________________
ધર્મકથાનુયોગ-ભરત ચક્રવતી—ચરિત્ર: સૂત્ર ૫૪૪
ત્યારે તે ભરત રાજાએ છત્રરત્નને છાવણી પર સ્થાપિત કર્યું, સ્થાપિત કરીને મણિરત્નને
સ્પર્શ કર્યો–વન યાવતુ-છત્રરત્નની અંદરના ભાગમાં મણિરત્ન સ્થાપિત કર્યું.
તે રાજા ભરતના સર્વોત્તમ સુંદર રૂપવાળા શિલારૂપ અર્થાત્ અત્યંત સ્થિર ચર્મરત્ન પર સૂર્યાસ્ત પૂર્વે જ ઉત્પન્ન થતાં શાલિ, જવ, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, સાઠી ચોખા, વાલ, ચણા, કોદી, કોથમીર, કાંગ, બાવટો, રાળ આદિ અનેક ધાન્ય તથા વિશેષ પ્રકારની શાક માટેની વનસ્પતિ, ભાજી, આદુ, મૂળા, હળદર, લેકી, કાકડી, તુંબડી, તરબૂચ, કોઠાં, કેરી, આંબલી વ. પેદા કરવામાં કુશળ અને સર્વ જનસમૂહમાં પ્રિય એવે ગૃહપતિ (કોઠારપતિ) હતો. ગૃહુપતિરત્ન દ્વારા ભારતની સેનાને સાત દિન
નિર્વાહપ૪ર. ત્યાર પછી ભરત રાજાના તે ગૃહપતિને જે
દિવસે વાવ્યાં હોય તે જ દિવસે ઊગેલાં સર્વ પ્રકારનાં ધાન્યના અનેક હજાર ઘડાઓ ભરીને ભરત રાજ સમક્ષ હાજર કર્યા.
ત્યાર પછી ચમરન પર આરૂઢ અને છત્રરત્ન દ્વારા સારી રીતે ઢંકાયેલ તથા મણિરત્ન દ્વારા પ્રકાશિત તે પેટી જેવા બની ગયેલા સ્થાનમાં ભરત રાજા સુખપૂર્વક સાત દિવસ સુધી રહ્યો..
(ગાથા-) તે ભરતાધિપતિ રાજાને તથા તેની રીન્ય છાવણીને ન ભૂખનું કે ન લાચારીનું, ન ભયનું કે ન અન્ય કોઈ દુ:ખ સહન કરવું પડયું: હજાર દેવો દ્વારા નાગકુમારોને ભારતના
શરણે જવા ઉપદેશ– ૫૪૩. ત્યાર પછી જ્યારે સાત દિન પૂરા થઈ ગયા
ત્યારે તે ભરત રાજાને આ વિચાર આવ્યો, આ પ્રકારે વિકલ્પ થયો, મનમાં આ પ્રમાણે તેણે ચિંતવ્યું
‘કે છે આ અનિષ્ટની અભિલાષાવાળો, દુર્લક્ષણ-પાવતુ-હી-થી-વર્જિત કે જે આવા પ્રકારની વિઇનકારી પ્રવૃત્તિથી મારી આ વિજયછાવણી ઉપર આગળા જેવી ધારે, મુશળ જેવી ધારે અને ખોબા જેવી ધારે વર્ષા વરસાવે છે?”
ત્યાર પછી તે ભરત રાજાનો આવો વિચાર, વિક૯૫, મનોગન ભાવ જાણીને સોળ હજાર દેવ સહાય આપવા તૈયાર થઈ ગયા.
ત્યાર બાદ તે દેવ શરીર પર કવચાદિ બાંધીને-પાવતુ-શસ્ત્રાસ્ત્ર ગ્રહણ કરીને જયાં મેઘમુખ નાગકુમાર દેવ હતા ત્યાં આવ્યા, આવીને તેઓએ મેઘમુખ નાગકુમાર દેવને આ પ્રમાણે કહ્યું,
અરે એ મેઘમુખ નાગકુમાર દેવે ! પોતાના અનિષ્ટની ઇચ્છાવાળા-પાવતુ-હીશ્રી–પરિવર્જિત એવા તમે શું નથી જાણતા કે ચારે દિશાના ચક્રવતી એવા મહાદ્ધિમંત ભરત રાજાને તમે ઉપદ્રવ કરવા, પાછો હટાવવા તૈયાર થયા છે ? અને તમે ભરત રાજાની વિજયછાવણી પર આગળા જેવી ધારે, મુશળ જેવી ધારે અને ખોબા જેવી ધારે સાત દિવસથી વરસાદ વરસાવી રહ્યા છો ? તો થઈ ગયું તે થઈ ગયું, હવે તરત જ અટકી જાવ, નહીં તો આજ તમે બીજા નવીન જીવલોકને જોશો અર્થાત્ તમારે નાશ થશે.” નાગકુમારેના ઉપદેશથી કિરાતનું ભરતના
શરણે જવું૫૪૪, ત્યારે તે દેવોનાં આવાં વચનો સાંભળી મેઘમુખ
નાગકુમાર ભયભીત, ત્રસ્ત, વ્યથિત અને ઉદ્વિગ્ન થઈ ગયા અને તેમણે ભયથી મેઘસેનાને પાછી ખેંચી લીધી, પાછી ખેંચીને જ્યાં આવાડ કિરાતો હતા ત્યાં ગયા, જઈને આવાડ કિરાતોને આ પ્રમાણે કહેવા લાગ્યા
“હે દેવાનુપ્રિયા ! આ ભરત રાજા મહાન ત્રદ્ધિવાળો છે–પાવતુ કોઈ દેવ અથવા-ચાવતું અગ્નિપ્રયોગથી યાયાવતુ તેને ઉપદ્રવ કરવા કે રોકવા સમર્થ નથી. તો પણ હે દેવાનુપ્રિયે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org