________________
ધર્મકથાનુયોગ-મહાવીર–ચરિત્ર: સૂત્ર ૨૮૪
વિવિધ પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં, કરાવીને પોતાના મિત્રો, જ્ઞાતિબંધુઓ, સ્વજનો અને સંબંધીઓ, પરિવારજનો તથા સાતૃવંશના ક્ષત્રિયોને આમંત્રણ આપ્યાં, ત્યાર બાદ સ્નાન અને બલિકર્મ કર્યા, કૌતુકમંગળ વિધિ કરી, શુદ્ધ અને અવસરને યોગ્ય મંગળ વસ્ત્રો પહેરી ભજન સમયે ભોજન-મંડપમાં ઉત્તમ સુખાસન પર બેસી મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિચિત જનો અને જ્ઞાનુવંશીય ક્ષત્રિયોની સાથે વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય પદાર્થોનો આસ્વાદ કર્યો. પોતે ભોજન કર્યું અને બીજાઓને કરાવ્યું.
વધમાન નામકરણ– ૨૮૦. ભોજન કર્યા પછી વિશુદ્ધ પાણીથી કોગળા
કરી મુખ-દાંત સાફ કરીને પછી આવેલા મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, પરિજનો અને સાસુવંશના ક્ષત્રિયોને ખૂબ પુષ્પો, વસ્ત્રો, સુગંધિત માળાઓ અને આભૂષણો આપી તેમનો સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરી તે મિત્રે, શાતિજનો, સ્વજને પરિજનો અને શાતૃવંશીય ક્ષત્રિયો સમક્ષ ભગવાનના માતા-પિતા આ પ્રમાણે બોલ્યાં–
હે દેવાનુપ્રિમો ! જ્યારે આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે અમારા મનમાં એવી જાતને વિચાર, ભાવ-યાવતુ–સંકલ્પ પેદા થયો કે
જ્યારથી માંડીને આ પુત્ર ગર્ભમાં આવ્યો છે ત્યારથી રૂપું, સોનું, ધન અને ધાન્યની દષ્ટિથી, વળી પ્રીતિ અને સત્કારની દષ્ટિથી અમારી અભિવૃદ્ધિ થવા લાગી છે, સામંત રાજાએ પણ અમારા વશવતી બન્યા છે, આ કારણે જ્યારે અમારે પુત્ર જન્મશે ત્યારે અમે તે પુત્રનું ગુણનિષ્પન, સાર્થક એવું “વર્ધમાન એ નામ રાખીશું. તો હવે આ કમારનું નામ વર્ધમાન' હે, આ કુમાર “વર્ધમાન નામે પ્રસિદ્ધ બનો.
બાલપણુ– ૨૮૧. જન્મ પછી શ્રમણ ભગવાન મહાવીર
પાંચ ધાવમાતાઓ વડે ઉછેરાવા લાગ્યા. જેમ કે,
૧. ક્ષીરધાત્રી (દૂધ પીવડાવનાર ધાવમાતા), ૨. મજજનધાત્રી (સ્નાન કરાવનાર ધાવમાતા), ૩. મંડનધાત્રી (વસ્ત્રાલંકાર પહેરાવનાર ધાવમાતા), ૪. ક્રીડાધાત્રી (રમાડતાર ધાવમાતા) અને ૫. અંકધાત્રી (ખોળામાં સાચવનારી ધાવમાતા.) આ રીતે એક ધાવમાતા પાસેથી બીજી ધાવમાતા પાસે જતા અને રમ્પમણિજડિત આંગણમાં રમતા તેઓ પર્વતની ગુફામાં રહેલી ચંપકલતાની જેમ ક્રમે ક્રમે વધવા લાગ્યા.
યૌવન૨૮૨. ત્યાર બાદ જ્ઞાન-વિજ્ઞાન મેળવી ભગવાન
મહાવીર બાલ્યકાળ પાર કરી યુવાવસ્થામાં પ્રવેશ્યા અને મનુષ્યજીવનના પાંચ પ્રકારના, ઉત્તમ રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ ઇન્દ્રિયોના ભાગે ભેગવવા લાગ્યા.
નામત્રથી– ૨૮૩. શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ-ગોત્રીય
હતા. એમનાં આ પ્રકારનાં ત્રણ નામો પ્રસિદ્ધ થયેલાં૧. માતા-પિતાએ આપેલ નામ-વિધમાન’ ૨. સ્વભાવથી સમભાવવાળા હોવાથી—“શ્રમણ” ૩. અત્યંત ભયાવહ મહાન પરિષહ સહન કરવામાં અચલ રહેવાને લીધે દેવો દ્વારા
પ્રતિષ્ઠિત નામ-શ્રમણ ભગવાન મહાવીર.”
માતાપિતાનું દેવલોકગમન ૨૮૪. શ્રમણ ભગવાન મહાવીરનાં માતા-પિતા
ભગવાન પાર્શ્વનાથનાં શ્રમણોપાસક (શ્રાવક) હતાં.
તેમણે ઘણા વર્ષ સુધી શ્રમણોપાસક ધર્મનું પાલન કરી છે જીવનિકાયના જીવોના રક્ષણ નિમિત્તે આલોચના કરી, આત્મનિંદા કરી, ગહ કરીને, પ્રતિક્રમણ કરીને, ઉત્તમ ગુણાની શુદ્ધિ માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને, દર્ભના આસન પર બેસી “ભક્ત પ્રત્યાખ્યાન'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org