનુપ્રિયની ત્રાદ્ધિ-વાવ-આવી મળેલ છે તે અમે જોયું. હે દેવાનુપ્રિય ! અમે આપની ક્ષમા યાચીએ છીએ, હે દેવાનુપ્રિયા આપ અમને ક્ષમા કરો. દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવા સમર્થ છે, અમે કરી કદી આવું નહીં કરીએ.' એમ કહી હાથ જોડી પગે પડી
તે ભરત રાજાના શરણે ગયા. ૫૪૬, ત્યાર બાદ તે ભરત રાજાએ આવાડ કિરાતોની
ઉત્તમ મુખ્ય રત્નની ભેટ સ્વીકારી, ભેટ
સ્વીકારીને આવાડ કિરાતોને તેણે આ પ્રમાણે કહ્યું
હે કિરાતો! હવે તમે મારા બાહુઓની છાયા સ્વીકારી છે તેથી નિર્ભયપણે, ઉદ્વેગ વિના સુખપૂર્વક રહે. તમને કોઈના ય તરફથી ભય નથી” એમ કહી તેણે કિરાતોનું સન્માન
કર્યું, સન્માન કરી વિદાય કર્યા, ૫૪૭. ત્યાર બાદ ભારત રાજાએ સુસેન સેનાપતિને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય ! તું જા અને ફરી સિંધુ મહાનદીના પશ્ચિમ ભાગના નિકૂટના સાગરથી ગિરિ સુધીના સીમાં પ્રદેશને તથા સમવિષમ બીજા નિષ્ફટેને કબજે કર, કબજે કરીને ઉત્તમ રત્નો મેળવ, મેળવીને શીધ્ર મારી આશા પૂરી કર્યાની જાણ કર.'
અહીં દક્ષિણ ભાગના પ્રદેશના અધિકારની જેમ જ સઘળું કહેવું-ચાવ––કામભાગે અનુભવતો રહેવા લાગ્યો.
ફુલ્લ હિમવંતગિરિમાર-વિજય– પ૪૮. ત્યાર બાદ અન્યદા એક વખત તે દિવ્ય ચક્ર
રન આયુધ-શાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને અંતરિક્ષમાં અદ્ધર ચડી-ચાવતુઉત્તર પૂર્વદિશા (વાયવ્ય કોણ)માં રહેલા મુલ્ય હિમવંત પર્વત તરફ પ્રયાણ કરવા લાગ્યું.
ત્યારે ભરત રાજા તે દિવ્ય ચક્રરનની પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org