________________
ધર્મકથાનુગ–મલ્લી-જિન-ચરિત્ર : સૂત્ર ૧૦૦
૪૧
કુંભરાજા હતો ત્યાં આવ્યું, આવીને બે હાથ જોડી માથું નમાવી, ‘જય હો, વિજય હો” એવા શબ્દોથી રાજાને વધારવા, વધાવીને આ પ્રમાણે કહ્યું –
હે સ્વામિ! આજે આપે અમને બોલાવ્યા હતા–પાવતુ-આજ્ઞા કરી હતી કે કુંડલ-યુગલ સાંધીને મને જાણ કરો. ત્યારે અમે તે દિવ્ય કુંડલ-યુગલ લઈ ગયા હતા, લઈ જઈને જ્યાં સુવર્ણકારોનું બેસવાનું સ્થાન છે ત્યાં ગયા હતા–પાવતુ-અમે તે કુંડલયુગલ સાંધવામાં સફળ નથી થયા. તે હે સ્વામિ! જો આશા કરો તે એ દિવ કુંડલ-યુગલ જેવું જ બીજું કુંડલ–યુગલ ઘડી દઈએ.”
સુવણ કારોના મહાજનને દેશનિકાલ– ૯૦. ત્યાર બાદ સુવર્ણકાર-મહાજનની આવી વાત
સાંભળીને, જાણીને તરત જ કોપાયમાન થઈને, ગુસ્સે થઈને, પ્રચંડ ક્રોધથી દૂવાપૂવાં થઈને કુંભ રાજાએ ભૂકુટિ ચડાવીને આ પ્રમાણે કહ્યું
‘તમે કેવા સુવર્ણકાર છો કે આ દિવ્ય કુંડલ-યુગલ સાંધવા સમર્થ નથી?” આમ કહી તેણે સુવર્ણકારોને દેશનિકાલની આજ્ઞા કરી. સુવર્ણકાર–મહાજનનું વારાણસીમાં
આગમન૧૯૧. ત્યાર બાદ કુંભરાજાએ કરેલી દેશનિકાલની
આશા સાંભળી તે સુવર્ણકારે જ્યાં પોતપોતાનાં ઘર હતાં ત્યાં આવ્યા, આવીને પોતાની ઘરવખરી લઈને મિથિલા રાજધાનીની વચ્ચોવચ્ચે થઈને નીકળ્યા, નીકળીને વિદેહ જનપદ વચ્ચે થઈને પસાર થયા, પસાર થઈને
જ્યાં કાશી જનપદ હતું અને જ્યાં વારાણસી નગરી હતી. ત્યાં આવ્યા, આવીને ત્યાંના આગળના ઉદ્યાનમાં ગાડી–ગાડાં છોડયાં, છોડીને મેંધી–પાવતુ-ભેટે લીધી, લઈને વારાહસી નગરીની વચ્ચે થઈને જ્યાં કાશીરાજ શંખ હતો ત્યાં આવ્યા, આવીને હાથ જોડી મસ્તક સમીપે અંજલિ કરી જય વિજય શબ્દોથી તેને વધાવ્યો, વધાવીને ભેટ ધરી, ભેટો ધરીને આ પ્રમાણે કહ્યું
- “હે સ્વામિ! કંભરાજાએ મિથિલામાંથી દેશનિકાલ કરવાથી અમે તરત અહીં આવ્યા છીએ. તો હે સ્વામિ! તમારી ભુજની છાયામાં આશ્રય લઈને અમે અહીં નિર્ભય, નિરુદિગ્ન થઈને સુખપૂર્વક નિવાસ કરવા ઇચ્છીએ છીએ.'
ત્યારે કાશીરાજ શંખે ને સુવર્ણ કારોને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયે ! કુંભ રાજાએ શા કારણે તમને દેશનિકાલની આજ્ઞા કરી?”
ત્યારે તે સુવર્ણકારોએ કાશીરાજ શેખને આ પ્રમાણે કહ્યું
હે સ્વામિ! કુંભરાજાની પ્રભાવની રાણીના ખોળે જન્મેલી પુત્રી વિદેહવર રાજકન્યા મલ્લીના કુંડલ-યુગલના સાંધા તૂટી ગયા હતા. એટલે તે કુંભરાજાએ સુવર્ણકારોના મહાજનને બોલાવ્યું–ચાવતુ-દેશનિકાલની આજ્ઞા કરી. તો આ કારણસર કે સ્વામિ ! અમને કુંભરાજાએ દેશનિકાલ કર્યા.
ત્યારે તે કાશીરાજ શંખે સુવર્ણ કારોને આ પ્રમાણે કહ્યું –
“હે દેવાનુપ્રિયો કુંભારાજાની પુત્રી પ્રભાવતી રાણીની કુખે જન્મેલી વિદેહવર-રાજકન્યા મલી કેવી છે ?” મલીના રૂપની પ્રશંસા, શંખના દૂતનું
મિથિલાગમન૧૯૨. ત્યારે તે સુવર્ણકારોએ કાશીરાજ શંખને આ પ્રમાણે કહ્યું
હે સ્વામિ! જેવી વિદેહવર રાજકન્યા મલ્લી છે તેવી બીજી કોઈ દેવકન્યા, અસુરકન્યા, નાગકન્યા, યક્ષકન્યા, ગાંધર્વકન્યા કે રાજકન્યા નથી.'
ત્યારે કુંડલયુગલની વાતથી હર્ષિત પ્રભાવિત થયેલ કાશીરાજ શંખે દૂતને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું- હે! દેવાનું. પ્રિય! તું જાયાવ-વિદેહવર રાજકન્યા મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org