________________
ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી-ચરિત્રઃ સૂત્ર ૫૫૪
૧૩૧
I અદ્ધર સ્થિર રહી, ઘુઘરીવાળાં વસ્ત્રો પહેરેલા
ચાવતુ-જયવિજય શબ્દો વડે ભરતને વધાવ્યા. વધાવીને આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિય ! આપે સમસ્ત ભરત ક્ષેત્ર જીતી લીધું છે એટલે અમે હવે આપ દેવાનુપ્રિયના આશાધારક સેવક છીએ.” એમ કહી “હે દેવાનુપ્રિય! આપ અમારા ઉપહારોનો સ્વીકાર કરો” એમ કહ્યું,-પાવત્ વિનમિએ સ્ત્રીરત્નની અને નિમિએ રત્નો આદિની ભેટ આપી.
ત્યાર બાદ ભરત રાજાએ-થાવત્-વિદાય આપી, વિદાય આપી પૌષધશાળાની બહાર નીકળ્યા, બહાર નીકળી સ્નાનગૃહમાં ગયો, ત્યાં જઈ...ભોજન-મંડપમાં–ચાવતુ-નમિ-વિનમિ વિદ્યાધરોના નિમિત્તે આઠ દિવસનો મહિમોસવ કર્યો.
“હે દેવાનુપ્રિય ! જંબૂઢીપ નામક દ્વીપમાં ભારતવર્ષમાં ચારે દિશાનો ચક્રવતી ભરત નામે સમ્રાટ ઉત્પન્ન થયો છે, તે અતીત, અનાગત અને વર્તમાનકાળના વિદ્યાધર રાજાઓનો એ પરંપરાગત આચાર છે કે ચક્રવર્તીનું સન્માન કરવું. માટે હે દેવાનુપ્રિય ! આપણે પણ ભરત રાજાનું સન્માન કરીએ.’ આમ કરી દિવ્ય મતિ દ્વારા જેની બુદ્ધિ પ્રેરિત થઈ છે તેવા વિનમિ વિદ્યાધરે ચક્રવતીની
દ્ધિ જાણીને માનન્માન–પ્રમાણ શરીરધારિણી અર્થાત્ સામુદ્રિકશાસ્ત્ર અનુસાર જેનું પ્રત્યેક અંગ માપસરનું હતું તેવી, તેજસ્વી, રૂપગુણયુક્ત, જેનાં નખ, કેશ અને યૌવન સ્થિર હતાં તેવી, સમસ્ત રોગોનો નાશ કરનારી અર્થાત્ જેના સહવાસથી રોગ નાશ પામે તેવા, બલદાયિકા, ઇચ્છિત ઉષ્ણ અને શીત સ્પર્શવાળી અર્થાત્ ગરમીમાં જેને સ્પર્શ શીતળ અને શીતકાલમાં જેનો સ્પર્શ ઉષ્ણ છે તેવી,
(ગાથા) જેનાં ત્રણ અંગે પાતળાં છે, ત્રણ અંગો તામ્રવર્ણ-લાલ છે, મધ્યભાગ ત્રિવેલી (ત્રણ રેખાઓ) યુક્ત છે, ત્રણ અંગો ગંભીર છે, ત્રણ અંગે શ્યામવર્ણ છે, ત્રણ
શ્વેત, ત્રણ લાંબાં અને ત્રણ અંગો વિસ્તારવાળાં છે (૧)
જેનું શરીર સમચતુરસ સંસ્થાનવાળું છે, ભરત ક્ષેત્રની બધી સ્ત્રીઓમાં જે શ્રેષ્ઠ હતી, જેના સ્તન, જધન સુંદર હતા, જેના હાથ, પગ ઉત્તમ હતા, આંખો કમળ જેવી હતી, દાંત જનમનહરણ હતા, શૃંગાર અને ચેષ્ટાપાવતુ-જે સર્વોપચારમાં કુશળ હતી, દેવાંગનાઓના રૂપને પોતાના રૂપથી હરાવનારી હતી, ભદ્ર એવા યૌવનમાં પ્રવર્તતી સુભદ્રા નામે સ્ત્રી-રત્નને (ભરતને ભેટ આપવા માટે) તથા નમિએ રત્નો, કડાં અને તોડા સાથે લીધાં, લઈને પોતાની ઉત્કૃષ્ટ ગતિથી-વાવવિદ્યાધરોની વેગવાળી ગતિથી જ્યાં ભરત રાજા હતો, ત્યાં આવ્યા, આવીને અંતરિક્ષમાં
ખડપ્રપાત ગુફાના નમાલકદેવ તરફથી
ભરતને પ્રીતિદાન– ૫૫૫. ત્યાર બાદ ગંગાદેવીના અષ્ટાદ્ધિક મહોત્સવની
સમાપ્તિ થતાં તરત તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળાગૃહમાંથી બહાર નીકળ્યું, બહાર નીકળી પાવત-ગંગા મહાનદીના પશ્ચિમ કિનારે થઈને દક્ષિણ દિશામાં ખંડપ્રપાત નામક ગુફા તરફ પ્રયાણ કર્યું.
ત્યારે તે ભરત રાજા–વાવતુ-જમાં ખંડપ્રપાત ગુફા હતી ત્યાં ગયો, જઈને–પૂર્વવર્ણિત કૃતમાલદેવના પ્રસંગમાં કહેવાયેલ સઘળું કથન જાણવું-વિશેષમાં દેવનું નામ નટ્ટમાલક દેવ, પ્રીતિદાનમાં અલંકારપાત્ર અને કટક, બાકીનું બધું પૂર્વવતુ.-યાવ-અષ્ટાબ્લિકા મહિમા.
ત્યાર બાદ નટ્ટમાલકદેવનો આઠ દિવસનો મહોત્સવ પૂરો થતાં તે ભરત રાજાએ સુસેન સેનાપતિને બોલાવ્યો, બોલાવીને-પાવસિંધુ નદીગમન પ્રમાણેનું પૂર્વકથન અહીં પણ કહેવું-પાવ-ગંગા મહાનદીના પૂર્વ ભાગના નિકૂટ પ્રદેશ, ગંગાસાગરથી પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org