________________
ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર: સૂત્ર ૨૭૮
૬૩
નાટક કરનારાઓ નાટક કરતા હોય, એ રીતે જનમનરંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કાવે. ઉપર કહી એવી તમામ વ્યવસ્થા કરીને અર્થાત્ નગરને સુશભિત કરવાથી માંડીને કરંજન કરવા સુધીની સઘળી ગોઠવણ કરો અને કરાવે, એવી ગોઠવણ કરીને તથા કરાવીને, હજારો યૂપે અને હજારે સાંબેલાને ઊંચાં મુકાવો એટલે કે ધૂપ અને સાંબેલાથી થતી હિંસાને અટકાવ અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાનું પાલન થયું છે તેની મને જાણ કરો.'
ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને આજ્ઞા કરી હતી તે નગરરક્ષકોએ હૃષ્ટ-તુષ્ટ થઈને ભાવનુ-હૃદયથી આનંદિત થઈને-યાવતુ-હથેળીએથી અંજલિ રચી-વાવ-આશા સ્વીકારી અને તરત જ કુડપુરનગરનાં કારાગૃહો ખાલી કરી, કેદીઓને મુક્ત કર્યા-પાવ - ઉત્સવની સઘળી વ્યવસ્થા કરીને પછી જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી મસ્તક પર અંજલિ રચી સિદ્ધાર્થ
રાજાને તેની આજ્ઞા પૂરી કર્યાની જાણ કરી. ૨૭૮. ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં વ્યાયામ
શાળા હતી ત્યાં આવ્યા, આવીને-યાવપોતાના અંત:પુર સાથે તમામ પ્રકારનાં પુષ્પ, ગંધ, વસ્ત્રો, માળાઓ અને અલંકારોથી વિભૂષિત થઈને, તમામ પ્રકારનાં વાજિંત્રો વગડાવીને, મોટા વૈભવ સાથે, મોટી ઘુતિ સાથે, મોટી સેના સાથે, ઘણાં વાહને સાથે, મોટા સમુદાય સાથે અને એકસાથે વાગતાં અનેક વાજિંત્રોના અવાજ સાથે એટલે કે શંખ, પણવ (માટીને ઢેલ), ભેરી, ઝાલર, ખરમુખી, હુડૂક, ઢોલક, મૃદંગ અને દુદુભિ આદિ વાદ્યોના નિનાદ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉ સવ કર્યો. એ ઉત્સવ દરમિયાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું, કર ઉઘરાવવાનું છોડી દેવામાં આવ્યું, જેને જે જોઈએ તે કિંમત આપ્યા વિના ગમે તે દુકાનેથી લઈ
શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી, ખરીદવેચાણ બંધ કરવામાં આવ્યું, જપ્તી કરનારા રાજપુરુષને કોઈ પણ જગ્યાએ જખી કરવાની મનાઈ કરવામાં આવી, રાજાએ બધા લોકોનું દેવું ચૂકવી આપ્યું જેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે એવી ગોઠવણ કરવામાં આવી, એ ઉત્સવમાં અનેક અપરિચિત પદાર્થો એકઠા કરવામાં આવ્યા, એવી રીતે એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઊજવવામાં આવ્યો, તથા એ ઉત્સવ દરમિયાન કોઈનો થોડે યા વધુ દંડ કરવામાં આવ્યું નહીં, તથા ઠેકઠેકાણે ઉત્તમ ગણિકાઓ અને નૃત્યકારેનો નાચ ચાલુ કરવામાં આવ્યો, ઠેકઠેકાણે અનેક તમાશા ગોઠવવામાં આવ્યા, મુદગો નિરંતર વગાડવામાં આવ્યાં, એ ઉત્સવ દરમિયાન માળાઓને કરમાયા વિનાની-તાજી રાખવામાં આવી, નગરને તેમજ દેશના તમામ માણસોને પ્રમુદિત કરવામાં આવ્યા, તેઓ દશે દિવસ આનંદિત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.
ત્યારે દશ દિવસનો એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સિદ્ધાર્થ રાજાએ સેંકડે, હજારો અને લાખો યાગો (દેવપૂજાઓ), દા (દાનો) અને ભાગો આપ્યા અને અપાવ્યા તથા સેંકડો, હજારો અને લાખ પ્રકારની ભેટ સ્વીકારી અને સ્વીકારાવી.
૨૭૯. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતાએ
પ્રથમ દિવસે કુળ-પરંપરા પ્રમાણે અનુઠાન કર્યું.
ત્રીજા દિવસે ચંદ્ર-દર્શન અને સૂર્યદર્શનનો ઉત્સવ કર્યો. છઠા દિવસે રાત્રિ-જાગરણનો ઉત્સવ કર્યો.
અગિયારમે દિવસ વીત્યો અને જાતકર્મનાં બધાં કાર્યો પૂરાં થયા બાદ બારમા દિવસે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો તૈયાર કરાવ્યા, અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org