________________
ધર્મ કથાનગ–મહાવીર–ચરિત્ર: સૂત્ર ૩૨૧
૩૨૧. ૧૪. કાશ્યપ-ગોત્રીય મતિમાન માહણ ભગ
વાન મહાવીર નિદાન કર્મથી રહિત થઈને
આ રીતે વિચર્યા. એમ હું કહું છું. ભગવાનને ચિકિત્સા–ત્યાગ૩૨૨. ૧. રોગનો સ્પર્શ નહીં થયેલ હોવા છતાં
ભગવાન ઊણોદરી વ્રત કરતા, રોગ હોય યા ન હોય પણ ભગવાન ઔષધિ
આદિથી ચિકિત્સા કરવાની ઇચ્છા ન કરતા, ૨. શરીરને અશુચિમય જાણી ભગવાન રોગના શમન માટે કે શરીર-શુદ્ધિ માટે વિરેચન, વમન, તેલમર્દન, સ્નાન, પગચંપી, દંતમંજન ઇત્યાદિ કા ન કરતા. ૩. તે ભગવાન ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત રહેતા અને અભ્યભાષી થઈ વિચરતા.
ક્યારેક ક્યારેક શીતકાળમાં પણ છાયામાં
ધ્યાનસ્થ થતા. ભગવાનની આહાર-ચર્યા ૩૨૩. ૪. તેઓ ગ્રીષ્મ ઋતુમાં ઉલ્લુટુક આસનપૂર્વક
સૂર્યની સામે મુખ રાખી આતાપના લેતા અને ધર્મ-સાધનાના સાધનરૂપ શરીરને ટકાવી રાખવા માટે ચોખા, બોરનો લોટ, અડદ વગેરે નીરસ આહાર લઈ શરીરનિર્વાહ કરતા. ૫. ભગવાને માત્ર ત્રણ જ વસ્તુઓનું સેવન કરી આઠ મહિના સુધી દેહ ટકાવી રાખ્યો હતો. કોઈ વાર ભગવાન અર્થો મહિનો કે એક મહિને નિરાહાર અને નિર્જળ રહેતા એટલે કે આહાર-પાણી કંઈ
ન લેતાં. ૬. ક્યારેક ક્યારેક બે મહિનાથી ય અધિક
સમય સુધી અને કયારેક છ છ મહિના સુધી આહાર-પાણીનો સર્વથા ત્યાગ કરી ભગવાન મહાવીર રાત-દિન દયાનસ્થ રહેતા. ૭, તે ભગવાન ક્યારેક બે બે દિવસના
અંતરે, ક્યારેક ત્રણ ત્રણ દિવસના અંતરે, કદી ચાર ચાર દિવસના અંતરે,
કદી પાંચ પાંચ દિવસના અંતરે, તો કદીક છ છ દિવસના અંતરે આહાર લેતા હતા. ઉપવાસના પારણામાં તેઓ વાસી આહાર લેતા. આ રીતે આત્માની આલોચના કરતા તેઓ નિદાનરહિતપણે
સમાધિમગ્ન રહેતા. ૩૨૪. ૮. તે ભગવાન મહાવીર હેય-શૈય અને
ઉપાદેય પદાર્થોને જાણીને ન તો પોતે પાપકર્મ કરતા, ન બીજાઓ પાસે કરાવતા કે ન કરનારાઓને અનુમોદન આપતા. ૯, તે ભગવાન મહાવીર ગામ કે નગરમાં
જઈને બીજાઓએ બનાવેલ શુદ્ધ આહારની શોધ કરતા અને એ શુદ્ધ આહાર
ગવેષણાપૂર્વક વિવેકપૂર્વક લેતા. ૧૦-૧૨ જ્યારે ભગવાન મહાવીર ભિક્ષા માટે
જતા ત્યારે રસ્તામાં ભૂખ્યા-તરસ્યાં થયેલાં પક્ષી-પ્રાણીઓને એકત્ર થયેલાં જોઈ તેમને આહારમાં વિદન ન નડે તેમ વિવેકપૂર્વક ચાલતા.
અથવા બ્રાહ્મણ કે શ્રમણ કે ગામના ભિક્ષુકો કે અતિથિઓ, બિલાડી, કૂતરાં કે બીજાં પ્રાણીઓને જો આગળ ઊભેલાં જોતા તો તેમને ભોજન-પ્રાપ્તિમાં વિધન ન થાય તેવી રીતે, તેમની અપ્રીતિ ન વહોરવી પડે તે રીતે અને કોઈપણ જીવની હિંસા કે વિરાધના ન થાય તે રીતે આહાર
પાણીની ગવેષણા કરતા. ૧૩. દહીં આદિથી મિશ્રિત આહાર, શુષ્ક
આહાર, અડદ કે જૂના ધાન્યનો આહાર, જવ આદિનો આહાર કે સ્વાદિષ્ટ ભોજન મળે કે ના મળે તે હર્ષ-વિષાદ ન
અનુભવતાં સાધનામાં મગ્ન રહેતા. ૩૨૫. ૧૪. તે ભગવાન મહાવીર સ્થિર આસને
બેસીને અને મનથી નિશ્ચલ થઈને ધર્મધ્યાન-શુકલ ધ્યાન કરતા. તેઓ ધ્યાન ! ઊઠવલોક, અધે લોક અને તિર્યકુલોકના સ્વરૂપનું ચિંતન કરતા. સદા નિદાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org