________________
ધર્મકથાનુગ-ભરત ચક્રવતી—ચરિત્ર : સૂત્ર પ૭૭
૧૩૮
મૂલ્યવાન, મહાઈ અર્થાત્ અતિ યોગ્ય એવા
અભિષેકની તેમણે તૈયારી કરી. ત્યાર પછી શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને ઉત્તર પ્રેષ્ઠપાદ નામે વિજય મુહૂર્તમાં બત્રીસ હજાર રાજાઓએ ઉત્તમ કમળ પર રાખેલા ઉત્તમ સુગંધી જળ ભરેલા સ્વાભાવિક અને વૈકુર્વિક કળશો દ્વારાયાવતુ-મહાન અભિષેક કર્યો વિજય દેવના
અભિષેક પ્રસંગ જેવું જ વર્ણન અહીં સમજવું. અભિષેક કરીને દરેક-યાવતુ-અંજલિ રચીને ઇષ્ટવાણી દ્વારા નગરમાં પ્રવેશ કરતા રાજાની શોભાયાત્રાનું વર્ણન પૂર્વવત્થાવતુભેગે ભગ’ એમ કહી જય જય શબ્દોચ્ચાર.
નગરમાં બારવર્ષના ઉત્સવની ઘોષણા ૫૭૭. ત્યાર બાદ તે ભરત રાજાના સેનાપતિ-રત્ન
યાવતુ-પુરોહિત રત્ન, ત્રણ સો સાઠમંગળપાઠકો, અઢાર શ્રેણી–પ્રશ્રેણી, બીજા પણ અનેક -પાવનૂ-સાવાહ સુધીના બધાએ અભિષેક કર્યો, તે ઉત્તમ કમળપત્ર પર રાખેલા કળશોથી અભિસિંચન કરી–પાવતુ-અભિનંદન આપ્યા, એ જ પ્રમાણે સોળ હજાર દેવેએ પણ, તેમાં વિશેષતા એટલી કે પાંપણ જેવા નાજુકયાવ-મુકુટ પહેરાવ્યો. ત્યાર પછી દર્દ૨ ચંદન આદિ સુગંધી પદાર્થો તેનાં અંગો પર છાંટવામાં આવ્યા અને દિવ્ય કુસુમમાળા પહેરાવી. વધુ શું કહેવું ? ગૂંથેલી, વીંટેલી એવી વિવિધ પ્રકારની માળાઓ દ્વારા–પાવતુવિભૂષિત કર્યો.
આ રીતે મહામહિમા સાથે રાજ્યાભિષેક પૂરે થતાં તે ભરત રાજાએ પોતાના કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયા ! તમે તરત જ ઉત્તમ હાથી પર બેસીને વિનીતા રાજધાનીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચવર-પાવતુ-રાજમાર્ગોમાં મોટા અવાજે ઘોષણા કરે કે આજથી બાર વર્ષ સુધી આનંદોત્સવ શરૂ થાય છે, આજથી જકાત, કર, કૃષિકર, દેવું માફ છે, આજથી જપ્ત કે દંડ
બંધ છે –ાવનગરથી માંડી જનપદ સુધી સર્વત્ર આનંદપ્રમોદ ઊજવવાનો છે. આવી ઘોષણા કરી મારી આશા પૂર્ણ કર્યાની મને જાણ કરે,
ત્યારે ભારત રાજાની આવી આશા સાંભળી હૃષ્ટ-તુષ્ટ અને આનંદિત ચિત્તવાળા તે કટ. બિક સેવકોએ હર્ષપૂર્વક તે આશાવચનો વિનયથી સાંભળીને સ્વીકાર્યા, સ્વીકારીને તરત જ હાથી પર બેસીને-પાવ-ઘોષણા કરી, છેષણા કરીને આજ્ઞા પૂરી કર્યાની ભરત રાજાને જાણ કરી.
પ્રાસાદમાં પાછા ફરવું– ૫૭૮. ત્યાર પછી મહામહિમાપૂર્વક રાજ્યાભિષેક
વિધિ પૂર્ણ થતાં ભરત રાજા સિંહાસન પરથી ઊઠયો, ઊઠીને સ્ત્રી-રત્ન-પાવનૂ-નાટકસહય સહિત ઘેરાઈને અભિષેક પીઠ પરથી પૂર્વ દિશાવતી ત્રિસોપાનશ્રેણીએથી નીચે ઊતર્યો, ઊતરીને અભિષેક-મંડપની બહાર નીકળ્યો, નીકળીને જ્યાં અભિષેક હસ્તી હતી ત્યાં આવ્યો, આવીને અંજનગિરિના શિખર જેવા તે હસ્તીરત્ન પર આરૂઢ થયો. ત્યાર પછી તે ભરત રાજાના બત્રીસહજાર મંડલિક રાજાઓ અભિષેકપીઠ પરથી ઉત્તરદિશાવતી ત્રિસોપાનપંક્તિએથી નીચે ઊતર્યા.
ત્યાર પછી તે ભરત રાજાના સેનાપતિ રત્ન --માવતુ-સાર્થવાહ સુધીના અધિકારીઓ ૧૦ અભિષેક પીઠની દક્ષિણવતી ત્રિસોપાનપંક્તિએથી નીચે ઊતર્યા,
ત્યાર બાદ તે ભારત રાજા અભિષેક હસ્તીરન પર આરૂઢ થયો અને ત્યારે તરત આઠ મંગળો તેની આગળ આગળ ચાલવા લાગ્યાં. વિનીતા રાજધાનીમાં પ્રવેશ વખતના વર્ણન પ્રમાણે એ જ ક્રમે યાવત્ કુબેર દેવરાજની જેમ કેલાશ શિખર સમાન પ્રાસાદમાં પ્રવેશી તે સુખ ભેગવવા લાગે ત્યાં સુધીનું વર્ણન
સમજવું. પ૭૯. ત્યાર પછી તે ભરત રાજા સ્નાનગૃહમાં ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org