________________
૧૩૬
ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી ચરિત્ર: સુત્ર ૫૬૮
પ્રકારના નટો), લેખ (વાંસ ઉપર ખેલ કરનારા), મંખ (ચિત્રફલકધારીઓ), વગેરે ઉદાર, ઇષ્ટ, કાંત, પ્રિય, મનેશ, મનોહર, કલ્યાણકારી, ધન્યતાસૂચક, મંગળસૂયક, શોભાદાયી, હૃદયંગમ, હૃદયાનંદકારી વાણી દ્વારા અનવરત અભિનંદન, કરતા કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા,
હે નંદ ! તમારો જય હો, હે ભદ્ર! તમારો જય હૈ, તમારું કલ્યાણ હો, હજી સુધી જિતાયેલ નથી તેને તમે જીતી લો, જીતી લીધું છે તેનું પાલન કરે, જીત મધ્યે તમારે વાસ હો, દેવામાં જેમ ઈદ્ર, તારાઓમાં જેમ ચંદ્ર, અસુરોમાં જેમ ચમરે, નાગોમાં જેમ ધરણેન્દ્ર, તેમ તમે અનેક પૂર્વ લાખ વર્ષો સુધી અનેક કોટિ પૂર્વ વર્ષો સુધી, અનેક કોટાકોટિ પૂર્વ વર્ષો સુધી વિનીતા રાજધાનીનું, શુદ્ર હિમવંત પર્વતથી આસમુદ્ર ભારતવર્ષનું તથા ભરત ક્ષેત્રના ગ્રામ, આકર, નગર, ખેટક, કબૂટ, મડંબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સન્નિવેશ (દરેક જાતના જનવસવાટના સ્થળે)નું સારી રીતે પાલન કરો અને પ્રજાપાલનથી યશ પ્રાપ્ત કરી મહાન સંગીત આદિ ભેગો-પાવતુ-આધિપત્ય, સ્વામિત્વ ભોગવતા-વાવ-વિહરો’ એમ કરી જય જય શબ્દો ઉચ્ચારવા લાગ્યા.
ભરત દ્વારા દેવેનું સન્માન અને વિદાય૫૬૬. ત્યાર બાદ તે ભરત રાજા હજારો ચક્ષમાળાઓ
દ્વારા જોવાતે જોવાતો, હજારો વદનમાળાઓ વડે પ્રશંસા પ્રશંસાતો, હજારો હૃદયમાળાઓ વડે વધાવાતો વધાવાતો, હજારો મનોરથમાળાઓ વડે સ્પર્શીત સ્પર્શી, કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણો દ્વારા ઓળખાતો ઓળખાતો, હજારો અંગુલિમાળાઓ વડે દર્શાવાતે દર્શાવાતો, હજારો નર-નારીઓની હજારો અંજલિઓને જમણા હાથથી સ્ત્રીકારતો સ્વીકારત, હજારો ભવનોની હારમાળા
ને વટાવતો વટાવતોતંતુવાઘ, તલ, તૂર્ય, ગીત, વાજિંત્રના રવપૂર્વક, મંજુલ મનહર ઘોષ દ્વારા આદર
પામતો પામતો, જ્યાં પોતાનું નિવાસભવન હતું, નિવાસભવનનું મુખ્ય દ્વાર હતું ત્યાં આવી પહોંચ્યો, પહોંચીને તેણે અભિષેકહર-નીને ઊભા રાખ્યો, ઊભો રાખીને હસીરત્ન પરથી તે નીચે ઊતર્યો, ઊતરીને સોળહજાર દેવોનું સન્માન–બહુમાન કર્યું, સન્માનસત્કાર કરીને એ જ રીતે ગૃહપતિરત્નનું, વર્ધકિરત્નનું, પુરોહિતરત્નનું સન્માન બહુમાન કર્યું, એ રીતે ત્રણ સે સાઠ ભૂત-મંગળપાઠકોનું સન્માન બહુમાન કર્યું. ત્યાર બાદ અઢાર શ્રેણી– પ્રશ્રેણીઓનું સન્માન કર્યું, ત્યાર બાદ અનેક રાજાઓ યાવતુ–સાર્થવાહકો વગેરેનું સન્માનબહુમાન કર્યું, અને પછી બધાને વિદાય આપી.
ત્યાર બાદ સ્ત્રી-રત્ન સહિત, બત્રીસ હજાર તુકલ્યાણીઓ સહિત, બત્રીસ હજાર જનપદકલ્યાણીઓ સહિત, બત્રીસ બત્રીસના સમૂહવાળા બત્રીસ હજાર નાટક મંડળીવાળા સહિત, જેવી રીતે દેવરાજ કુબેર કેલાશભવનમાં પ્રવેશે તેમ કૈલાશ જેવા ઉત્તુંગ મહેલમાં ભરત રાજા પ્રવેશ્યો.
ત્યાર બાદ તે ભરત રાજા પોતાના મિત્રો, જ્ઞાતિજને, સ્વજનો, સંબંધીઓ, પરિજનો બધાને ભાવપૂર્વક મળ્યો, મળીને જયાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો, આવીને–ચાવતુનાનગૃહમાંથી બહાર નીકળ્યું, નીકળીને જ્યાં ભોજનશાળા હતી ત્યાં આવ્યો, આવીને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસન પર બેસી અષ્ટમ ભક્ત તપનું પારણું કર્યું, પારણું કરીને પ્રાસાદના ઉપરિ ભાગે જઈને મૃદંગના તાલ સાથે કરાતાં બત્રીસ પ્રકારનાં નાટકોને જોત જોતો. સાંભળતો સાંભળતો. માણ માણતો મહાન ભોગો-યાવ-ભોગવતો રહેવા લાગ્યો.
ભરતને રાજ્યાભિષેક સંકલ્પપ૬૯. ત્યાર પછી એક દિવસ રાજ્યનો કાર્યભાર
સંભાળતા તે ભરત રાજાને આવા પ્રકારનોયાવત-વિચાર મનમાં આવ્યો--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org