________________
૭૪
રાત્રિમાં બહાર નીકળીને કેટલાક સમય શીત-પરીષહ સમભાવપૂર્વક સહન કરતા. ૩૧૮, ૧૬, મતિમાન માહણ મહાવીરે સર્વથા નિદાન રહિત થઈને અનેક વાર આ વિધિનુ પરિપાલન કર્યું' હતું, એમ હું કહું છું. ભગવાને સહેલા પરીષહ-ઉપસર્ગ
૩૧૯,
૧. સમિતિ-ગુપ્તિ-યુક્ત શ્રમણ ભગવાન મહાવીર તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ અને દશમશકસ્પર્શે તથ! તે સિવાયના બીજા પણ વિવિધ પ્રકારના સ્પર્શ સદા સમભાવપૂર્વક સહન કરતા હતા. ૨. જ્યા૨ે ભગવાન મહાવીર દુર્ગમ લાઢદેશનાં વજ્રભૂમિ અને શુભ્રભૂમિ નામે બન્ને વિભાગેામાં વિહાર કર્યા હતા ત્યારે અતિ નિકૃષ્ઠ શૈયા અને નિકૃષ્ઠ આસનનું સેવન કરેલુ..
૩. તે લાઢદેશમાં તેમને ઘણા ઉપસર્ગ થયા, ઘણા લાકો તેમને મારતા, તેમણે ત્યાં અત્યંત લૂખાસૂકા અન્નપાનનું સેવન કર્યું હતું, ત્યાંના લાકો તેમની પાછળ કૂતરા દોડાવતા અને જે તેમને કરડતા. ૪. કોક જ એવા પીડા દેનારા અને કરડનાર
કૂતરાને રોકતા, બાકી મોટા ભાગના લાકો ના છુછકારીને કરડવા માટે પ્રેરતા. ૫, તામસિક આહાર લેતા હોવાના કારણે તે વભૂમિના લાકો એવા કઠોર સ્વભાવના હતા કે ભિક્ષુઓની પાછળ પણ કૂતરા દોડાવતા. આથી ભિક્ષુએ પણ ત્યાં લાઠી કે નળી લઈને વિચરતા, [એવા અનાðક્ષેત્રમાં પણ શ્રમણ ભગવાન મહાવીર એકલા વારવાર વિચર્યા હતા.]
૬. એ રીતે લાકડી લઈને વિહાર કરવા છતાં કૂતરા સાધુઓની પાછળ પડતા અને તેમને ફાડી ખાતા. એવા લાઢ પ્રદેશમાં વિહાર કરવા આ સાધુ માટે ખૂબ વિકટ હતા.
Jain Education International
ધ કથાનુયાગ—મહાવીર ચરિત્ર સૂત્ર ૭૨૦
૭. અનગાર ભગવાન મહાવીર મન, વચન અને કાયરૂપી દંડ લઈને અને શરીરનું મમત્વ છોડી દઈને વિચરતા હતા, આથી ગ્રામજનાના કંટકરૂપ વાકયો પણ નિરાનું કારણ માનીને સમભાવપૂર્વક
સહન કરતા.
૮, અથવા જેમ હાથી સંગ્રામ જીતીને પારગામી બની જાય છે તેમ ભગવાન મહાવીર પણ લાઢ પ્રદેશમાં પરીષહરૂપી શત્રુસેનાને જીતીને પારગામી બન્યા. એક વખત તે લાઢદેશમાં કોઈ ગામ ન મળતાં તેઓ વનમાં જ ધ્યાનસ્થ બન્યા.
૩૨૦, ૯. અપ્રતિબદ્ધ-વિહારી ભગવાન ભિક્ષા અથવા આશ્રય માટે કોઈ ગામની નજીક પહોંચતા અથવા ન પહોંચતા કે ગામની બહાર નીકળતા તે ગામલાકો પહેલાં તેમને મારતા અને પછી કહેતા કે અહીં'થી દૂર ચાલ્યા જાઓ.
૧૦. તે લાઢ દેશમાં પહેલાં તે ઘણા લાકો તેમને દ‘ડાથી, મુક્કાઓથી, ભાલાથી, ફલકોથી, પથ્થરોથી અને પાટુથી મારતા અને વળી શાર મચાવતા.
૧૧. એક વખત ત્યાંના લાકોએ ઘ્યાનમુદ્રામાં ઊભેલા ભગવાનને પકડીને તેમના શરીરનું માંસ કાપ્યુ, અનેક પ્રકારની પીડા કરી અને તેમના પર ધૂળ ઊડાડી.
૧૨. કયારેક તે લાકો ભગવાનને ઉપાડી જમીન
પર પટકતા અથવા આસન પર બેઠેલા ભગવાનને ધક્કો મારી નીચે હડસેલી દેતા, પરંતુ ભગવાન પાતાના શરીરનું મમત્વ છાડીને પરીષહો સહન કરવા તત્પર હતા.
૧૩, જેવી રીતે યુદ્ધના માટેચા પર રહેનાર
કવચબદ્ધ વીરસુભટ શસ્ત્રોથી ઘાયલ નથી થતા તેવી રીતે ધૈર્યાંથી સુરક્ષિત ભગવાન પણ પરીષહો ઝીલવા છતાં સહેજ પણ વિચલિત ન થયા.
For Private Personal Use Only
www.jainelibrary.org