________________
ધર્મકથાનુયોગ-ભરત ચક્રવતી—ચરિત્ર: સત્ર ૫૧
૧૧ .
અવાજ હતો. તે શત્રના હૃદયને કંપાવનાર હતો, શ્રીયુક્ત અને પ્રભાયુક્ત તે પૃથ્વીવિજયલાભ નામે પ્રસિદ્ધિ હતો. તેની કીર્તિ ચાર લોકમાં પ્રસરેલી હતી, તેવા તે ચાર ઘંટવાળા અથરથ પર પૌષધિ, રાજા ભરત આરૂઢ થયો.
ત્યાર પછી ચાર ઘંટવાળા તે અથરથ પર રાજા ભરત આરૂઢ થયો અને પૂર્વવર્ણન મુજબ વરદામતીર્થથી દક્ષિણ દિશામાં જઈ લવણ સમુદ્રમાં ઊત–પાવતુ-તે ઉત્તમ રથનો મધ્યભાગ ધૂસરી સુધી ભીંજાયાવતુ-પ્રીતિદાન ગ્રહણ કર્યું.
એ વર્ણનમાં આટલું વિશેષ કથન કે ચૂડામણિ તથા દિવ્ય શૈવેયક(આભૂષણ-વિશેષ), કટિસૂત્ર(દોરો), કડાં અને શુટિત આપ્યાં -પાવતુ-દક્ષિણ દિશાને અંતપાલયાવઆઠ દિવસનો મહોત્સવ કર્યો, મહોત્સવ કરીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી.
ભરતને પ્રભાસતીર્થ-વિજય૫૧૬ વરદામતીર્થાધિપતિ દેવના માનમાં અષ્ટાનિક
મહોત્સવ ઊજવાઈ ગયા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને આકાશમાં અદ્ધર થયું–વાવ-આકાશમંડળને ગજાવતું તે ઉત્તર પશ્ચિમ દિશા (વાયવ્ય કોણ)માં આવેલ પ્રભાસતીર્થ તરફ ચાલવા લાગ્યું.
ત્યાર પછી તે ભરત રાજા તે દિવ્ય ચક્રરત્નને અનુસરત-યાત્-ઉત્તરપશ્ચિમ દિશામાં પૂર્વ વર્ણિત રીતે ચાલ્યો-વાવ-પશ્ચિમ દિશા સન્મુખ થઈ પ્રભાસતીર્થ થઈ લવણસમુદ્રમાં ઊતર્યો, ઊતરીને-યાવતુ-તેના રથના કૂપર ભીંજાઈ ગયાયાવ-તેને પ્રીતિદાન મળ્યું. વિશેષ વિગત એટલી કે માળા, મુકુટ, મુક્તામાળા, હેમરાશિ, કડા, કુટિન વગેરે આભરણે તથા સ્વનામાંકિત તીર અને પ્રભાસતીર્થનું જળ એ બધું ગ્રહણ કર્યું, ગ્રહણ કરીનેથાવતુ-પ્રભાસતીર્થની સીમા સુધી તમે વિજય મેળવ્યો છે તેથી હું આપ દેવાનુપ્રિયના દેશનો
નિવાસી—યાવતુ-પશ્ચિમ દિશાનો રક્ષક બન્યો છું [એવા પ્રભાસતીર્થાધિપતિના કથન સુધી. પૂર્વવર્ણન પ્રમાણે બાકીનું વર્ણન યાવતુઆઠ દિવસનો મહોત્સવ કર્યો.
ભરતનું સિંધુદેવી દ્વારા સન્માનપ૧૭. પ્રભાસતીર્થાધિપતિ દેવના માનમાં અષ્ટાનિક
મહોત્સવ ઊજવાઈ ગયા બાદ તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને - વાવ-ગગનતળને ગજાવતું ગજાવતું તે સિંધુ મહા નદીના દક્ષિણ તટેથી પૂર્વ દિશા તરફ સિંધુ દેવીના ભવન તરફ ચાલવા લાગ્યું.
ત્યારે તે રાજા ભરતે તે દિવ્ય ચક્રરત્નને સિંધુ નદીના દક્ષિણ તટેથી પૂર્વ દિશામાં રહેલા સિંધુદેવીના ભવન તરફ પ્રયાણ કરવું જોયું, જોઈને તે હૃષ્ટ-તુષ્ટ આનંદિત મનવાળ-યાવત્ પૂર્વ વર્ણન મુજબ જયાં સિંધુ દેવીનું ભવન હતું ત્યાં આવ્યો, આવીને સિંધુદેવીના ભવનની અતિ નજીક કે દૂર નહીં તેવી જગ્યાએ બાર યોજન લાંબી, નવ યોજન પહોળી એવી શ્રેષ્ઠ નગર જેવી છાવણી સ્થાપી-વાવસિંધુદેવીની સાધના માટે અષ્ટમ ભક્ત (અઠ્ઠમ તપ) સ્વીકાર્યું', સ્વીકારીને પૌષધશાળામાં પૌષધવ્રતધારીની જેમ બ્રહ્મચારી રૂપે રહ્યો-વાવ-દર્ભના સંથારા પર બેસી અષ્ટમ ભક્ત સાથે મનમાં સિંધુદેવીનું સ્મરણ કરવા લાગ્યો.
ત્યારે તે ભરત રાજાનું અષ્ટમ ભક્ત તપ પરિપૂર્ણ થતાં સિંધુદેવીન આસન ચલાય. માન થયું, ત્યારે તે સિંધુદેવીએ પોતાનું આસન ચલિત થતું જોયું, જોઈને તેણે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો, પ્રયોગ કરી અવધિજ્ઞાન દ્વારા ભરત રાજાને જોયો, જોઈને તેને આ પ્રકારે વિચાર, વિકલ્પ થયો
‘જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવતી રાજા પેદા થયો છે, તે ભૂત, વર્તમાન અને ભાવિ સિંધુદેવીઓનો એ કુલક્રમાગત આચાર છે કે ભારત રાજાઓનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org