________________
ધર્મ કથાનુયોગ–મહાવીરચરિત્રઃ સૂત્ર ૩૫રી
૮૫
મહાવીર-કૃત પયું વાસના ૩૫૨. શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુને એક
માસ અને વીશ રાત્રિ વીત્યા સુધી અને સત્તર દિન-રાત બાકી રહ્યા સુધી વર્ષાવાસમાં રહ્યા.
વર્ષાવાસ ગણના૩૫૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે–
અસ્થિક ગામની નિશ્રામાં પ્રથમ વર્ષાવાસ કર્યો હતો.
ચંપા અને પૃષ્ઠચંપા–નગરીમાં ત્રણ વર્ષાવાસ કર્યા હતા.
વૈશાલીનગરી અને વાણિજયગ્રામની નિશ્રામાં બાર વખત વર્ષાવાસ કરેલ.
રાજગૃહનગર અને તેની બહારના પરા નાલંદામાં ભગવાન ચૌદ વખત વર્ષાવાસ માટે આવેલા. મિથિલાનગરીમાં છે, ભદિયાનગરીમાં બે, આલભિકામાં એક, શ્રાવસ્તીનગરીમાં એક, પ્રણીતભૂમિ (વજી નામક અનાર્ય દેશમાં) એક,
અને એક ચાતુર્માસ કરવા મધ્યમ પાવાનગરીના હસ્તીપાલ રાજાની મોજણી કામદારની કચેરીવાળી જગ્યામાં કરવા આવેલા, જે અંતિમ વર્ષાવાસ હતો.
નિર્વાણ અને દેવે દ્વારા ઉદ્યોતકરણ– ૩૫૪. આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરોમાંના
અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સિદ્ધ, બુદ્ધ, મુકત, અનકૃત થઈ સર્વ દુઃખોનો
ક્ષય કરી પરિનિર્વાણ પામ્યા. ૩પપ. મધ્યમ પાયાનગરીના રાજા હસ્તીપાલના
મોજણી કામદારોની કચેરીમાં અંતિમ ચાતુઃ ર્માસ માટે ભગવાન રહેલા હતા, ત્યારે તે વર્ષાવાસનો ચોથો મહિનો અને સાતમો પક્ષ ચાલતો હતો, સાતમાં પક્ષ એટલે કાર્તિક માસનો વ. દિ. પક્ષ, તે કાર્તિક માસના વદિ.
પક્ષની પંદરમી તિથિ એટલે અમાસ આવી, તે ભગવાનની છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા, સંસાર છોડીને ચાલ્યા ગયા, તેમનાં જન્મ, જરા, મરણનાં સઘળાં બંધનો છેદાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, અંતકૃત-દુ:ખોનો નાશ કરનાર-થયા, પરિનિર્વાણ પામ્યા અને સઘળાં દુ:ખોનો નાશ
કર્યો. ૩૫૬. જે સમયે ભગવાન કાળધર્મ પામ્યા ત્યારે
ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો, પ્રીતિવર્ધન નામે માસ હતો, નંદિવર્ધન નામે પક્ષ હતો, અગ્નિવેમ નામે દિવસ હતો જેનું બીજું નામ “ઉવસમ' કહેવાય છે, અને દેવાનંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ નિરઈ' કહેવાય છે, એ રાત્રે અચ નામનો લવ હતો, મુહૂર્ત નામનો પ્રાણ હતો, સિદ્ધ નામનો સ્ટોક હતો, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રનો યોગ આવેલો હતો. એવે સમયે ભગવાન કાળધર્મ પામ્યા, સંસાર છોડીને ચાલ્યા ગયા અનેપાવતુ-તેમણે સઘળાં
દુ:ખોનો અંત કર્યો. ૩પ૭. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ
પામ્યા-વાવ-તેમણે સઘળાં દુ:ખોનો અંત કર્યો તે રાત્રિએ ઘણા દેવ અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખૂબ પ્રકાશ થઈ રહ્યો હતો.
જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા-વાવતેમણે સઘળાં દુ:ખોનો અંત કર્યો તે રાત્રિએ ઘણા દેવ અને દેવીએ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ઘાંઘાટ થયો હતો.
મહાવીરની આયુગણુના અને અંતિમ ઉપદેશ– ૩૫૮. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર– ત્રીસ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને,
બાર કરતાં વધારે વર્ષ સુધી છદ્મસ્થ એવા મુનિપર્યાયને પામીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org