________________
૧૧૨
ધર્મ કથાનુગ–ભરત ચક્રવતી-ચરિત્રઃ સુત્ર ૫૦૭
પહોળી, ઉત્તમ નગરી જેવી છાવણી રચી, રચીને વર્ધકરત્ન (સૂત્રધારોના અગ્રણી)ને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય!..તરત જ મારા માટે એક આવાસગૃહ અને એક પૌષધશાળાનું નિર્માણ કર, અને નિર્માણ કરીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કર.” - ભરત રાજાની આવી આશા સાંભળીને તે વર્ધકિરને હૃષ્ટ, તુષ્ટ અને મનમાં આનંદિત થઈને-વાવ-અંજલિ રચીને “હે સ્વામિ! જેવી આપની આસા’ એ પ્રમાણે વિનયપૂર્વક આશા સ્વીકારી, સ્વીકારીને ભારત રાજા માટે આવાસગૃહ અને પૌષધશાળાનું નિર્માણ કર્યું', કરીને તરત આજ્ઞા પોતે પૂર્ણ કરી છે તેની જાણ રાજાને કરી. માગધતીર્થમાં ભરતે કરેલ અષ્ટમભક્ત અને
પૌષધ૫૦૪. ત્યાર બાદ તે ભરત રાજા અભિષેક માટેના
હસ્તીરત્ન પરથી નીચે ઊતર્યો, ઊતરીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા, આવીને પૌષધશાળામાં પ્રવેશ્યો, પ્રવેશીને પૌષધશાળાનું પ્રમાર્જન (સફાઈ) કર્યું, પ્રમાર્જન કરીને દર્ભનું સંસ્તરણ (આસન) પાથયું, પાથરીને તે દર્ભાસન પર બેઠો, બેસીને માગધતીર્થ કુમારદેવની સાધના માટે અષ્ટમભક્ત (ત્રણ ઉપવાસ)ના તપનું પ્રત્યાખ્યાન નિશ્ચય, પ્રતિજ્ઞા) ધારણ કર્યું*, પ્રત્યાખ્યાન કરીને પૌષધશાળામાં પૌષધધારીની જેમ બ્રહ્મચર્ય પાળીને, મણિ–સુવર્ણ છોડી દઈને, માળા, અંગરાગ, વિલેપન આદિ છેડી દઈને, મુશળ આદિ શસ્ત્ર ત્યજી દઈને, દર્ભના આસન પર એકલો, બીજા કોઈને સાથે રાખ્યા વિના, સતત જાગૃતપણે અષ્ટમ ભક્ત તપ કરવા લાગ્યો. અધરથારૂઢ ભારતનું લવણસમુદ્રમાં
અવગાહન૫૦૫. અષ્ટમભક્ત તપની આરાધના પૂરી કરીને પછી
તે ભરત રાજા પૌષધશાળામાંથી બહાર નીકળ્યો,
બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા (બેઠક ખંડ) હતી ત્યાં આવ્યો, આવીને કૌટુંબિક પુરુષ(સેવકો)ને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! તમે તરત જ અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ સાથેની ચતુરંગિણી સેના સજજ કરો અને ચાર ઘંટવાળો એક અશ્વરથ તૈયાર કરો.” આમ કહી તે સ્નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને મોતીભરેલા તોરણવાળા ગવાક્ષ આદિ પૂર્વવર્ણન-પાવનૂધવલ મહામેધામાંથી નીકળેલ ચન્દ્ર સમાનથાવત્-સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, બહાર નીકળીને અશ્વ, ગજ, રથ આદિ શ્રેષ્ઠ વાહનયાવતુ-જેની કીર્તિ પ્રસરી રહી છે તેવો તે જ્યાં બહારનો સભાખંડ હતો ત્યાં આવ્યો, આવીને
જ્યાં ચાર ઘંટવાળો અશ્વરથ હતો ત્યાં આવ્યો,
આવીને ચાર બાંટવાળા અશ્વરથ પર સવાર થયો. પ૦૬. ત્યાર બાદ ચાર ઘંટવાળા અશ્વરથ પર બેસી,
ઉત્તમ અશ્વો, ગજો, રથો અને પાયદળથી ઘેરાયેલો તે ચતુરંગિણી સેના સાથે ઉત્કૃષ્ટ સિંહનાદ જેવી ગર્જનાઓના કલરવથી પ્રક્ષુબ્ધ મહાસમુદ્રના રથની જેમ આકાશમંડળને ભરી દેતો, પાછળ ચાલતા હજારો શ્રેષ્ઠ રાજાઓ સાથે, ભટ–સુભટોના સમૂહ સાથે, દબદબાપૂર્વક, ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગે માગધતીર્થથી પૂર્વ દિશાના માર્ગે થઈને તે લવણ સમુદ્રમાં પ્રવેશ્યાયાવતુ-તેના શ્રેષ્ઠ રથના પૈડાં ધરી સુધી પાણીમાં ભીંજાઈ ગયાં, ત્યારે તે ભરત રાજાએ ઘોડાઓને અટકાવ્યા, અટકાવીને રથને ઊભો રાખ્યો, ઊભો રાખીને તેણે હાથમાં ધનુષ્પ લીધું. ભરતે છોડેલા તીરનું માગધતીર્થાધિપતિના
ભવનમાં પડવું– ૫૦૭. તે ધનુષ્યને આકાર તરત ઉગેલા બીજના ચંદ્ર
જેવો હતો, ઈદ્રધનુષ જેવો હતો, ઉત્તમ મદમસ્ત પાડાના સુદઢ સઘન શીગડામાંથી તે બનાવવામાં આવ્યું હતું, શ્રેષ્ઠ નાગ, શ્રેષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org