________________
ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર: સૂત્ર ૩૦૬
૭૧
શ્રમણ ભગવાન મહાવીરની ચર્ચા જેવી મેં સાંભળી છે તેવી કહીશ-જેવી રીતે, તેઓએ કર્મક્ષય માટે ઉદ્યત થઈને અને તત્ત્વને જાણીને તે હેમંત ઋતુમાં દીક્ષા
લીધા પછી તરત જ વિહાર કર્યા હતો. ૨. “હું આ વસ્ત્રથી હેમંતકાળમાં શરીર ઢાંકીશ”
એવી ઇચ્છાથી નહીં,-કારણ કે તેઓ તો સંસારના પારગામી હતા અને આજીવન તે જ વૃત્તિ ધારણ કરનાર હતા–પરંતુ પૂર્વ તીર્થકરોના આચાર પ્રમાણે તેમણે વસ્ત્રગ્રહણ કર્યું હતું. ૩. તેમના શરીરમાંથી નીકળતી સુવાસથી
આકર્ષાઈ અનેક પ્રકારના જીવજંતુઓ તેમના શરીર પર ચડવા અને રહેવા લાગ્યા, ચાર માસથી યા વધુ સમય સુધી તેમનું
રૂધિર-માંસ ખાવા તેમને કરડતા રહ્યા. ૪. એક વર્ષ અને એક માસ સુધી તે અન
ગાર ભગવંતે એક વસ્ત્ર ધારણ કર્યું, તપથાત્ તે વસ્ત્ર પણ ત્યજીને અચેલક બન્યા. ૫. તેઓ પુરુષ–પ્રમાણ આગળનો માર્ગ
એટલે કે રથની ધૂસરી જેટલા માર્ગની જમીન તરફ જોઈને ઈર્યાસમિતિપૂર્વક ચાલતા. તેમને આ પ્રમાણે ચાલતા જોઈને ડરતા બાળકો ધૂળ વગેરે ફેંકીને તેમની
પાછળ હોહા કરતા. ૬. જો ગૃહસ્થો કે બીજા ધર્મવાળાઓની મિશ્ર
વસતીમાં તેમને રહેવાનું થતું તે ત્યાંની સ્ત્રીઓ કામેચ્છા દર્શાવે છતાં કામનાં પરિણામ જાણીને તેઓ કામસેવન ન કરતાં આત્મામાં જ નિમગ્ન રહી શુકલ ધ્યાનમાં સંલગ્ન થતા. ૭. તે બાજુ-પરિણામી ભગવંત એવી રીતે વિચરતા હતા કે જો કદી ગૃહયુક્ત
સ્થાનમાં રહેવાનું બને તો તે તરફ લક્ષ્ય ન રાખતાં ધ્યાનમાં જ લીન રહેતા, પૂછવામાં આવે તો પણ બોલતા નહીં અને માત્ર પોતાના ઇચ્છિત લક્ષ્ય તરફ જ ગતિ કરતા.
૮. વિહાર પ્રસંગે કોઈ પુણહીન માણસ તેમને દંડાથી મારે, વાળ કે શરીરના હાથપગ આદિ અંગ પકડીને ખેંચે કે બીજી રીતે કષ્ટ આપે અથવા કોઈ નમસ્કાર કરે તેઓ બન્ને પ્રકારની વૃત્તિવાળા સાથે મૌન રહેતા, સમભાવપૂર્વક માન-અપ.
માન સહી લેતા. ૯. દુષ્ટ અનાર્યજનો અત્યંત તીક્ષણ કઠોર
અસહ્ય વચનો સંભળાવે તો પણ તે મહામુનિ તે તરફ ધ્યાન ન દેતા; ન નૃત્ય કે ગીતો સાંભળીને યા દંડયુદ્ધ મુષ્ટિયુદ્ધ
જોઈને હર્ષિત થતા. ૧૦. જ્યારે ક્યાંય લોકોને વિષય લેલુપતા
જગાડે એવી કથાઓ કરતા-સાંભળતા જોતા ત્યારે પણ તે સાતપુત્રના મનમાં કોઈ હર્ષ કે શેક ન થતું, પરંતુ એ અનુકૂળ કે પ્રતિકૂળ મહાન પરીષહ પણ દુ:ખથી કોઈના શરણમાં ન જતાં પોતાની સંયમ-સાધનામાં લીન થઈને પસાર
કરતા.. ૧૧. દીક્ષિત થઈને બે વર્ષથી વધુ સમય સુધી
સચિત્ત જળ પીધું ન હતું તથા જેમણે એકત્વ-ભાવનાથી પોતાના અંત:કરણને ભાવિત કર્યું હતું, જેમણે ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હતો એવા તેઓ જ્ઞાન-દર્શન. સંપન્ન ભગવાન ઇન્દ્રિયો તથા અંત:
કરણને ઉપશાંત કરતા વિચરતા હતા. ૧૨. તે શ્રમણ ભગવાન મહાવીર પૃથ્વીકાય,
અપકાય, તેજસ્કાય, વાયુકાય અને સેવાળ વગેરે તથા બીજ અને લીલી વનસ્પતિના જીવે તથા ત્રસકાયના જીવો એ બધાને
જાણીને યતનાપૂર્વક વિચરતા હતા. ૧૩. આ પૃથ્વીકાય આદિ સજીવ છે, એમાં
ચૈતન્ય છે એમ ચિંતન કરીને તથા તેમના સ્વરૂપને બરાબર જાણીને ભગવાન તેમના આરંભ-સમારંભ ત્યજીને વિચરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org