________________
ધર્મકથાનુગ-ભરત ચક્રવતી –ચરિત્ર: સૂત્ર ૫૦૧
૧૧૧,
હતો ત્યાં આવ્યા, આવીને આદેશ અનુસાર મહોત્સવ કરવા-કરાવવાની જાણ કરી.
ચક્રરત્નનું માગધતીર્થ પ્રતિ પ્રયાણ– ૫૧. ત્યાર બાદ જ્યારે ચક્રરત્નની અષ્ટ-દિવસીય
મહોત્સવ પૂરો થયો ત્યારે તે ચક્રરને આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને આકાશિમાં અદ્ધર સ્થિર થયું, એક હજાર યક્ષ દેવે તેને વીંટળાઈને ઉઠાવી રહ્યા હતા, તે સમયે દિવ્ય વાદ્યોના નાદ-પ્રતિનાદથી ગગનમંડળ ગુંજી ઊઠ્યું. આ રીતે આકાશમાં પ્રતિષ્ઠિત તે ચક્રરત્ન વિનીતા નગરીની વચ્ચોવચ્ચે થઈને પસાર થયું, નીકળીને તે ગંગા મહાનદીના દક્ષિણ દિશાના તટ પર થઈને પૂર્વ દિશામાં રહેલા માગધતીર્થ તરફ ચાલવા લાગ્યું. અભિષેક-હસ્તી પર બેસી ભરતનું ચકરત્ન
પાછળ જવું– ૫૨. ભરત રાજાએ જ્યારે તે દિવ્ય ચક્રરત્નને ગંગા
મહાનદીના દક્ષિણ દિશાના તટ પર થઈને પૂર્વ દિશામાં આવેલા માગધતીર્થ તરફ જતું
જોયું તો તે જોઈને હૃષ્ટ-તુષ્ટ–પાવતુ-હૃદયમાં , આનંદિત થઈને તેણે પોતાના કૌટુંબિકજનોને * (સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે . કહ્યું' હે દેવાનુપ્રિયે! તમે તરત જ અભિષેક
" માટેના હાથીને સુસજજ કરો. સુસજજ કરીને - અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ
યુક્ત ચતુરંગિણી સેનાને તૈયાર કરે, તૈયાર - કરીને પછી મને આશા પૂરી કર્યાની - જાણ કરો.'
ત્યારે તે કૌટુંબિક પુરુષેએ—પાવતુ-આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી.
ત્યાર બાદ તે ભરત રાજા જયાં-સ્નાનગૃહ હતું ત્યાં ગયો, જઈને સ્નાનગૃહમાં પ્રવેશ
કર્યો, પ્રવેશીને મોતી ભરેલ તોરણોવાળા - મનોહર તથા પૂર્વવણિત-યાવતુ-ધવલ મહા' મેઘમાંથી નીકળેલ ચન્દ્ર સમાન–પાવતુ-પ્રિય
દર્શન નરપતિ સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, નીકળીને અશ્વદળ, ગજદળ, રથદળ અને શ્રેષ્ઠ વાહન, સુભટો આદિના સમૂહથી સુસજજ સેના વડે વીંટળાઈ યશસ્વી એવો તે બહારની ઉપસ્થાનશાળા (સભાગૃહ) જ્યાં હતી, જયાં અભિષેક-હસ્તીરત્ન હતો ત્યાં આવો, આવીને અંજનગિરિના શિખર જેવા શ્યામ હરતીરન
પર સવાર થયો. પ૦૩, હસ્તરન પર આરૂઢ તે ભરનાધિપતિ નરેન્દ્રનું'
વક્ષસ્થળ શ્રેષ્ઠ રીતે સુઘડ કારીગરો દ્વારા બનાવાયેલા હારથી આચ્છાદિત હતું, કુંડળોથી તેનું મુખ દેદીપ્યમાન લાગતું હતું, મુકુટથી તેનું મસ્તક પ્રકાશિત થઈ રહ્યું હતું, તે નરસિંહ સમાન, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ સમાન અને રાજાઓમાં ય વૃષભ સમાન, અધિકાધિક રાજતેજલક્ષ્મીથી દીપતો હતો, સેંકડે મંગળપાઠકો વડે તેની સ્તુતિ કરાઈ રહી હતી, જનસમૂહ વડે તેનો જયજયકાર થઈ રહ્યો હતો, એવો તે રાજા હાથીના સ્કંધ પર બેઠો. તેના મસ્તક પર કોરંટ પુષ્પની માળાઓ લટકાવેલ છત્ર ધરવામાં આવી રહ્યું હતુ, ઉત્તમ શ્વેત ચામરે તેના ચામરધારીઓ તેની ચોપાસ ઢોળતા હતા. તે જાણે કે હજારો યક્ષો વડે ઘેરાયેલો ધનપતિ કુબેર હોય તેવો, દેવાધિપતિ ઇન્દ્રના જેવી સમૃદ્ધિથી જેની કીર્તિ દિગંતવ્યાપી બની હતી તેવ. ગંગા મહાનદીના દક્ષિણ કિનારે આવેલાં હજારો ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મંડલ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંવાહ આદિથી શોભાયમાન પૃથ્વીમંડળને જીતતો જીતતો અને તે તે સ્થાનોના અધિપતિ પાસેથી ભેટસોગાદરૂપે ઉત્તમ રત્નોને સ્વીકાર કરતા કરતો, દિવ્ય ચક્રરત્નની પાછળ પાછળ ચાલતો ચાલત, પોજન યોજના અંતરે પડાવ નાખતો અને વિશ્રામ કરતો કરતો જ્યાં માગધતીર્થ હતું ત્યાં આવ્યો, આવીને માગધતીર્થની નજીક નહીં તેમ જ દૂર નહીં તેવા પ્રદેશમાં બાર યોજન લાંબી અને નવ યોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org