________________
ધર્મ કથાનુયાગ——મહાવીર—ચરિત્ર સૂત્ર ૨૬૦
૧. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાન દેવલાકમાંથી ચ્યવીને ગર્ભમાં આવ્યા.
૨. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાનનુ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સ્થાનાન્તર થયું. ૩. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાન જન્મ્યા. ૪. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાન ગૃહવાસ ત્યાગી મુડિત થઈ અનગાર બન્યા. ૫. હસ્તાત્તર નક્ષત્રમાં ભગવાનને અનંત, અનુત્તર, અવ્યાબાધ, આવરણ રહિત, સકળ અને પરિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાન— કેવળદર્શન પ્રાપ્ત થયાં.
સ્વાતિ નક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ
પામ્યા.
દેવાન‘દાના ગર્ભમાં અવતરણ— ૨૬૯, જ્યારે આ અવસર્પિણી કાળમાં સુષમા સુષમા કાળ વ્યતીત થઈ ચૂકયો હર્તા, સુષમા કાળ વ્યતીત થઈ ચૂકયો હતેા, સુષમા-દુખમા કાળ વ્યતીત થઈ ચૂકયો હતા અને દુષમા– સુષમા નામક કાળ પણ પ્રાય: પૂરો થવા આવ્યા હતા, માત્ર પંચોતેર વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા હતાં ત્યારે શ્રમણ ભગવાન મહાવીર ગ્રીષ્મ ઋતુના ચોથા માસ, આઠમા પક્ષમાં અર્થાત્ અષાઢ શુકલ છઠને દિવસે હસ્તાત્તરા (ઉત્તર ફાલ્ગુની) નક્ષત્રના યાગમાં મહાવિજય-સિદ્ધા, પુષ્પાત્તર પ્રવર, પુંડરીક, દિશા સૌવસ્તિક વમાન મહાવિમાનમાંથી
વીશ સાગરોપમનું આયુષ્ય ભાગવીને પછી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થતાં, ચ્યુત થઈને, આ જંબુદ્રીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણા ભરતના દક્ષિણ બ્રાહ્મણકુંડ-નગરસન્નિવેશમાં કોડાલગાત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલ’ધરાત્રીય દેવાનદા બ્રાહ્મણીની કોષ્ઠ ઉત્પત્તિરથાનરૂપ કુક્ષિમાં ગરૂપે અવતર્યા.
ગર્ભસ્થ ભગવંતને ત્રણ જ્ઞાન
૨૭૦, શ્રમણ ભગવંત મહાવીર ત્રણ શાનથી યુક્ત હતા. તેઓ એ જાણતા હતા કે હું વન
Jain Education International
હું
કરીશ. એ જાણતા હતા કે ચ્યુન થઈ ગર્ભમાં આવ્યા છુ. પરંતુ ચ્યવન—સમય જાણતા ન હતા કારણ કે તે કાળ અત્યંત સૂક્ષ્મ કહેવાય છે.
ગર્ભ –સ્થાનાન્તરણ
૨૭૧, ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર પ્રત્યે અનુક’પા ધરાવતા દેવે ‘આ પ્રમાણે આચાર છે' એમ વિચારી, વર્ષાકાળના ત્રીજા માસમાં, પાંચમા પક્ષમાં અર્થાત્ આશ્વિન કૃષ્ણ પક્ષમાં અને આશ્વિન કૃષ્ણપક્ષની તેરશના દિવસે, હસ્તાત્તરા નક્ષત્રમાં ચન્દ્રના યાગ થયા ત્યારે, બ્યાસી રાતદિન વીત્યાં હતાં ત્યારે અને ત્યાશીમા દિવસની રાત્રિના સમયે, દક્ષિણ બ્રાહ્મણકુ‘ડપુર-સન્નિવેશમાંથી ઉત્તર ક્ષત્રિયકુંડસન્નિવેશમાં, શાતૃવંશીય કાશ્યય—ગાત્રીય સિદ્ધાર્થે ક્ષત્રિયની વાસિષ્ઠ–ગોત્રીય ભાર્યાં ત્રિશલા ફાત્રિયાણીના અશુભ પુદ્ગલા દૂર કરીને અર્થાત્ તેના સ્થાને શુભ પુદ્ગલાની પ્રક્ષેપણા કરીને, તેની કુક્ષિમાં ગર્ભને સ્થાનાંતરિત કર્યાં.
અને વળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં જે ગર્ભ હતેા તેને દક્ષિણ બ્રાહ્મણકુંડ–સન્નિ વેશમાં લઈ જઈ કોડાલગેત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલધરગાત્રીય દેવાન‘દા બ્રાહ્મણીની કુક્ષિમાં સ્થાપિત કર્યાં. ૨૭૨. હે આયુષ્મને શ્રમણ ! શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનયુકત હતા. મારુ સ્થાનાન્તર થશે’ એ જાણતા હતા, ‘મારું સ્થાનાંતર થઈ રહ્યું છે' એ જાણતા હતા, અને ‘મારું સ્થાનાંતર થઈ ચૂકયું છે’ એ પણ જાણતા હતા.
જન્મકલ્યાણક કાલ
૨૭૩, તે કાળે તે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીએ હવે જયારે નવ માસ સાડા સાત દિન-રાત વ્યતીત કર્યા' ત્યારે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, બીજા પક્ષમાં અર્થાત્ ચૈત્ર શુકલ પક્ષમાં, ચૈત્ર શુકલા યાદશીના દિને હસ્તાત્તરા નક્ષત્ર સાથે ચન્દ્રના યાગ થયા ત્યારે, આરોગ્યવાળી
For Private Personal Use Only
www.jainelibrary.org