________________
ધર્મ કથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૧૨૧
આપીને તિષ્યગુપ્તને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે સમયે નહીં, એટલે એને સંઘમાંથી જુદું કરી દેવામાં આવ્યું. તિષ્યગુપ્ત પિતાના મતને પ્રચાર-પ્રસાર કરવા લાગ્યો. તે એકવાર આલમકંપ નગરીના અંબસાલ ચૈત્યમાં થોભેલે હતા. તે નગરમાં ‘મિત્રશ્રી' નામનો શ્રમણોપાસક હતા. તે એનો ઉપદેશ સાંભળવા આવ્યો. મિત્રશ્રીને લાગ્યું કે આને ઉપદેશ મિથ્યા છે. એને સમજાવવાની દૃષ્ટિથી તે એક દિવસ એને ભિક્ષા અથે પોતાના ગૃહે લઈ ગયા અને વિવિધ પ્રકારની ખાદ્યસામગ્રી એની સામે પ્રસ્તુત કરી. તે પછી તે એને પ્રત્યેક પદાર્થને એક જ કણ આપવા લાગે. તિષ્યગુપ્ત વિચારતે હતઃ “અન્ય સામગ્રી તે મને પછીથી આપશે.” મિત્રશ્રીએ તિષ્યગુપ્તના ચરણોમાં નમસ્કાર કરીને કહ્યું : “હું મહાન ભાગ્યશાળી છું કે આપ જેવા ગુરુજનને પામે. ધન્ય છે મારું ભાગ્ય કે, જેથી આપે (મારાપર) અસીમ અનુકંપા કરી છે. આ સાંભળીને તિષ્યગુપ્તને ક્રોધ ચઢો. એણે કહ્યું : “તે મારું અપમાન કર્યું છે.' મિત્રશ્રોએ જણાવ્યું: ‘હું આપશ્રીનું અપમાન કેવી રીતે કરી શકું ? મેં તો આપના સિદ્ધાંત અનુસાર જ આપશ્રીને ભિક્ષા પ્રદાન કરી છે. આપશ્રી અંતિમ પ્રદેશને જ વાસ્તવિક માને છે, બીજા પ્રદેશને નહીં. એટલે મેં પ્રત્યેક પદાર્થને અંતિમ પ્રદેશ આપને આપે છે.”
તિષ્યગુપ્તને પોતાની ભૂલનું જ્ઞાન થયું, મિત્રશ્રીએ સારી રીતે એમને ભિક્ષા વહેરાવી. તિષ્યગુપ્ત ફરીથી ભગવાન મહાવીરના શાસનમાં શામેલ થઈ ગયે.
જીવના અસંખ્ય પ્રદેશ હોય છે. પરંતુ જીવપ્રાદેશિકવાદના મત પ્રમાણે જીવન ચરમ પ્રદેશને જ જીવ માનવામાં આવતા હતા, બાકીના પ્રદેશને નહીં. અવ્યક્તકવાદના પ્રરૂપક આચાર્ય આષાઢ - ભગવાન મહાવીરના પરિનિર્વાણનાં બસે ચૌદ વર્ષ પછી વેતાંબિકા નગરીમાં “અવ્યક્તવાદની ઉત્પત્તિ થઈ. આ વાદના પ્રવર્તક આચાર્ય આષાઢના શિષ્ય હતા. એકવાર શ્વેતાંબિકા નગરીમાં પલાશ ઉદ્યાનમાં તે પોતાના શિષ્યોને યોગાભ્યાસ કરાવી રહ્યા હતાં. એકાએક આચાર્ય આષાઢને હૃદયશૂલ થયું અને તે ક્ષણે જ મૃત્યુ પામ્યા ને સૌધર્મ કપમાં દેવ બન્યા. અવધિજ્ઞાનમાં એમણે પોતાના મૃત શરીરને અને યોગસાધનામાં લીન પોતાના શિષ્યોને જોયા. યોગસાધનામાં શિષ્ય એટલા બધા લીન હતા કે ગુરૂના મૃત્યુ અંગે પણ એમને ભાન ન હતું. દેવરૂપ આચાર્ય વિચારવા લાગ્યા: “મારા વિના શિષ્યોને કેણુ વાચના આપશે ?' એટલે એમણે ફરીથી પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. જ્યારે શિષ્યની યોગસાધનાનો ક્રમ પૂરો થઈ ગયે ત્યારે આચાર્ય આષાઢે દેવરૂપમાં પ્રગટ થઈ કહ્યું: “શ્રમણ, મને ક્ષમા કરે. હું અસંયતી હતા, તથાપિ સંયતીઓને નમસ્કાર કરાવ્યા. મૃત્યુ અંગેની આખીય ઘટના તેમણે શિષ્ય સમક્ષ રજૂ કરી દીધી. શ્રમણોને એવો સંદેહ થઈ ગયા કે કોણ શ્રમણ અને કેણુ દેવ ? આ નિશ્ચયપૂર્વક કહી શકતા નથી માટે બધા અવ્યક્ત છે. સ્થવિરોએ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ સમજ્યા નહીં.
એકવાર તેઓ વિહાર કરતા કરતા રાજગૃહ નગરીમાં આવ્યા. ત્યાં મૌર્ય વંશીય રાજા બલભદ્ર શ્રમણોપાસક રહેતા હતો. એણે આ શિષ્યો અંગે સાંભળ્યું હતું. એમને પ્રતિબંધ પમાડવા માટે પોતાની ચાર વ્યક્તિઓને કહ્યું: “તે શ્રમને અહીં બોલાવી લાવ.” જ્યારે શ્રમણો આવી પહોંચ્યા ત્યારે રાજાએ કહ્યું: “એમને કોરડા લગાવો.” રાજાના આદેશ પ્રમાણે કેરડા મારવામાં આવ્યા. તે શ્રમણોએ કહ્યું : “અમે તે તને શ્રાવક સમજી અહીં આવ્યા હતા. પરંતુ તું અમને પટાવે છે ?' રાજાએ કડક થઈને કહ્યું: “તમે તસ્કર હે, ગુપ્તચર હે, કે અન્ય કંઈક હે એ કોણ જાણે છે ?” એ શ્રમણોએ કહ્યું: “અમે તો સાધુ છીએ.” રાજાએ કહ્યુંઃ તમે સાધુ છે કે ચારક છે, એ નિશ્ચયપૂર્વક કણ કહી શકે ? હું શ્રાવક છું કે નથી તે પણ નિશ્ચયપૂર્વક કેણું કહી શકે છે?' શ્રમણને પોતાની ભૂલનું ભાન થયું. એમણે પિતાના અજ્ઞાન પર ખેદ વ્યક્ત કર્યો. રાજાએ કહ્યું : “આપને પ્રતિબંધ પમાડવા માટે મેં આ ઉપક્રમ કર્યો હતો, એટલે આપ મને ક્ષમા કરો.” અવ્યક્તવાદને એવો મત હતો કે બધું જ અનિશ્ચિત છે, અવ્યક્તવ્ય છે.' નિશ્ચિતપણે કંઈ પણ કહી શકતા નથી. એ પૂર્ણ સ્પષ્ટ છે કે, અવ્યક્તવાદના પ્રવર્તક આચાર્ય આષાઢ ન હતા. આચાર્ય આષાઢનું દેવરૂપ આ વાદનું નિમિત્ત બન્યું હતું, એટલે તે આ વાદના પ્રવર્તક તરીકે ખ્યાત થયા. બીજુ એ પણ કારણ હોઈ શકે કે આચાર્ય આષાઢના શિષ્યોએ અવ્યક્તવાદનું પ્રચલન કર્યું છે. જે સમયે પ્રસ્તુત ઘટના વા પ્રસ્તુત પ્રસંગને ઉલ્લેખ ૧. આવશ્યક, મલયગિરિવૃત્તિ, પત્ર ૪૦૫, ૪૦૬ ૨. ચઉદસ દે વાસસયા તઈયા સિદ્ધિ ગયસ્સ વીરસ્ય |
અવત્તગાણુ દિઠી સેઅવિઓએ સમુપ્પન્ના આવશ્યકભાષ્ય, ગાથા ૧૨૯ ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org