________________
ધર્મ સ્થાનુગ–ભરત ચક્રવર્તી ચરિત્રઃ સૂત્ર પર
૧૧૯
પાત્રો, અલંકાર, કડાં-પાવતુ-આભૂષણો લે છે, લઈને પોતાની ઉત્કૃષ્ટ ગતિથી આગમનપાવતુ-સન્માન, સન્કાર કરીને વિદાય—પાવતુ–ભજનમંડપમાં ભજન તથા પૂર્વવતું અષ્ટાહ્િનકા મહોત્સવ. ભરતના સુસેન સેનાપતિ દ્વારા સૌન્ય નૌકા
રૂ૫ ચમરત્ન દ્વારા સિંધુ નદી પાર કરવી ૫૨૧. ત્યાર પછી કૃતમાલદેવના માનમાં કરાવેલ
અણહિનકા ઉત્સવ પૂર્ણ થતાં તે ભરત રાજાએ સેનાપતિ સુસેનને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! તું જા અને સિંધુ મહાનદીના પશ્ચિમ દિશાવતી નિષ્ફટ પ્રદેશને, સાગરથી ગિરિ સુધીની સીમમાં આવેલ સમ-વિષમ પ્રદેશોને જીતી લે, જીતીને ઉચ્ચ
અને ઉત્તમ રત્નો લઈ આવ, ઉચ્ચ ઉત્તમ રત્નો લાવી મારી આજ્ઞા પૂરી કર્યાની જાણ કર.” પ૨૨. ત્યાર પછી તે સેનાપતિ, સેનાનાયક, ભારત
વર્ષમાં વિદ્યુત યશવાળા, મહાન બળ અને પરાક્રમવાળો, મહાત્મા, ઓજસ્વી, તેજસ્વી, બ્લેચ્છ ભાષા-વિશારદ, મનહર-ભાષી, ભારત વર્ષના ઉચ્ચ પ્રદેશો, નીચા પ્રદેશ, દુર્ગમ અને દુપ્રવેશ પ્રદેશોનો જાણકાર, અસ્ત્રશસ્ત્રને કુશળ શાત, સેનાપતિઓમાં રત્ન સમાન સુસેન સેનાપતિ ભરત રાજાની આવી આજ્ઞા સાંભળી હુષ્ટ-તુષ્ટ આનંદિત બન્યાયાવતુ બે હાથ જોડી અંજલિ રચીને મસ્તક સમીપે લઈ જઈ બો-હે સ્વામિ ! જેવી આશા.” એવી રીતે વિનયપૂર્વક આશા સ્વીકારી, સ્વકારીને ભરત રાજા પાસેથી તે નીકળે, નીકળીને
જ્યાં પોતાનો આવાસ હતો ત્યાં આવ્યો, આવીને સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું.
હે દેવાનુપ્રિયે ! તરત જ અભિષેક-હસ્તીને સજજ કરો, તથા અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળની ચતુરંગિણી સેના તૈયાર કરે.” એમ કહી જયાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો,
આવીને સ્નાનગૃહમાં પ્રવેશ્ય, પ્રવેશીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુકમંગલાદિ ક્રિયા કરી, કવચ, બખ્તર આદિ પહેરી યુદ્ધસજજ થયા, ગળાનો રક્ષાપટ્ટો બાંધ્ય, ધનુષબાણ બાંધ્યું, પદસૂચક ચિહનો આદિની પટ્ટી પહેરી, શસ્ત્રાસ્ત્ર ધારણ કર્યા અને પછી અનેક ગણનાયક, દંડનાયકો-યાવતુ-વીંટળાઈને કરંટપુષ્પોની માળાઓ લટકાવેલ છત્ર ધારણ કરી, જયસૂચક અને મંગળસૂચક શબ્દોના ધણ સાથે સ્નાનગૃહમાંથી બહાર નીકળે, નીકળીને જયાં બહારનો સભાખંડ હતો, જ્યાં અભિષેક-હસ્તી હતો ત્યાં આવ્યો, આવીને અભિષેક-હસ્તી પર આરૂઢ થયે.
પછી તે સુસેન સેનાપતિ ઉત્તમ હસ્તી પર ચડીને, કરંટપુષ્પની માળાઓવાળું છત્ર ધારણ કરીને, અશ્વદળ, ગજદળ, રથદળ અને પ્રવર પાયદળ સાથેની ચતુરંગિણી સેનાથી વીંટળાઈ, ઠાઠમાઠ આડંબર સાથે, ગગનભેદી મહા સિંહનાદ જેવા અવાજથી પૃથ્વીને સમુદ્ર જેવી કોલાહલમય બનાવતા બનાવતા, સર્વ સમૃદ્ધિ સહિત, સર્વ ધતિ સહિત સમગ્ર રીન્ય સાથે યાવત્ ઘાષ-નિર્દોષ સાથે જ્યાં સિંધુ મહાનદી હતી ત્યાં આવ્યો, આવીને ચમરત્નને સ્પર્શ કર્યો.
તે શ્રીવત્સ આકારનું અને જેમાં મોતી તથા અર્ધ તારક અને ચંદ્ર ચિત્રિત છે તેવું દિવ્ય ચર્મરત્ન અચલ, અકંપ, અભેદ્ય કવચ જેવું હતું, નદીઓ અને સાગરને પાર કરવા સમર્થ હતું, વાવ્યા પછી એક જ દિવસમાં જેના પર સત્તર પ્રકારનાં ધાન્યો ઊગી જાય તેવું તે દિવ્ય ચર્મરન વર્ષા જાણીને ચક્રવતીએ
સ્પર્શ કરવાથી બાર યોજનથી ય અધિક ત્રાંસું વિસ્તરીને ફેલાઈ જતું.
ત્યાર પછી સુસેન સેનાપતિ સ્પર્શ કર્યો એટલે તે દિવ્ય ચર્મરત્ન તરત જ નૌકારૂપ બની ગયું.
એટલે તે સુસેન સેનાપતિ નૌકા સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org