________________
ધર્મકથાનુયોગ–મહાવીરચરિત્રઃ સત્ર ૩૩૦
૭છે.
શરીરવાળા, સિલીન્દ્ર પુષ્પ જેવા કંઈક લાલ આભાવાળા બારીક ઉત્તમ વસ્ત્રો પહેરેલા, બાળવય વીતાવી ગયેલા અને પૂર્ણ યૌવનવયમાં હજી નહીં પહોંચેલા એવા અભિનવ યૌવનવાળા, તલભંગિક (હાથનું આભૂષણ), ત્રુટિત આદિ નિર્મળ મણિરત્નોથી જડિત આભૂષણોથી શોભિત ભુજાઓવાળા, હાથની દશે આંગળીઓમાં મુદ્રા(વીંટીઓ) ધારણ કરેલા, ચૂડામણિ ચિહ્ન ધારણ કરનારા, સુરૂપ, મહાન ઋદ્ધિવાળા, મહાન ઘતિવાળા, મહાબળવાન, મહાયશસ્વી, મહાસુખવાળા, મહાભાગ્યશાળી, હારથી સુશોભિત વક્ષસ્થળવાળા, કડાં, ત્રુટિત આદિથી ભરચક ભુજાવાળા, અંગદ કુંડળથી જેમના ગાલને ઘર્ષણ થઈ રહ્યું છે એવા તથા અન્ય કર્ણાભૂષણો ધારણ કરનારા, વિચિત્ર વસ્ત્રાભરણે પહેરેલા, વિચિત્ર માળા અને મસ્તકમુગુટ પહેરેલા, ઉત્તમ કલ્યાણકારી વસ્ત્રો પહેરેલા, ઉત્તમ કલ્યાણકારી માળાઓ અને વિલેપનોથી ચમકતા શરીરવાળા, લાંબી વનમાલાઓ ધારણ કરેલા, દિવ્ય વર્ણથી, દિવ્ય ગંધથી, દિવ્ય રૂપથી, દિવ્ય
સ્પર્શથી, દિવ્ય શરીરાકૃતિથી, દિવ્ય શરીરબંધારણથી, દિવ્ય અદ્ધિથી, દિવ્ય ઘુતિથી, દિવ્ય પ્રભાથી, દિવ્ય છાયાથી, દિવ્ય કાંતિથી, દિવ્ય તેજથી અને દિવ્ય લેક્ષાથી દશે દિશાને પ્રકાશિત કરતા, તેજથી ભરી દેતા,
આવા તે દેવો]શ્રમણ ભગવાન મહાવીર સમક્ષ ઉપસ્થિત થયા. આવી આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ભક્તિપૂર્વક ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને પોતપોતાનાં નામ-શેત્રનું ઉચ્ચારણ કર્યું અને પછી અતિ નજીક નહી તેમ જ અતિ દૂર નહીં તેવી રીતે સન્મુખ નમનપૂર્વક,
વિનયથી હાથ જોડીને પર્યું પાસના કરવા લાગ્યા. ૩૩૦. તે કાળે તે સમયે અસુરેન્દ્ર સિવાયના અનેક
ભવનવાસી દેવ શ્રમણ ભગવાન મહાવીરની સમીપે હાજર થયા, જેવા કે નાગકુમાર,
સુવર્ણકુમાર, વિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, સ્વનિતકુમાર આદિ ભવનવાસી દેવે કે જેમના નાગફણા, ગરુડ, વજ, પૂર્ણ કળશ, સિંહ, ઉત્તમ અશ્વ, હાથી વગેરે ચિહને તેમના ઉત્તમ મુકુટમાં શોભતાં હતાં. તેવા સ્વરૂપવાન અને મહર્ધિક દેવે પૂર્વવર્ણનાનુસાર શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવી-ચાવ–-પર્યું પાસના કરવા લાગ્યા.
વનવ્યંતર દેવોનું આગમન૩૩૧. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
પાસે અનેક વાનવ્યંતર દેવે આવી લાગ્યા, અતિ ચંચળ, ચપળ ચિત્તવાળા, ક્રીડાપ્રિય, હાસપરિહાસ–વચન-પ્રિય, નૃત્ય-ગીતપ્રિય, વનમાલા, મુકુટ, કુંડલ તથા સ્વેચ્છા મુજબ વિકુર્વિત કરેલ સુંદર આભરણ-વિભૂષણ ધારણ કરેલા, સર્વ ઋતુનાં સુગંધી પુષ્પોમાંથી સુવિરચિત, સુંદર, ચિત્તને પ્રસન્ન કરનાર, વનમાલાઓથી આચ્છાદિત વક્ષસ્થળવાળા, ઇચ્છા મુજબ ગમન કરનારા, ઇચ્છા મુજબ રૂપ ધારણ કરી શકનારા, અનેક પ્રકારના વણ
અને રંગનાં ચિત્રવિચિત્ર વસ્ત્રો પહેરેલા. વિવિધ દેશના પહેરવેશ ધારણ કરેલા, આનંદપૂર્વક કામકેલિથી કોલાહલ ઉપજાવતા, હાસ્ય વેરતા, અનેક મણિ-રત્નોની ગૂંથણીથી વિચિત્ર ચિહ્ન ધારણ કરનારા, સુરૂપ અને મહાદ્ધિધારી એવા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર જિંપુરુષ, તથા મહાકાય મહોરગ અને ગંધર્વકળામાં નિપુણ ગંધર્વ જાતિના સમૂહો તથા અપ્રતિક, પંચસપ્તિક, ઋષિવાદિક, ભૂતવાદિક, ક્રન્દ્રિત, મહાક્રન્દ્રિત તથા કુષ્માન્ડક અને પતગ આદિ વ્યંતર દેવ આવ્યા-પાવનું -પર્યુષાસના કરવા લાગ્યા.
જ્યોતિષ્ક દેનું આગમન ૩૩૨. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
પાસે જતિષ્ક દેવે આવી પહોંચ્યા, બૃહસ્પતિ ચન્દ્ર, સૂર્ય, શુક્ર, શનિ, રાહુ, ધૂમકેતુ, બુધ અને તપ્ત સુવર્ણ સમાન રક્ત વર્ણના મંગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org