________________
૧૧૪
ધર્મકથાનુયોગ-ભરત ચક્રવતી ચરિત્ર: સૂત્ર ૫૧૨
મુકુર, કડાં, બાજુબંધ, વસ્ત્ર અને આભાર લીધાં તથા ભારતનું ન માંકિત બાણ અને માગધતીર્થનું જળ લીધું, લઈને ઉકષ્ટ ગતિથી, વરિત ગતિથી, ચાળ ગતિથી, વેગવાળી ગતિથી, સિંહ જેવી ગતિથી, શીધ્ર ગતિથી, વિશેષ વેગવાળી ગતિથી, દિલ દેવગતિથી ચાલતો ચાલતો તે જયાં રાજા ભરત હતો ત્યાં
આવી પહોંચ્યો. ૫૧૦. ત્યાં આવીને ઘૂઘરીવાળાં પંચરંગી ઉત્તમ વસ્ત્રો
ધારણ કરીને અંતરિક્ષમાં (આકાશમાં) ઊભા રહી દશે આંગળીઓ જોડી મસ્તક પર લઈ જઈ–વાવ-હાથ જોડીને ભારત રાજાને તેણે જય જય શબ્દથી વધાવો, વધાવીને આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિય ! આપે સમગ્ર ભારતવર્ષના માગધતીર્થ સુધીના પૂર્વ દિશાવતી ક્ષેત્ર ઉપર વિજય મેળવ્યો છે, તેથી હું પણ બાપ દેવાનુપ્રિયના દેશનો નિવાસી બન્યો છું, હું પણ આપ દેવાનુપ્રિપનો આજ્ઞાધારી દાસ બન્યો છું, આપ દેવાનુપ્રિમના પૂર્વ દિશાના ક્ષેત્રને હવે હું અંતેપાલ (રક્ષક) બન્યો છું.
તે હે દેવાનુપ્રિય! મારું આટલું પ્રીતિદાન સ્વીકારે.’ આમ કહી તેણે હાર, મુકુર, કુંડળો, કડાં–શાવતુ-માગધતીર્થનું પવિત્ર જળ તેને ભેટ ધર્યું.
ત્યારે તે રાજા ભરતે માગધતીર્થના દેવકુમારે આપેલું તે પ્રીતિદાન સ્વીકાર્યું, સ્વીકારીને માંગધતીર્થાધિપતિ દેવકુમારનો તેણે રાત્કાર કર્યો, સન્માન કર્યું', સાકાર-સન્માન કરીને તેને વિદાય આપી. ભરતે કરેલ અષ્ટભક્તનું પારણું અને માગધતીર્થાધિપતિ દેવના માનમાં અષ્ટહિનક
ઉત્સવને દેશ૫૧૧, ત્યાર પછી તે ભરત રાજાએ રથ પાછો વાળ્યો.
પાછો વાળીને માંગધતીથી લવણસમુદ્ર થઈ ભરત ક્ષેત્રમાં પાછો ફરે છે, પાછા ફરી જ્યાં વિજયછાવણી હતી અને જયાં બહારની
ઉપસ્થાનશાળા (સભા) હતી ત્યાં આવ્યો, આવીને અશ્વોને રોક્યા, રોકીને રથ ઊભો રાખો, રથ ઊભો રાખી રથમાંથી નીચે ઊતર્યો, ઊતરીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગયે , જઈને સ્નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને-પાવતુ-ચંદ્ર સમાન પ્રિયદર્શન એ તે નરપતિ ભરત સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં ભોજનશાળા હતી ત્યાં આવ્યો, આવીને ભજનમંડપમાં ઉત્તમ સુખાસન પર બેસી અઠ્ઠમ તપનું પારણું કર્યું, પારણું કરીને ભજનમંડપમાંથી બહાર નીકળ્યો, બહાર નીકળીને જયાં બેઠક–ખંડ હતો ત્યાં આવ્યો, આવીને સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને સુખપૂર્વક બેઠો, બેસીને અઢારે શ્રેણીપ્રશ્રેણીના લોકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું“હે દેવાનુપ્રિય! તમે લોકો તરત જ નગરને જકાતમુક્ત અને કરમુક્ત જાહેર કરો-યાવર્તુમાગધતીર્થ–દેવના માનમાં મહામહિમાવાળો આઠ દિવસનો મહોત્સવ ઊજવે, ઉજવણીની આજ્ઞા પૂરી કરીને મને જાણ કરો.'
ત્યારબાદ તે અઢારે શ્રેણી–પ્રકોણીના લોકોએ ભરત રાજાની આજ્ઞા સાંભળી હુષ્ટ-તુષ્ટ થઈ સ્વીકારી–પાવતુ-મહોત્સવની ઉજવણી કરી, ઉજવણી કરીને આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી.
ચકરત્વનું વરદામતીર્થ તરફ પ્રયાણ – ૫૧૨, ત્યાર બાદ તે દિવ્ય ચક્રરત્ન જેનું નિવેશ
(આવરણ) વજીમય હતું, જેના ખારા લેહિતાક્ષ મણિના બનેલા હતા, જેના થાળામાં વિવિધ મણિમય છરા જડેલા હતા, જે મણિ-મૌક્તિકોથી સુશોભિત હતું, જે નંદિઘોષયુક્ત અને ઘૂઘરીઓવાળું હતું, દિલ હતું, તરુણ સૂર્ય જેવું પ્રકાશિત હતું, વિવિધ પ્રકારને મણિ– રત્નોની ઘંટડીઓ જડેલું હતું, બધી ઋતુનાં સુગંધી પુષ્પો અને માળાથી આકર્ષક લાગતું, અંતરિક્ષમાં રહેલા હજારો યક્ષો દ્વારા વીંટળાયેલું, દિવ્ય વાજિંત્રોના શબ્દોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org