________________
ધમકથાનુગ–મહાવીર ચરિત્ર : સૂત્ર ૨૮ર
મહાન વૈક્રિય સમુઘાત કરીને વિવિધ મણિ-કનક-રત્નોથી જડિત, શોભિત, શુભ, ચારુ, મનહર આકૃતિવાળા એક મહાન
દેવછન્દકની વિદુર્વણા કરી. ૨૮૯, તે દેવચ્છન્દકની બરાબર વચ્ચોવચ પાદપીક
યુક્ત વિવિધ મણિ-કનક-રત્ન-જડિત સુંદર, શુભ, ચારુ, મનહર આકારવાળા એક મહાન સિહાસનની વિદુર્વણા કરી, વિકુણા કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો. '
ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, ત્રણ પ્રદક્ષિણા કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર
.
૨૯૦, વંદન-નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહા
વીરને લઈને જ્યાં દેવચ્છન્દક હતું ત્યાં આવ્યો,
ત્યાં આવી ધીમે ધીમે પૂર્વ દિશા તરફ મુખ રાખી સિંહાસન પર બેસાડયા, સિંહાસન પર બેસાડી ધીમે ધીમે શતપાક, સહમ્રપાક તેલ વડે માલિશ કરી, માલિશ કરીને સુગંધિત દ્રવ્યોથી ઉબટણ કર્યું, ઉબટણ કરી શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું, સ્નાન કરાવી જેનું એક લાખ સુવર્ણ મુદ્રાથી અધિક મૂલ્ય છે તેવા બહુમૂલ્ય અત્યંત શીતળ ગાશીષ ચંદન અને રક્તચંદનનો લેપ કર્યો, લેપ કરીને ધીમાં શ્વાસ-પ્રશ્વાસથી ય કંપિત થાય એવા, પ્રસિદ્ધ શ્રેષ્ઠ નગરમાં બનેલ, પ્રતિષ્ઠિત પુષ્પ દ્વારા પ્રશસિત, અશ્વની લાળ જેવા સૂક્ષ્મ તંતુઓવાળું, નિષ્ણાત કારી. ગરોએ સુવર્ણ તારથી જેમાં ઝરીકામ કર્યું છે એવું, હંસચિહ્નવાળું શ્વેત વસ્ત્રયુગલ પહેરાવ્યું. વસ્ત્ર પહેરાવી પછી કંઠમાં હાર, અર્ધવાર, એકાવલી, લટકતી માળા (કંઠી), ઝુમખાવાળી માળા, રત્નમાળા વ. માળા પહેરાવી, માળા પહેરાવીને પછી ગ્રંથિમ, વેષ્ટિમ. પૂરિમ અને સંઘાતિમ-એ ચાર પ્રકારની પુષ્પમાળાઓ વડે કલ્પવૃક્ષની જેમ અલંકૃત
૨૯૧, એ રીતે સમલંકન કરીને પછી મહાન વૈક્રિય
સમુદ્રઘાત કર્યો, સમુદ્ધાત કરીને એક વિરાટ સહવાહિની ચંદ્રપ્રભા નામક શિબિકાની વિફર્વણા કરી, તે શિબિકા આવી હતી–
જેમાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મગર, પક્ષી, વાનર, કુંજર, ૩૨, શરભ, અમર, શાર્દૂલ, વનલતા, વિચિત્ર વિદ્યાધર મિથુન, યુગલયંત્ર આદિ યુક્ત તથા જે સહર રમિ સૂર્યના પ્રકાશ જેવી ઝળહળતી હતી, ઝગમગતી હતી, આંખોને આંજી દેતી હતી, મોતીઓની માળાઓ અને મોતી ભરેલા પડદાઓ જેમાં ઝૂલી રહ્યા છે તેવી હતી, ઉત્તમ સુવર્ણના ચંદ્રકો જેમાં લટકતા હતા તેવી મોતીની માળાઓ વાળી, હાર, અર્ધહાર આદિ અલંકારોથી સુશોભિત, અધિક દર્શનીય, પાલતા અશોકલતા કુન્દલતા આદિ નાનાવિધ લતાઓનાં ચિત્રોવાળી, શુભ, ચારુ, મનોહર આકૃતિવાળી વિવિધ પ્રકારના મણિઓ, ઘંટાઓ અને પચરંગી પતાકાઓથી જેનો શિખરનો ભાગ શણગારેલ છે તેવી, આકર્ષક દર્શનીય અને સુરૂપ હતી.
અભિનિષ્ક્રમણ – ૨૯૨. તે કાળે તે સમયે જ્યારે હેમંત ઋતુનો પ્રથમ
માસ, પ્રથમ પક્ષ એટલે કે માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષ અને કૃષ્ણ પક્ષની દશમીને સુવ્રત દિવસ તથા વિજય મુહૂર્ત હતું ત્યારે, હસ્તત્તરા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થતાં, પૂર્વગામિની છાયા અને બીજો પહોર વીતી જતાં, નિર્જળ છટ્ઠ. ભક્ત સાથે, એક માત્ર વસ્ત્ર લઈને, ચંદ્રપ્રભા નામક સહસ્ત્રવાહિની શિબિકામાં બેસીને, દેવમનુષ્યની પરિષદ સાથે, ઉત્તર ક્ષત્રિયકુડપુર સન્નિવેશમાંથી વચ્ચોવચ્ચ થઈ ભગવાન મહાવીર નીકળ્યા, નીકળીને જ્યાં સાતખંડ નામક ઉદ્યાન હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને થોડા ઊંચા ભૂમિભાગ પર સહસ્રવાહિની ચંદ્રપ્રભા શિબિકાને ધીરે ધીરે ઉતરાવી. શિબિકા ઉતરાવીને ધીરે ધીરે તેમાંથી નીચે
કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org