________________
ધર્મ કથાનુગ–ભરત ચક્રવતી ચરિત્ર: સૂત્ર પ૫૮
૧૩૩
રત્ન ૫. મહાપદ્ય ૬. કાલ ૭. મહાકાલ ૮. માણવક અને ૯. શેખ મહાનિધિ છે.
ગ્રામ, આકાર, નગર, પાટણ, દ્રોણમુખ, મડંબ, અંધાવાર અને વ્યાપાર ગૃહ (બજાર). ના નિર્માણ માટે નેસ મહાનિધિનો ઉપયોગ થાય છે. (૧)
ગણિતની ઉત્પત્તિ, માન-ઉન્માનનું પ્રમાણ, ધાન્ય અને બીજની ઉત્પત્તિ પાંડુક મહાનિધિમાં કહેવાઈ છે. (૨)
પુરુષો અને સ્ત્રીઓની બધી આભરણવિધિ તથા અશ્વો અને હસ્તીઓની ઉત્પત્તિ પિંગલક મહાનિધિની શક્તિ છે. (૩)
સઘળાં રત્નોમાં શ્રેષ્ઠ એવા ચક્રવતી સમ્રાટનાં ચૌદ ૨નો ચોથી નિધિમાં છે, એમાં કેટલાંક એકેન્દ્રિય તો કેટલાંક પંચેન્દ્રિય છે.(૪)
પાંચમી મહાપદ્મનિધિમાં સર્વ પ્રકારનાં વસ્ત્રોની તથા સર્વ પ્રકારની ભાતોની, રંગોની અને ધવાની પદ્ધતિની ઉત્પત્તિ રખાવી જાય છે. (૫)
કાલ નામક છઠ્ઠી નિધિમાં કાળજ્ઞાન, સર્વ પુરાણ, ત્રણે વંશોની ઉત્પત્તિ, સેંકડો પ્રજાહિતકારી શિલ્પો અને હુન્નરોનો સમાવેશ થાય છે. (૬)
મહાકાલ નામક સાતમી મહાનિધિમાં લોહની ખાણોની ઉત્પત્તિ, સોના-ચાંદીની ખાણોની ઉત્પત્તિ તથા મણિ–મેતી-પ્રવાળ આદિના સ્ત્રોતોનો સમાવેશ થાય છે. (૭)
આઠમી માણવક નિધિમાં યોદ્ધાઓ, યોદ્ધાઓનાં કવચાદિ અને પ્રહરણો–શસ્ત્રાસ્ત્રો તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડનીતિનો સમાવેશ થાય છે. (૮)
શંખ નામક નવમી નિધિમાં નાટયવિધિ. નાટકવિધિ, ચાર પ્રકારનાં કાવ્ય તથા સર્વ પ્રકારનાં વાદ્યોનો સમાવેશ થાય છે. (૯)
આ પ્રત્યેક મહાનિધિ આઠ આઠ ચક્રો પર રહેલી છે, આઠ આઠ યોજન ઊંચી છે, નવ
નવ યોજન પહોળી છે, બાર બાર યોજન લાંબી છે, મંજૂષા અર્થાત્ પેટીના આકારની છે અને જાહ્નવી-ગંગાનદીના મુખ પાસે રહેલી છે. (૧૦)
પ્રત્યેક નિધિનાં કમાડ(બારણા) વિવિધ રત્નજડિત સુવર્ણનાં છે અને તે પર ચંદ્ર, સૂર્ય, ચક્ર આદિ ચિહનો અંકિત કરાયેલાં છે તથા તેમના દરવાજા સમચોરસ છે. (૧૧)
આ નિધિઓની સ્થિતિ પલ્યોપમની છે પ્રત્યેક નિધિના રક્ષક દેવનું નામ વિધિના નામ જેવું જ છે, અને તે તે નિધિ તે તે દેવના આવાસરૂપ છે, તેમના આધિપત્ય નીચે છે અને તેને કોઈ ખરીદી ન શકે તેવી છે. (૧૨)
આ નવે નિધિઓ નિધિઓમાં રત્ન સમાન છે, તેમાં અતિ ઘણું ધન,રનો આદિ સંગહીત છે અને જે ભરત ક્ષેત્રનો ચક્રવતી બને તેને તે અધીન બને છે. (૧૩)
ત્યાર પછી તે ભરત રાજા અષ્ટમ ભક્ત તપ પૂર્ણ કરી પૌષધશાળામાંથી બહાર નીકળ્યો.
એ રીતે સ્નાનગૃહમાં પ્રવેશ-પાવતુ-શ્રેણીપ્રશ્રેણીઓને બોલાવી–ફાવતુ-નિધિરત્નોની પ્રાપ્તિ નિમિત્તે આઠ દિવસનો મહામહો
ત્સવ કર્યો. પપ૯. ત્યાર પછી નિધિરત્નોના માનમાં ઉજવાયેલ
અષ્ટાનિક ઉત્સવ સમાપ્ત થયો કે તરત ભરત રાજાએ સુસેન સેનાપતિ–રત્નને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! તું જા અને ગંગા મહાનદીના પૂર્વ તરફના નિકૂટ પ્રદેશમાં ફરી સાગરથી પર્વત સુધીના સીમાક્ષેત્રનાં બધાં સમ-વિષમ નિકૂટોને અધીન કરી લે, અધીન કરીને આ આજ્ઞા પૂરી કર્યાની જાણ કર,
ત્યારે તે સુસેન સેસાપતિએ તે જ પૂર્વ વર્ણિત રીતે-પાવતુ-અધીન કરીને તે આશા પૂરી કર્યાની જાણ કરી...તેને ભારતે વિદાય કર્યો...પાવતુ ભોગો ભોરાવર રવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org