________________
GP
ધર્મકથાનુયોગ–મહાવીર–ચરિત્ર : સૂત્ર ૩૧૪
૧૪. સ્થાવર જીવો ત્રસકાયમાં અને ત્રસકાય
જીવો સ્થાવરપણે ઉત્પન્ન થાય છે, અથવા સંસારી જીવ બધી યોનિઓમાં આવાગમન કરે છે તથા અજ્ઞાન જીવે પોતપોતાના કર્મ અનુસાર ભિન્ન ભિન્ન
રૂપે સંસારમાં ફરતા રહે છે. ૧૫. ભગવાને એ જાણી લીધું હતું કે મમત્વ
યુક્ત અજ્ઞાન જીવ કમથી પીડા પામે છે, અને બધા પ્રકારનાં કર્મોના સ્વરૂપને સમજીને ભગવાને તે પાપરૂપ કર્મને
પરિત્યાગ કર્યો હતો. ૧૬. તે મેધાવી, સવ ભાવના જ્ઞાતા ભગવાને
બે પ્રકારની ક્રિયાઓ (સોંપાયિક અને ઈર્યાપથિકી)ને સમ્યગુરૂપે જાણીને તેમાંની બીજીને અનુપમ કહી છે તથા પહેલીને કર્મના આગમનનો સ્રોત કહી છે. આથી તેને (સાંપરાયિક કર્મને) અને અનિપાતહિંસા અને યોગ(શારીરિક ક્રિયા)ને બધા પ્રકારના કર્મ-બંધનનું કારણ જાણીને તેનાથી નિવૃત્ત થઈ સંયમ–
અનુષ્ઠાન કરવા કહ્યું છે. ૧. પાપથી દૂર થઈને નિર્દોષ અહિંસાનું
તેમણે પોતે આચારણ કર્યું હતું અને બીજાઓને હિંસા ન કરવાનો ઉપદેશ આપ્યો હતો, સ્ત્રીઓના યથાર્થ સ્વરૂપને તથા તેમની સાથેના ભાગનાં પરિણામોને તેમણે યથાર્થ સ્વરૂપે જાણ્યાં હતાં અને કામભાગે સર્વ પાપકર્મોના મૂળ રૂપ છે તેમ જાણી ભગવાને સ્ત્રી-સંસર્ગનો
ત્યાગ કર્યો હતો. ૧૮. બધી રીતે કર્મબંધનું કારણ જાણીને
ભગવંતે આધાકર્મ આહારનું સેવન ત્યજી દીધું હતું તથા ભવિષ્યમાં જે આહાર અલ્પતમ પાપનું પણ કારણ હોય તે કદી ન કરતાં નિર્દોષ પ્રાસુક
આહાર જ ગ્રહણ કરતા હતા. ૧૯. તેઓ બીજા કોઈના વસ્ત્રનું પણ સેવન
કરતા નહીં-પહેરતા નહીં; ન કોઈના ય પાત્રમાં ભોજન લેતા. તેઓ માનઅપમાન ત્યજીને કોઈનીય સહાય વિના
ગૃહસ્થની ભોજનશાળામાં જતા. ૨૦. તે મુનિ અન્ન-પાનનું પરિમાણ જાણનાર
હતા, રસમાં લોલુપ ન થતાં જેવો પણ નીરસ આહાર મળતો તે ગ્રહણ કરતા. આંખમાં રજકણ વગેરે પડવા છતાં તેઓ આંખ લૂછતા નહીં, ન અંગને ખજ
વાળ આવે તો ખજવાળતા. ૨૧. ચાલતી વેળા તેઓ ત્રાંસું ન જોતા,
ઊભા રહીને ન જોતા, પાછળ ફરીને ન જોતા, ન કોઈએ બોલાવવા છતાં બોલતા, પરંતુ પતનાપૂર્વક માર્ગને જોતા
ઓગળ વધતા. ૨૨. તે અનગાર શીતકાળે માર્ગમાં જતાં તે
વસ્ત્ર (ઇન્ડે આપેલ દેવદૂષ્ય) છોડીને હાથ ખુલ્લા રાખી ચાલતા અર્થાત્ ઠડીથી ગભરાઈ હાથ ભીડી દેતા નહીં કે ન
ખભા પર હાથ ટેકવી ઊભા રહેતા. ૨૩. મતિમાન મહર્ષિ માહણ મહાવીરે સર્વથા
નિદાનકર્મથી રહિત થઈને આ પ્રકારની વિહારચર્યાનું પાલન–આચરણ કર્યું
હતું. એમ હું કહું છું. ભગવાનની શૈયા– ૩૦૭, ૧. કોઇ એક વખત ભગવાન મહાવીરે વિહાર
સમયે જે જે પ્રકારની શૈયા અને આસનોનો ઉપયોગ કર્યો હતો તે સંબંધ [જંબુસ્વામીએ પૂછવાથી [આર્ય સુધર્મા.
સ્વામીએ) તે તે શૈયા અને આસને વિષયમાં આ પ્રમાણે કહ્યું૨. ભગવાન મહાવીરે કોઈ વાર શુન્ય ઘરમાં, કોઈ વાર ખાલી સભાભવનમાં, ક્યારેક પાણી વગેરેની પરબમાં. તે ક્યારેક દુકાનમાં વાસ કરેલો, ક્યારેક વળી લુહારની કઢમાં કે ઘાસના ઢગલા વચ્ચે પણ વાસ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org