________________
ધર્મ કથાનુયોગ–મહાવીર-ચરિત્ર સૂત્ર રહે
કર્મ ત્યજીને આત્મસ્વરૂપનું દાન કરતા
સમાધિસ્થ રહેતા. ૧૫. ભગવાન કષાયરહિત થઈને, રસગૃદ્ધિ
ત્યજીને, શબ્દ-રૂપ વગેરે ઇન્દ્રિયવિષયોમાં મૂર્છા રાખ્યા વિના ધ્યાન કરતા. છદ્મસ્થ હોવા છતાં સદનુષ્ઠાનમાં પુરુષાર્થ કરતા
તેઓએ એકાદ વાર પણ પ્રમાદ ન કર્યો. ૧૬. ભગવાન મહાવીર સ્વયં તરોના
સ્વરૂપને સમજીને આત્મશુદ્ધિપૂર્વક મન, વચન, કાયા આદિ ત્રણે લેગને સંપત કરીને આજીવન કષાયથી નિવૃત્ત થયા હતા અને માયારહિત થઈ સમિતિ
ગુપ્તિનું પરિપાલન કરતા હતા. ૩૨૬, ૧૭. કાશ્યપગત્રીય અપ્રતિબદ્ધવિહારી મનિ
મન માહણ મહાવીર ભગવંતે આત્મશુદ્ધિ માટે આવા વિધિનું આચરણ કર્યું
હતું.—એમ હું કહું છું. કેવળજ્ઞાન-દર્શન-ઉત્પત્તિ ૩૨૭. આ રીતે વિચરણ કરતાં કરતાં શ્રમણ ભગવાન
મહાવીરને બાર વર્ષ પૂરાં થયાં, તેરમા વર્ષના મધ્ય ભાગમાં ગ્રીષ્મ ઋતુના બીજા મારામાં, ચોથા પક્ષમાં એટલે કે વૈશાખ માસના શુકલ પક્ષમાં દશમના સુવ્રત દિવસમાં, વિજય મુહુર્તમાં, હરતત્તરા નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો ત્યારે, દિવસના પાછલા પ્રહરમાં પાછલી પૌરુષી વેળાએ, જંભક ગ્રામ નગરની બહાર
જુવાલિકા નદીના ઉત્તર તટ પર, શ્યામા, નામના ગૃહસ્થના ખેતરમાં, વેદાવ ચૈત્યથી ઉત્તર-પૂર્વ દિશામાં શાલ વૃક્ષથી અતિ દૂર નહીં તેમ જ અતિ નજીક નહીં તેવા સ્થળે, ઘૂંટણ ઊંચા રાખી અને મસ્તક નીચું નમાવ્યું હોય તેવા ગૌદોહિકા આસનમાં રહી ભગવાન જ્યારે નિર્જળ છઠ્ઠ ભક્તના તપ સાથે આતાપના લેતા લેતા ધર્મધ્યાનમાં લીન હતા અને ધ્યાનકોષમાં શુકલ ધ્યાનમાં જ્યારે
આરૂઢ થયા હતા ત્યારે તેમને નિર્દોષ, પૂર્ણ, - પરિપૂર્ણ, અવ્યાબાધ, નિરાવરણ, અનંત,
અનુત્તર-સર્વશ્રેષ્ઠ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયાં.
તે ભગવાન અહંતુ જિન, શાતા, કેવલી, સર્વજ્ઞ, સર્વભાવદશી, દેવ-મનુષ્ય-અસુર તથા લોકના સમસ્ત પર્યાને જાણનાર બની ગયા, જેમ કે,
જીવેની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, ભક્ત, પીત, કૃત, પ્રતિસેવિત, પ્રકટ કર્મ, ગુખ કર્મ, કથિત, માનસિક ભાવ, એમ સર્વ લેકના સર્વ જીવેના સર્વ ભાવને જાણતા અને જોતા વિચારવા લાગ્યા.
દેવાગમન ૩૨૮. જે દિવસે શ્રમણ ભગવાન મહાવીરને નિર્દોષ,
પૂર્ણ, પ્રતિપૂર્ણ વ્યાઘાનરહિત, નિરાવરણ, અનંત, અનુત્તર, સર્વશ્રેષ્ઠ કેવળ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું તે દિવસે ભવનવાસી, વાનયંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓના આવાગમનથી તે સ્થળ મહાન દિવ્ય પ્રકાશથી, દવસમૂહથી અને દેવોના કલરવ-કોલાહલથી ભરાઈ ગયું.
ભવનવાસી દેવાનું આગમન૩૨૯. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરની
સેવામાં ઘણા અસુરકુમાર દેવ આવ્યા, જેવા કે-કાળા, મહાનલ, નીલ, ગુલિક, ભેંસના સીંગડા જેવા, અળસીના ફૂલ જેવા કાળા રંગના, વિકસિત શતપત્ર જેવા નિર્મળ વર્ણવાળા, સહેજ રાતી તાંબાવરણી આંખોવાળા, ગરૂડ જેવી ઊંચી સીધી નાસિકાવાળા, સંસ્કારિત શિલાપ્રવાળ અને બિંબફળ સમાન રક્ત અધરોષ્ઠવાળા, શ્વેત સંપૂર્ણ ચંદ્ર સમાન વિમળ તથા નિર્મળ શંખ, ગોક્ષીર, સમુદ્ર ફીણ, જળકણ, મૃણાલ જેવી શ્વેત દંતપંક્તિવાળા, અગ્નિમાં તપ્ત શુદ્ધ સુવર્ણ સમાન આભાવાળા રક્ત તાલ અને જીભવાળા, અંજન તથા કાળા વાદળ સમાન કાળા અને ચકમણિ સમાન સ્નિગ્ધ કેશવાળા, ડાબા કાનમાં કુંડળ ધારણ કરનારા, ભીના ચંદનથી લીધેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org