________________
ધર્મ કથાનુયોગ–મહાવીર–ચરિત્ર: સત્ર ૩૫૦
જ્યાં જ્યાં ઇરછા થતી તે દિશામાં વિચરણ
કરતા હતા. ૩૪૮. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના
અનેક અનુગાર ભગવંતોમાં કેટલાક આચારાંગસૂત્રના ધારક હતા-વાવ-વિપાકશુતના ધારક હતા, તેઓ તે તે પ્રદેશમાં ભિન્ન ભિન્ન સ્થાનોમાં જુદાં જુદાં જૂથોમાં વહેંચાઈ જતા અને એમાંના કેટલાક સૂત્રોની વાચના આપતા, કેટલાક સૂત્રાર્થ પૂછતા, કેટલાક સૂત્ર અને અર્થની આવૃત્તિ કરતા, કેટલાક અનુપ્રેક્ષાચિંતન કરતા, કેટલાક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની એવી ચાર પ્રકારની કથાઓ કહેતા, કેટલાક બન્ને ઘૂંટણ ઊંચા કરી મસ્તક નીચું નમાવી ધ્યાનરૂપી કાષ્ઠકમાં બેસી જતા, આ રીતે તપ અને સંયમથી આત્માને
ભાવિત કરતા તેઓ વિચરતા. ૩૪૯. તે સઘળા સંસાર ભયથી ભીત અને ઉદ્વિગ્ન હતા
જન્મ, જરા, મરણરૂપી નિમિત્તવાળા, ગાઢ દુ:ખરૂપી છલકતા પ્રચાર જળવાળા, સંયોગ-વિયોગરૂપ જાંવાળા, ચિંતારૂપી વિસ્તારવાળા, વધ-બંધનરૂપી વિસ્તૃત તરંગોવાળા, કરુણ વિલાપ અને લેભજન્ય કકળાટના કોલાહલવાળા, અપમાનરૂપી ફેણવાળા, તીવ્ર નિંદા, વારંવાર પેદા થતા રોગ, વેદના, પરાભવ, વિનિપાત, નિષ્ફર વચન, સંચિત કઠિન કર્મ આદિ પથ્થરવાળા, અને એ પથ્થર સાથે અથડાવાથી ઉત્પન્ન થતા આધિ-વ્યાધિરૂપ તરંગોવાળા, નિત્ય મૃત્યુભય રૂપી ઉપરિતલવાળા, કષાયરૂપી પાતાળવાળા, લાખો જન્મોના કલુષરૂપી પાણી જેમાં એકઠાં થયાં છે એવા, મહાભયંકર, અમાપ ઇચ્છાઓવાળા મનુષ્યોની કલુષિત મતિરૂપી વાયુના વેગથી ઊડતા જલકણો દ્વારા થતા ધુમ્મસ અને પ્રચુર આશા-પિપાસાઓરૂપી ફીણથી ધવલ, મહામહરૂપી ઘૂમરીઓમાં ધૂમતા ભાગરૂપ પાણીમાં અટવાતા અને ઊછળતા, પ્રમાદરૂપી ક્રોધી અને દુષ્ટ હિંસક જીવોથી
વ્યાપ્ત, તેવા જીવન પરસ્પરના યુદ્ધથી થતા ઘોર દિનના ભયજનક રવથી ભીષણ, અજ્ઞાનરૂપી ભમતાં મચ્યો અને પરિહસ્ત પ્રાણીઓવાળા, અનુપશાંત ઇન્દ્રિયોરૂપી મગરોના ત્વરિત ભ્રમણથી કાબ્ધ થઈને ધૂમતા નાચતા, ચાલતા ચંચળ જળસમૂહવાળા,
અરતિ, ભય, વિષાદ, શોક અને મિથ્યાત્વરૂપ પ્રચ્છન્ન પર્વતાથી વિકટ, અનાદિકાળથી બંધાયેલા કર્મકલેશરૂપી કાદવને કારણે પાર ઊતરવે મુશ્કેલ, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિરૂપ વિસ્તૃત અને કુટિલ ચારે દિશાની વેળાવાળા, વિશાળ, અપાર, રુદ્ર, ભયાનક દેખાવવાળા સંસારરૂપી સાગરને તેઓ તરી
રહ્યા હતા. ૩૫. ધૃતિરૂપી નિપ્રકંપ રજજુવાળા, સંવર-વૈરાગ્ય
રૂપી ઊંચા કૂવાથંભવાળા, જ્ઞાનરૂપી સઢથી સુશોભિત, સમ્યકત્વરૂપી વિશુદ્ધ કર્ણધારવાળા સંયમરૂપી વહાણ વડે શીલયુક્ત ધીર પુરુષે પ્રશસ્ત ધ્યાન-પરૂપી વાયુથી ધકેલીને તથા નિરા, યતના, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વિશુદ્ધ ઘનરૂપી સામગ્રી તેમાં ભરીને, જિનવરોએ ઉપદેશેલા સરળ માર્ગ પર તે વહાણને ચલાવીને, સિદ્ધિરૂપી મહાનગર તરફ હંકારીને શ્રમણરૂપી પવિત્ર, સત્યભાષી, મોક્ષાભિલાષી સાર્થવાહો તે સંસારસાગરને પાર કરી જાય છે.
તે શ્રમણ ભગવંતો ગામોમાં એક રાત્રિ અને નગરોમાં પાંચ રાત્રિ નિવાસ કરતા હતા, જિતેન્દ્રિય, નિર્ભય, ભયરહિત, સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત (મિશ્ર)દ્રવ્યોમાં વૈરાગ્યવાળા, સંયમી, વિરત, મુક્ત, લોભરહિત લાઘવગુણસંપન્ન, આકાંક્ષારહિત અને નમ્રપણે ધર્માચરણ કરતા વિચારતા હતા. મહાવીર દ્વારા એક નિષદ્યામાં ચાપન
વ્યાકરણ (વ્યાખ્યા) ૩પ૧. શ્રમણ ભગવાન મહાવીરે એક દિવસમાં એક
નિષા(આસન)માં ચોપન પ્રશ્નોનું વ્યાકરણ કર્યું હતું-ચોપન પ્રશ્નો સમજાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org