________________
૩૮
ધર્મકથાનુયોગ–મલ્લી-જિન-ચરિત્રઃ સૂત્ર ૧૭૮
વિચારીને અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો, પ્રગ કરી આપ દેવાનુપ્રિયને જોયા-જાણ્યા, જોઈ– જાણીને ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન કોણ)માં જઈને ઉત્તરવૈક્રિય શરીરની વિમુર્વણા કરી, વિદુર્વણા કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી જ્યાં લવણસમુદ્ર હતો, જ્યાં આપ દેવાનુપ્રિય હતા ત્યાં આવ્યો, આવીને આપી દેવાનુપ્રિયને ઉપસર્ગો કર્યા, છતાં પણ આપ દેવાનુપ્રિય તે ઉપસર્ગથી ભયભીત, ત્રસ્ત, ચલિત, સંભ્રાન્ત, આકુળ, વ્યાકુળ, કે મુખરાગમાં ફેરફારવાળા કે આંખના વણમાં ફેરફારવાળા કે દીન, શૂન્યમનસ્ક બન્યા નહીં.
આથી દેવેન્દ્ર દેવરાજ શક્રે જે કહ્યું હતું તે સત્ય હતું એ સિદ્ધ થયું. મેં જોયું કે આપ દેવાનુપ્રિયને ઋદ્ધિ, ધૃતિ, યશ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમ મળ્યાં છે. પ્રાપ્ત થયાં છે, સિદ્ધ થયાં છે, તો હે દેવાનુપ્રિય! હું ક્ષમા માગું છું મને ક્ષમા કરો, આપ ક્ષમાશીલ છો. હું ફરી કયારેય આમ નહીં કરું.' એમ કહી અંજલિપૂર્વક ચરણોમાં પ્રણામ કરી ફરીફરી આ પ્રમાણે ક્ષમા માગી, ક્ષમા માગીને અહંન્નકને બે કુંડળોની જોડી ભેટમાં આપી, ભેટ આપીને જે દિશામાંથી પ્રગટ થયેલ તે જ દિશામાં તે પાછો ફર્યો.
ત્યારે ઉપસર્ગ દૂર થયો છે એમ જાણી અહંન્નકે પોતાની પ્રતિમા પારી.
અહંન્નકનું મિથિલા-આગમન ૧૭૮. ત્યારબાદ તે અહંન્નક આદિ સહયાત્રી
વહાણવટી વણિકે દક્ષિણ દિશાના અનુકૂળ પવનની મદદથી ગંભીર નામક બંદરે આવી પહોંચ્યા, આવીને વહાણોનાં લંગર બાંધ્યાં, લંગર બાંધીને ગાડી-ગાડાં સજજ કર્યા, સજજ કરીને ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય એવી વસ્તુઓ ગાડીઓમાં ભરી, ભરીને ગાડી-ગાડાં જોયાં, જોડીને જ્યાં મિથિલાનગરી હતી ત્યાં આવ્યા, આવીને મિથિલા રાજધાનીની બહાર મુખ્ય ઉદ્યાનમાં ગાડી.ગાડાં
છોડ્યાં, છોડીને મહા મૂલ્યવાન, મહાર્થ, અતિ યોગ્ય અને રાજાને આપવા લાયક વિપુલ ભેટસામગ્રી તથા દિવ્ય કુંડલયુગલ લીધાં, લઈને મિથિલા રાજધાનીમાં પ્રવેશ્યા, પ્રવેશીને
જ્યાં કુંભક રાજા હતા ત્યાં આવ્યા, આવીને મસ્તક પર લઈ જઈ હાથ જોડીને નમસ્કાર કરીને મહાથ, મહામૂલ્ય, અતિ યોગ્ય, રાજાને યોગ્ય વિપુલ ભેટ સામગ્રી તથા દિવ્ય કુંડલયુગલની ભેટ ધરી.
ત્યાર પછી કુંભક રાજાએ તે સાંયાત્રિક વહાણવટીવણિકો પાસેથી તે મહાઈ, મૂલ્યવાન, અતિ યોગ્ય, રાજાને યોગ્ય વિપુલ ભેટ સામગ્રી તથા દિવ્ય કુંડલયુગલ સ્વીકાર્યા, સ્વીકારીને વિદેહશ્રેષ્ઠ રાજકન્યા મલ્લીને બોલાવી, બોલાવીને તે દિવ્ય કુંડલયુગલ વિદેહશ્રેષ્ઠ કન્યાને પહેરાવ્યું, પહેરાવીને પાછી મેકલી.
ત્યાર પછી તે કુંભક રાજાએ અહંન્નક પ્રમુખ સાંયાત્રિક વહાણવટી વણિકોને વિપુલ વસ્ત્ર, સુગંધિ પદાર્થો, વસ્ત્રાલંકારો આદિથી સતકાર્યા, સન્માન્યા, સત્કાર-સન્માન કરી પછી એમની જકાત માફ કરી, જકાત માફ કરી અને પછી રાજમાર્ગ પર તેમને આવાસ આપ્યો, આવાસ આપીને રવાના કર્યા.
અહંન્નકનું ચંપામાં આગમન૧૭૯. ત્યાર પછી તે અહંન્નક પ્રમુખ સાંયાત્રિક
વહાણવટી વણિક જ્યાં રાજમાર્ગ પરનો આવાસ હતો ત્યાં આવ્યા, આવીને વસ્તુઓનો વ્યાપાર વિનિમય કર્યો અને બીજી વસ્તુઓ લીધી, બીજી વસ્તુઓ લઈ ગાડી.ગાડાં ભર્યા, ભરીને જ્યાં ગંભીરપટ્ટણ બંદર હતું ત્યાં આવ્યા, આવીને વહાણો સજજ કર્યા, સજજ કરીને તેમાં બધી સામગ્રી ચડાવી, ચડાવીને દક્ષિણ દિશાના અનુકૂળ પવનની મદદથી જ્યાં ચંપા બંદર હતું ત્યાં આવી પહોંચ્યા. આવીને વહાણ લાંગર્યા, લાંગરીને ગાડી–ગાડાં તૈયાર કર્યા, તૈયાર કરીને તેમાં ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય પદાર્થો ભર્યા, ભરીને ગાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org