________________
ધર્મ કથાનુગ–ઋષભ ચરિત્ર : સૂત્ર ૩૪
- આવીને તીર્થકર ભગવંત અને તીર્થંકરમાતાને સિંહાસને બેસાડે છે.
બેસાડીને ત્રણ પ્રકારનાં જળથી સ્નાન કરાવે છે, તે આ પ્રમાણે-૧. ગંધાદક (સુગંધિત જળ), ૨. પુષ્પાદક (પુષ્પમિશ્રિત જળ), ૩. શુદ્ધોદક (શુદ્ધ જળ).
સ્નાન કરાવીને સઘળા પ્રકારનાં અલંકાર અને વસ્ત્રોથી શણગારે છે. શણગારીને તીર્થકર ભગવંતને હથેળીમાં લે છે અને તીર્થંકરમાતાને હાથનો ટેકે આપે છે. ટેકો આપીને
જ્યાં ઉત્તર દિશાનું કદલીગૃહ છે, જેમાં ચતુ:શાળા છે અને તેમાંય જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંત તથા તીર્થકર-માતાને સિંહાસન પર બેસાડે છે. બેસાડીને આભિયોગિક (સેવક)દેવોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે–
“હે દેવાનુપ્રિયો! તમે તરત જ ક્ષદ્ર હિમવંત નામક વર્ષધર પર્વત પરથી ગોશીષ ચંદનનાં કાણ લઈ આવે.”
ત્યાર પછી તે આભિયોગિક દેવે તે મધ્યવતી રુચકપર્વતવાસી ચાર મુખ્ય દિશાકુમારીઓની આજ્ઞા સાંભળી હૃષ્ટ-તુષ્ટયાવતુ-વિનય પૂર્વક આજ્ઞા સ્વીકારે છે, સ્વીકારીને તરત જ શુદ્ર હિમવંત નામક વર્ષધર પર્વત પરથી સરસ ગોશીષ ચંદન કાષ્ટ લઈ આવે છે.
તદનન્તર તે ચારે મધ્ય-રુચકવાસી દિશાકુમારીઓ શરક(ચકમક–અગ્નિ ઉત્પન્ન કરવાનું સાધન) બનાવે છે, બનાવીને તેને અરણિ સાથે લગાડે છે અને ઘસીને તણખો પેદા કરે છે, તણખો પેદા કરીને અગ્નિ પેટાવે છે, અગ્નિ પેટાવીને તેમાં ગોશીષ ચંદન નાખે છે, નાખીને અગ્નિને પ્રજવલિત કરે છે, પ્રજવલિત કરીને તેમાં સમિધકાષ્ઠ નાખે છે, નાખીને હમ કરે છે, હોમ કરીને તે ઠારીને રક્ષા(રાખ) બનાવે છે, રાખની પોટલી બનાવી
(તીર્થકર ભગવંતની રક્ષા અર્થે તાવીજ-રૂપે) . બાંધે છે. તે બાંધીને પછી અનેકવિધ મણિ
રત્નોથી ચિત્ર-વિચિત્ર બે પથરના વાટકા લઈ તીર્થકર ભગવંતના કાન પાસે લઈ જઈ ખખડાવીને બોલે છે– હે ભગવંત! આપ પર્વોત સમાન આયુષ્યવાળા થાઓ, પર્વત
સમાન આયુષ્યવાળા થાઓ.’ ૩૫, ત્યાર પછી તે મધ્ય_રુચકવાસી ચારે મુખ્ય
દિશાકુમારી તીર્થકર ભગવંતને હથેળીમાં લઈને અને તીર્થકર માતાને હાથનો ટેકો આપીને જ્યાં તીર્થકર ભગવંતનું જન્મ. ભવન છે ત્યાં આવે છે. આવીને તીર્થકર : માતાને શય્યામાં બેસાડે છે. બેસાડીને તીર્થંકર ભગવંતને માતા પાસે સુવડાવે છે, સુવડાવીને મંગળ ગીતો ગાતી ગાતી ઊભી રહે છે. દેવેન્દ્ર શકનું તીર્થકરના જન્મ-નગરમાં
ગમન૩૬. તે કાળે તે સમયે વજપાણિ, પુરંદર, શતક્રતુ,
સહસ્રાક્ષ, મધવા, પાકશાસન—એ નામોથી પ્રસિદ્ધ દેવોનો રાજા દેવેન્દ્ર શક્ર દક્ષિણ અર્ધલોકને અધિપતિ, જે બત્રીસ લાખ વિમાનોને સ્વામી છે, ઐરાવત હાથી જેનું વાહન છે, સુરેન્દ્ર, નિર્મળ આકાશ સમાન સ્વચ્છ વસ્ત્ર ધારણ કરનાર, સુશોભિત મુકુટધારી તથા નવસુવર્ણનાં સુંદર સુશોભિત ચંચળ અને ગાલને સ્પર્શતાં કુંડળો ધારણ કરીને શોભી રહ્યો છે, જેનું શરીર કાંતિમાન છે, જેના કંઠમાં માળાઓ લટકી રહી છે, જે અતિશય ઋદ્ધિવાન, તેજસ્વી, બલવાન, યશસ્વી, ભાગ્યવંત, સુખી છે, અને જે સૌધર્મક૯૫માં સૌધર્માવલંસક વિમાનમાં સુધર્મ નામક સભામાં શક્ર-સિંહાસન પર બેઠેલ છે
એવો તે શક્ર બત્રીસ લાખ વિમાનવાસીઓ, ચોર્યાસી હજાર સામાનિક દેવ, તેત્રીસ ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલો, આઠ પટરાણીઓ, ત્રણ પરિષદાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિ, ચોર્યાસી હજારથી ચાર ગણા (૮૪૦૦૦૮૪=૩,૩૬૦૦૦) આત્મરક્ષક દે તથા અન્ય પણ અનેક સૌધર્મક૯૫વાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org