________________
૧૩૨
ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી—ચરિત્ર ઃ સૂત્ર ૫૫),
સુધીની સીમાના સમ–વિષમ નિષ્કટો પર અધિકાર કરે છે, અધિકાર કરી ઉત્તમ મુખ્ય રત્નો સ્વીકાર્યા, સ્વીકારીને જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યા, ત્યાં આવી પુન: પોતાનાં રૌન્ય અને છાવણ સાથે નૌકારૂપ બનેલ ચર્મરત્ન દ્વારા વિમળ જળના ઊંચા ઊંચા તરંગવાળી ગંગા મહાનદી પાર કરી, પાર કરીને જેમાં ભારત રાજાની વિજ છાવણી હતી, જયાં બહારની સભા હતી ત્યાં આવ્યા, આવીને અભિષેક–હસ્તી રત્ન પરથી નીચે ઊત, ઊતરીને ઉત્તમ મુખ્ય રને લઈને જ્યાં ભરત રાજા હતો ત્યાં આવ્યો, આવીને બે હાથ જોડી-પાવતુ-અંજલિ રચીને ભરત રાજાને જયવિજય શબ્દોથી વધાવ્યો, વધાવીને ઉત્તમ પ્રધાન રન તેને ધર્યા.
ભરત દ્વારા સુસેન સેનાપતિને સત્કાર– પપ૬. ત્યાર બાદ તે ભરત રાજાએ સુસેન સેનાપતિ
પાસેથી ઉત્તમ અગ્ર રત્નો સ્વીકાર્યા, સ્વીકારીને સુસેન સેનાપતિનો આદર-સત્કાર કર્યો, આદર-સત્કાર કરીને વિદાય આપી.
ત્યારે તે સુસેન સેનાપતિ ભરત રાજા પાસેથી નીકળી પૂર્વવતુ-યાવત્ આનંદપભોગ કરતો રહેવા લાગ્યો. હવે પછી આગમનાક્રમથી ભારતનું
પ્રતિગમનપપ૭. ત્યાર પછી ક્યારેક એક વાર ભરત રાજાએ
સુસેન સેનાપતિને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય! તું જા અને જઈને ખંડ પ્રપાત ગુફાના ઉત્તરના દ્વારનાં બારણાં ખોલી નાખ, ખોલીને પૂર્વવત્ તિમિર ગુફાના વર્ણન પ્રમાણે બધું વર્ણન કરી–પાવતુ-તમારું પ્રિય થાઓ. શેષ વર્ણન પૂર્વવત્ યાવ-ભરત ઉત્તરના દ્વારમાંથી પ્રવેશ્યો, જેવી રીતે મેધ ઘટાઓમાં પ્રવેશી ચંદ્ર અંધકારને હટાવી દે તેવી રીતે ભારતે ગુફામાં પ્રવેશ કરી મંડળનું આલેખન કર્યું.
તે ખંડપ્રપાત ગુફાની બરોબર વચ્ચેચાવતુ-ઉન્મજલા અને નિમગ્નજલા નામે બે મહાનદીઓ વહે છે–પૂર્વ વર્ણન મુજબ તેમનું વર્ણન છે, અંતર માત્ર એટલું છે કે આ બે મહાનદી પશ્ચિમમાં આવેલ કટક પ્રદેશથી નીકળી પૂર્વમાં ગંગા મહાનદીને મળે છે. બાકી વર્ણન પૂર્વવતું. વિશેષમાં પશ્ચિમ કિનારેથી ગંગા મહાનદી પર સંક્રમણ સેતુનું વર્ણન પૂર્વવર્ણન મુજબ, - ત્યાર પછી ખંડપ્રપાત ગુફાની દક્ષિણમાં આવેલા દ્વારનાં બારણાં પોતાની મેળે જ ક્રૌંચ પક્ષીના અવાજ જેવો મોટો અવાજ કરતાં કરતાં સરસરસર કરતાં પોતાના સ્થાનેથી. સરકીને ખૂલી ગયાં.
ત્યાર બાદ ચક્રરત્ન દ્વારા જેને માર્ગદર્શન થતું હતું એવો તે ભરત રાજા-યાવતુ મેઘના અંધકારમાં જેમ ચંદ્ર પ્રવેશે તેમ ખંડપ્રપાત ગુફાના દક્ષિણ દ્વારેથી બહાર નીકળ્યો.
નવનિધિ-ઉત્પત્તિપપ૮. ત્યાર બાદ તે ભરત રાજાએ ગંગા મહાનદીના
પશ્ચિમ કિનારે બાર યોજન લાંબી અને નવ યજન પહોળી—યાવતુ-વિજય છાવણીની રચના કરાવી, શેષ વર્ણન પૂર્વવર્યાવ-નવનિધિરનની આરાધના નિમિત્તે અષ્ટમ ભક્ત તપ ગ્રહણ કર્યું.
ત્યાર બાદ તે ભરત રાજા પૌષધશાળામાં યાવ-નિધિરત્નનું મનમાં સ્મરણ કરતો કરતો રહ્યો. [અષ્ટમભક્ત ત૫ પૂર્ણ થતાં તેને અપરિમિત અર્થાત્ જેની ગણના ન થઈ શકે તેટલાં રક્તવર્ણ રત્નોવાળી, ધ્રુવ અર્થાત્ સ્થિર, અક્ષય અર્થાન ક્ષય ન પામે તેવી, અવ્યય અર્થાતુ ક્યારેય ખૂટે નહીં તેવી, દેવે જેની સેવા કરે છે તેવી લોકમાં સુખશાંતિની વૃદ્ધિ કરનારી અને લોકોમાં જેની કીર્તિ છે તેવી નવ નિધિઓ પ્રાપ્ત થઈ. તે આ પ્રમાણે– (ગાથા)
૧. નેસ" ૨. પાંડુક ૩. પિંગલક ૪. સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org