________________
ધર્મકથાનું ગ–પર્ધ-ચરિત્ર : સૂત્ર ૨૫૮
૫૯
રીને ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઇષ્ટ વાણી દ્વારા-પાવ તેમણે આ પ્રમાણે કહ્યું
“હે નંદ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર! તારો જય થાઓ જય થાઓ' કાવત્ તે દેવો એ રીતે “જયજય’ શબ્દનો પ્રયોગ
કરે છે. ૨૫૮. પુરુષાદાનીય અરહંત પાર્થને માનવીના
ગૃહસ્થધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્વે માનવદેહે ગૃહસ્થધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આભગિક (અવધિજ્ઞાન) જ્ઞાન હતું, ઇત્યાદિ તે બધું ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું-યાવતું દાયિકોમાં (ભાગના હકદારોમાં) દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ત્રાતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પેબ માસને વદી દિવસ (કૃષ્ણ પક્ષ) પક્ષ આવ્યો અને તે પોષ માસના વદી દિવસ પક્ષની અગ્યારશનો દિવસ આવ્યો ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડને પહોરે, વિશાલા શિબિકામાં બેસીને, દેવ, માન, અને અસુરોની મોટી સભામંડળી સાથે ઇત્યાદિ બધું-ચાવતુ-ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે “પાર્શ્વનાથ ભગવાન વારાણસી નગરીની વચ્ચોવચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ તેની સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી ૨ખાવે છે, ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મળે આભરણો, માળાઓ અને બીજા અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કર્યો, લોચ કરીને પાણી વગરનો અમભક્ત કરવા સાથે તેમણે વિશાખા નક્ષત્રનો યોગ આવતાં એક દેવદૂષ્યને લઈને બીજા ત્રણસો પુરુષ સાથે મુંડિત
થઈને ઘરવાસથી નીકળીને અનગારદશાને
સ્વીકારી. ૨૫૯. પુરુગાદાનીય અરહંત પાૐ હંમેશાં શરીર
તરફના લક્ષ્યને વસરાવેલ હતું, શારીરિક વાસનાઓને તજી દીધેલ હતી, એથી અનગાર દશામાં એમને જે કોઈ ઉપસર્ગો ઊપજે છે પછી ભલે તે ઉપસર્ગો દેવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી થતા હોય, તે ત્રણ પ્રકારના ઉત્પન થયેલા ઉપસર્ગોને એ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આપ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગોને પોતા ઉપર આવવા દે છે.
કેવલજ્ઞાન– ૨૬૦, ત્યાર પછી તે પાર્શ્વ ભગવાન અનગાર થયા
વાવનું ઇસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્યાથી રાતદિવસ વીતી ગયાં અને જ્યારે તેઓ એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચોરાશીમાં દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસનો વદી પક્ષ આવ્યો. તે ચૈત્ર માસની વદી દિવસ ચોથના દિવસને ચડને પહોરે ધાકિના વૃક્ષની નીચે તે પાર્થ અનગાર પાણી વગરનો છઠભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે દયાનમાં વર્તતા તે રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો યોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું-યાવ-ઉત્તમ કેવળજ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું-થાવત્ તેઓ સંપૂર્ણ લોકાલોકને જાણતા અને જોતા વિહરે છે.
ગણરાદિ શિષ્ય-સંપદાર૬૧. પુરુષાદાનીય અરહંત પાર્થને આઠ ગણો
તથા આઠ ગણધરો હતા, તે જેમ કે-ગાથાથી ૧ શુભ ૨ આર્યધેષ, ૩ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સામ, ૬ શ્રીધર, ૭ વીરભદ્ર, અને ૮ યશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org